Book Title: Dharm ane Panth 02
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249629/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને પંથ પ્રિય બંધુઓ અને બહેને! ધર્મ એ વિશાળ વસ્તુ છે. તે આત્માના સકળ સ્વરૂપને ખીલવવાન સાધને પુરાં પાડે છે. શ્રીહરિભદ્રસૂરિએ ધર્મબિન્દુમાં કહ્યું છે કે धनदो धनार्थिनां प्रोक्तः कामिनां सर्व कामदः । धर्म एवापवर्गस्य पारंपर्येण साधकः ॥ ધન એ ધનના અથને ધન આપવાવાળો છે, અમુક વસ્તુઓની કામના–ઈચ્છા કરનારને તેની કામના પુરે કરનાર છે અને ધર્મ જ સ્વર્ગ આદિ આપી પરંપરાએ મોક્ષને દાતા છે. ધર્મ આ પ્રમાણે વિશાળ અને વ્યાપક હોય છે, પણ તેનું વ્યાપક સ્વરૂપ ભૂલીને મમત્વને વશ થઈ કે કદાગ્રહથી નાની અને બીન મહત્ત્વની બાબતના સંબંધમાં પંથે ઉભા થયા છે. પંથે મર્યાદિત બને છે, અને એક પંથવાળો બીજા પથ ઉપર આક્ષેપ કરે છે, અને તેમાંથી ઝઘડા અને વેર વિરોધ પ્રકટે છે. કોઈ ચેચને દિવસે સાંવત્સરિક પ્રતિક્રમણ કરે અને કેાઈ પાંચમને દિવસે કરે, પણ જ્યાં સુધી બંને પક્ષવાળા આખા વર્ષમાં કરેલાં પાપનું પ્રાયશ્ચિત કરે, અને બીજા પ્રત્યે થયેલા વિરોધ કે અવિનયની ક્ષમા આપે અને માગે, ત્યાંસુધી બંને પક્ષો માનને પાત્ર છે. પણ જ્યાં બીન મહત્ત્વની વસ્તુને પ્રધાનપદ આપવામાં આવે છે, ત્યાં ધર્મભાવના ઊડી જાય છે. વેતાંબર અને દિગંબર અને જૈનધર્મના પથમાં ૯૫ ટકા જેટલી સમાનતા છે. બંને ધર્મો. શ્રી મહાવીર પ્રભુને, નવતત્ત્વને Page #2 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને પંથ ૧૧૩ પંચમહાવ્રતને, આત્માને અમરત્વને, કર્મને, પુનર્જન્મને, મુક્તિનાં સાધન તરીકે જ્ઞાન દર્શન અને ચારિત્રને, અને એવી બીજી અનેક મહત્ત્વની વસ્તુઓને માને છે, તે પછી જે બાબતમાં મતભેદ હોય તેને જ કેમ આગળ ધરવામાં આવે છે ? મનુષ્યને પિતાની અને પિતાના પંથની વિશિષ્ટતા બતાવવાની ઈચ્છા થાય છે, અને તેથી જે તુચ્છ ભેદ હોય છે, તેને જ આગળ લાવે છે. કોઈ “વેતાંબરને દિગંબરના સંબંધમાં પૂછવામાં આવે છે તે એમજ કહે કે “તેમના ગ્રન્થો પાછળથી લખાયેલા છે, અને તેમનામાં સ્ત્રીને દીક્ષા હોય નહિ, અને દિગંબર સ્ત્રીઓ મેક્ષને પામે નહિ!” હવે દિગંબરને પૂછવામાં આવે તે તે પણ એમજ કહે કે “વેતાંબર સંપ્રદાયના ગ્રંથે પાછળથી લખાયેલા છે. વેતાંબર પંથના સાધુઓ મહાવીર પ્રભુ જે દિગંબર હતા તેમની આજ્ઞાને લેપીને શ્વેત વસ્ત્રો પહેરે છે. તેમનો ત્યાગ ધર્મ અમારા જેવો ઉત્કૃષ્ટ નહિ.” આવી રીતે મૂળ વસ્તુને ભૂલી સ્ત્રીઓને મોક્ષ હોય કે ન હોય, સ્ત્રીઓ દીક્ષા લઈ શકે કે નહિ અથવા તો સાધુઓને વસ્ત્રો પહેરવાં કે ન પહેરવાં આ બીન મહત્ત્વની બાબતો પર ભાર મૂકીને બીજા પંથની અવગણના કરવામાં આવે છે. “ સીના નવાાિ િમોક્ષમાર્ગ” એ બાબતમાં શું મતભેદ છે ? ચક્ષુદિ ના ઇષ મુનિ કષાયથી મુક્ત થવું એ જ મુક્તિ છે, એમાં શું મતભેદ છે ? દાન, શીલ, તપ અને ભાવ એ ધર્મનાં ચાર અંગ છે, તેમાં મતભેદ છે? પંચમહાવ્રતમાં મતભેદ છે ? એકતા બતાવનારાં અનેક તો હોવા છતાં તેને જતાં કરીને ભેદદક બીન મહત્વની બાબતો પર ભાર મૂકવામાં ઝઘડાઓ થાય છે. “વેતાંબર હોય કે દિગંબર હોય, બૌદ્ધ હોય કે અન્ય કોઈ ધમી હાય, પણ જેના હૃદયમાં સમભાવ છે, તે મોક્ષ મેળવશે, એમાં દિલ નથી. જૈનધર્મને સ્યાદાદ અથવા અનેકાંતવાદ કહે છે. જે સ્વાદાનું ખરું સ્વરૂપ સમજે, તે કદાપિ દુરાગ્રહી કે પરમત અસહિષ્ણુ હેઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને