Book Title: Dharm ane Panth 02 Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 3
________________ ૧૧૪ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને શકે નહિ. તે તો સામા મનુષ્યને અપેક્ષાએ સમજે છે, અને તેથી તે કદાપિ બીજાઓ જોડે લડત નથી. ઘઉંના લોટની અપેક્ષાથી રેતી ભારે લાગે, તેજ રેતો સીસાના ભૂકાની અપેક્ષાએ હલકી લાગે. આ રીતે રેતમાં ભારેપણું તેમજ હલકાપણું બંને ગુણ આવેલા છે, પણું તે અમુક અપેક્ષાએ છે. જેમ પથામાં મતભેદ પડે, તેમ ધર્મોમાં પણ મતભેદ પડે. ત્યારે મનુષ્ય શું કરવું ? ત્યાં બધા ધર્મો કરતાં પણ એક મોટું તત્વ છે કે જે આત્મધર્મ છે. આત્મધર્માવલંબી સ્વાશ્રયી બને છે. તે ધર્મોનાં પુસ્તક વાંચે છે, બીજા મહાન પુરુષોનાં વચને શ્રવણ કરે છે, પણ છેવટે તો પોતાના ઉપર જ વિશ્વાસ રાખે છે. આ ઉપર એક જાણતું દૃષ્ટાંત છે. યુધિષ્ઠિર મહાભારતના યુદ્ધમાં અણુને પ્રસંગે પોતાના પક્ષને જય થાય, તે હેતુથી પિતાના અંતરાત્માને ઠગીને શ્રીકૃષ્ણના સૂચનથી એક અસત્યવચન બોલ્યા, અશ્વત્થામા નામને હાથી મરી ગયો હતો. જ્યારે અશ્વત્થામાના પિતા દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને સત્યવાદી માનીને પૂછ્યું કે “શું મારે પુત્ર અશ્વત્થામા મરી ગયો ?” યુધિષ્ઠિરે અંતરાત્માને ઠગીને કહ્યું કે અશ્વત્થામા મરી ગયે. પણ ધીમેથી ઉમેર્યું કે જો વાત કરે ત્યાં (માણસ મરી ગયો હોય કે હાથી મરી ગયો હોય !) આ અસત્ય વચન બોલવાથી તેમને હૃદયને ઘણો આઘાત થયો. વાત એટલેથી અટકતી નથી. મહાભારતનું યુદ્ધ પૂરું થયું, અને છેવટના સમયે યુધિષ્ઠિર પોતાના ચાર ભાઈઓ તથા દ્રૌપદી સાથે હિમાલય તરફ જવા નીકળ્યા. રસ્તામાં જંગલમાં થઈને તેઓ ગયા. ત્યાં એક કુતરે તેમની સાથે હતો. જંગલમાં યુધિષ્ઠિરના ચારે ભાઈઓ તથા દ્રૌપદી મરણ પામ્યાં, અને એકલા યુધિષ્ઠિર જીવતા રહ્યા અને કુતરો તો તેમની સાથે હતે. જગલને અંતે ઇંદ્ર એક વિમાન લઈને આવ્યા અને યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે ચાલે આ વિમાનમાં બેસો, આપણે સ્વર્ગ જઈએ. યુધિષ્ઠિરે તે કુતરાને સાથે લીધા સિવાય સ્વર્ગે જવાની ના પાડી. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.orgPage Navigation
1 2 3 4