Book Title: Dharm Kya Che Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ ધર્મ ક્યાં છે? [૨૫ તારી બતાવે છે, પણ જ્યારે એમના વર્તન તરફ નજર કરીએ ત્યારે જે અસંગતિ તેમની રહેણી-કહેણ વચ્ચે હોય છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. સેવા, સંપૂર્ણ ત્યાગ અને અહિંસાને મહિમા ગાનાર તેમ જ તેના પ્રચાર માટે ભેખ લેનાર વર્ગ લોકોએ પરસે ઉતારી પેદા કરેલ પૈસા જ્યારે માત્ર પિતાની સેવા ખાતર વપરાવે છે અને તદ્દન નકામા તેમ જ બોજારૂપ થઈ પડે એવા ક્વિાકાડે, ઉત્સવો, આડંબરે અને પધરામણીઓમાં તે પૈસો ખર્ચાવી ઊલટું ધર્મકૃત્ય કર્યાને સતિષ પિષે છે, ત્યારે સમજદાર માણસનું મન કકળી-પોકારી ઊઠે છે કે આવા આડંબરે અને ધર્મને શી લેવા દેવા ? જે આડંબરે અને પધરામણુઓમાં જ ધર્મની પ્રભાવના અને વૃદ્ધિ હિય તે ગુણકારને હિસાબે ને વધારે આડંબર કરે-કરાવે તે વધારે ધાર્મિક ગણવો જોઈએ. જે તીર્થો અને મંદિરે નિમિત્તે માત્ર ધનસંચય કરવો એ ધર્મનું એક લક્ષણ હેય તે જે પેઢી તેવું ધન વધારે એકત્ર કરે અને સાચવે તેજ વધારે ધાર્મિક ગણાવી જોઈએ. પણ બીજી બાજુ પથદેહના પોષકે જ તેથી ઊલટું કહે છે અને માને-મનાવે છે. તેઓ પોતાના વાસ્તે થતા આડંબરે સિવાય બીજાઓના આડંબરનું મહત્ત્વ કે તેનું ધાર્મિકપણું નથી ગાતા. એ જ રીતે તેઓ દુનિયાના કોઈ પણ બીજા ધર્મપથની પેઢીની પુષ્કળ દોલતને ધાર્મિક દેલત નથી ગણતા. જે આમ છે તે એ પણ ખુલ્લું છે કે બીજ પંથના પિષકે પહેલા પંથના પિષકોના આડંબર તેમ જ તેની પેઢીઓને ધાર્મિક ન ગણે. જે બન્ને એક બીજાને અધાર્મિક જ લેખે તે આપણે શું માનવું? શું બધા ધર્મપંથના આડંબરે ધાર્મિક છે કે કોઈ એક પંથના જ કે બધા જ પંથના આડંબરોને ધર્મ સાથે કશી લેવાદેવા નથી? આપણી વિવેકબુદ્ધિ જાગરિત હોય તો આપણે જરા પણ મુશ્કેલી સિવાય નક્કી કરી શકીએ કે માનવતાને ન સાંકળે, એમાં અનુસંધાન પેદા કરે એવા ગુણો ન પ્રગટાવે તેવી કોઈ પણ બાબત ધાર્મિક હોઈ જ ન શકે; એને ધર્મભાવના કહી જ ન શકાય. અનુયાયી વર્ગમાં ઉપરની સમજ પેદા કરવી, તે સમજ ઝીલવા અને બીજાને કહેવા જેટલું નમ્ર સાહસ કેળવવું એ જ ધર્મનું શિક્ષણ છે. આ શિક્ષણ લઈએ તો આપણને સ્પષ્ટપણે જણાય કે ધર્મ કર્યો છેઆપણને એ શિક્ષણ દીવા પડે બતાવી શકે કે ધર્મ એ એના આત્મામાં છે અને તેનો આત્મા એટલે જીવનમાં સદાચાર અને સદ્ગણી વર્તન. આ આત્મા હોય તે દેહની કિંમત છે, પણ આત્મા ન હોય તે તે દેહની મડદાથી જરાય વધારે કિંમત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5