Book Title: Dharm Kya Che
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૨૪ ] દર્શન અને ચિંતન કઈ ગરજી ગંગા અને હરિદ્વારનું મહત્વ ભાગ્યે જ સ્વીકારશે. કઈ પાદરી જેરૂસલેમની પેઠે મક્કા, મદિનાને પવિત્ર નહિ માને. એ જ રીતે એક પંથના પંડિત બીજા પંથના પિતા કરતા અતિમહત્ત્વનાં શાનું પણ મહત્વ નહિ સ્વીકારે. એટલું જ નહિ, પણ તેઓ બીજા પંથનાં શાસ્ત્રને અડવા સુધ્ધની પિતાના અનુયાથીવર્ગને મનાઈ કરશે. ક્રિયાકાંડની બાબતમાં તો કહેવું જ શું? એક પંથને પુરોહિત પિતાના અનુયાયીવર્ગને બીજા પંથમાં પ્રચલિત એવું તિલક સુધ્ધાં કરવા નહિ દે. આ ધર્મપંથનાં કલેવરની અંદરોઅંદરની સૂગ તેમ જ તકરારેએ હજારો વર્ષ થયાં પંથમાં એતિહાસિક જાદવાસ્થળી પિષી છે. ' આ રીતે એક જ ધર્મના જુદા જુદા દેહનું યુદ્ધ ચાલ્યા કરે છે. તેનું એક કારણ તે ઉપર બતાવવામાં આવ્યું જ છે અને તે એ કે તે ઉપર નભતા વર્ગની અકર્મણ્ય અને સગવડપ્રિય જિંદગી. પણ એનું બીજાં પણ એક કારણ છે, અને તે છે દરેક પંથના અનુયાયીવર્ગની મતિમંદતા તેમ જ તેજોહીનતા. જો આપણે ઈતિહાસને આધારે એમ સમજીએ કે મોટે ભાગે પંથના પિષકે માનવતાને સાંધવાને બદલે ખંડિત જ કરતા આવ્યા છે તે આપણું અનુયાયીવર્ગની એ ફરજ છે કે આપણે પોતે જ ધર્મનાં સૂત્રો હાથમાં લઈએ અને તેના વિષે સ્વતંત્ર વિચાર કરીએ. એક વાર અનુયાયીવર્ગમાંથી આવો વિચારી અને સાહસી વર્ગ બહાર પડે તે એ પંથના દેહપિષકેમાંથી પણ કોઈ એને સાથ આપનાર જરૂર મળી રહેવાને. ધર્મપંથના પિષકોમાં કોઈ યોગ્ય નથી જ હતો કે ગ્ય નથી જ સંભવતે એવું કાંઈ નથી, પણ ધીરે ધીરે દરેક પંથનું વાતાવરણ એવું અન્યોન્યાશ્રિત થઈ જાય છે કે તેમાં એક સાચ્ચે પુરહિત કે પંડિત કે ગુરુ કાંઈક ખરું કહેવા કે વર્તવા ધારે તેય તે બીજાથી ડરે છે અને બીજો ત્રીજાથી કરે છે. જેમ બધા જ લાંચિયા કામ કરતા હોય તેવે સ્ટેશન આદિ સ્થળે એકાદ બિનલાંચિયાને જીવન ગાળવું કાંઈક અધરું થઈ પડે છે તેમ પંથદેહના પિષકોમાં કોઈ યોગ્ય વ્યક્તિ વિષે બને છે. અસાધારણ શક્તિ ન હોય ત્યાં લગી પુરહિત, પંડિત કે ગુરુવર્ગમાં ઊછરેલ હોય તેવાને તેની જ કુલપરંપરાગત પ્રવૃત્તિને વિરોધ કરવાનું અગર તેમાં ઉદાર દષ્ટિબિન્દુ દાખલ કરવાનું ભારે અઘરું થઈ પડે છે. જે ધર્મ સૌને એકસરખે પ્રકાશ આપવાની અને સૌને સમાનભાવે જોવાની દૃષ્ટિ અર્પવાની શક્તિ ધરાવે છે તે જ ધર્મ પથમાં અટવાઈ અસ્તિત્વ ગુમાવી દે છે. પંથપોષક વર્ગ જયારે ધર્મનાં પ્રવચન કરે ત્યારે આખા જગતને સમભાવે જોવાની અને સૌની નિર્ભેળ સેવા કરવાની વાત કરે છે અને એ વાત પોતાનાં શાસ્ત્રોમાંથી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5