શકે નહિ. તે તો સામા મનુષ્યને અપેક્ષાએ સમજે છે, અને તેથી તે કદાપિ બીજાઓ જોડે લડત નથી. ઘઉંના લોટની અપેક્ષાથી રેતી ભારે લાગે, તેજ રેતો સીસાના ભૂકાની અપેક્ષાએ હલકી લાગે. આ રીતે રેતમાં ભારેપણું તેમજ હલકાપણું બંને ગુણ આવેલા છે, પણું તે અમુક અપેક્ષાએ છે. જેમ પથામાં મતભેદ પડે, તેમ ધર્મોમાં પણ મતભેદ પડે. ત્યારે મનુષ્ય શું કરવું ? ત્યાં બધા ધર્મો કરતાં પણ એક મોટું તત્વ છે કે જે આત્મધર્મ છે. આત્મધર્માવલંબી સ્વાશ્રયી બને છે. તે ધર્મોનાં પુસ્તક વાંચે છે, બીજા મહાન પુરુષોનાં વચને શ્રવણ કરે છે, પણ છેવટે તો પોતાના ઉપર જ વિશ્વાસ રાખે છે. આ ઉપર એક જાણતું દૃષ્ટાંત છે. યુધિષ્ઠિર મહાભારતના યુદ્ધમાં અણુને પ્રસંગે પોતાના પક્ષને જય થાય, તે હેતુથી પિતાના અંતરાત્માને ઠગીને શ્રીકૃષ્ણના સૂચનથી એક અસત્યવચન બોલ્યા, અશ્વત્થામા નામને હાથી મરી ગયો હતો. જ્યારે અશ્વત્થામાના પિતા દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને સત્યવાદી માનીને પૂછ્યું કે “શું મારે પુત્ર અશ્વત્થામા મરી ગયો ?” યુધિષ્ઠિરે અંતરાત્માને ઠગીને કહ્યું કે અશ્વત્થામા મરી ગયે. પણ ધીમેથી ઉમેર્યું કે જો વાત કરે ત્યાં (માણસ મરી ગયો હોય કે હાથી મરી ગયો હોય !) આ અસત્ય વચન બોલવાથી તેમને હૃદયને ઘણો આઘાત થયો. વાત એટલેથી અટકતી નથી. મહાભારતનું યુદ્ધ પૂરું થયું, અને છેવટના સમયે યુધિષ્ઠિર પોતાના ચાર ભાઈઓ તથા દ્રૌપદી સાથે હિમાલય તરફ જવા નીકળ્યા. રસ્તામાં જંગલમાં થઈને તેઓ ગયા. ત્યાં એક કુતરે તેમની સાથે હતો. જંગલમાં યુધિષ્ઠિરના ચારે ભાઈઓ તથા દ્રૌપદી મરણ પામ્યાં, અને એકલા યુધિષ્ઠિર જીવતા રહ્યા અને કુતરો તો તેમની સાથે હતે. જગલને અંતે ઇંદ્ર એક વિમાન લઈને આવ્યા અને યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે ચાલે આ વિમાનમાં બેસો, આપણે સ્વર્ગ જઈએ. યુધિષ્ઠિરે તે કુતરાને સાથે લીધા સિવાય સ્વર્ગે જવાની ના પાડી. WWW.jainelibrary.org Page #4 -------------------------------------------------------------------------- ________________ ધર્મો અને પંથે 115 ઈદે ઘણું સમજાયું, પણ તેમણે ના પાડી. ત્યારે ઈ કહ્યું “હું ઈન્દ્ર તરીકે કહું છું કે જે આ તક ગુમાવશો તો ફરીથી તક નહિ મળે. માટે કુતરાને સારૂ શા માટે સ્વર્ગને જતું કરે છે ?" યુધિષ્ઠિરે કહ્યું. શ્રીકૃષ્ણ મને એકવાર મારી ઈચ્છા વિરુદ્ધ અસત્ય બેલાવ્યું હતું. હવે તમે ઈદ્ર હે કે ઇંદ્રના પિતા હે, પણ મારે આત્મા કહે છે કે આ કુતરે જંગલમાં મારી સાથે હતો, તો તેને મૂકીને હું સ્વર્ગમાં એકલો આવી શકું નહિ. હું મારા અસત્ય વચનના પરિણામથી આ પાઠ શીખ્યો છું કે જે મારું હૃદય કબૂલ ન કરે તે ગમે તેવો મહાન પુરુષ કહે તો પણ હું સ્વીકારું નહિ.” આ શબ્દો બોલતાં જ તે કુતરા ધર્મરાજા થઈ ગયો. યુધિષ્ઠિરની પરીક્ષા લેવાનો આ પ્રબંધ હતે તેમાં તે ફાવ્યા. राजदण्डभयात्पापं नाचरत्यधमो जनः / परलोकभयाद् मध्यः स्वभावाच्चैव उत्तमः // કનિષ્ઠ મનુષ્ય રાજદંડના ભયથી પાપકર્મ કરતું નથી, મધ્યમ પુરુષ પરલોકના ભયથી પાપકર્મથી અટકે છે, પણ ઉત્તમ પુરુષ તે સ્વભાવથી જ સારી રીતે વર્તે છે. સાર એ છે કે પંથે કરતાં ધર્મ મહાન છે, અને ધર્મો કરતાં આત્મધર્મ મહાન છે. જ્યાં મનુષ્ય મહત્ત્વની વસ્તુને પ્રધાનપદ આપે છે, ત્યાં નાના નાના મતભેદો ચાલ્યા જાય છે. અને ધર્મ એ અશાંતિ નહિ પણ શાંતિનું સ્થાન બને છે. 22-8-30 મણિલાલ નભુભાઈ દોશી.