Page #1
--------------------------------------------------------------------------
________________
ધર્મ કયાં છે?
[ પ ]
ધર્મના બે રૂપ છેએક તો નજરે ચડે તેવું અને બીજું નજરે ન. ચડે પણ માત્ર મનથી સમજી શકાય તેવું. પહેલા રૂપને ધર્મને દેહ અને બીજા રૂપને તેને આત્મા કહી શકાય.
દુનિયાના બધા ધર્મોને ઇતિહાસ કહે છે કે બધા ધર્મોને દેહ જરૂર, હોય છે. પહેલાં એ જોઈએ કે એ દેહ શાથી બને છે? દરેક નાના મોટા ધમપંથનું અવલેકન કરીએ તે આટલી બાબતે તે સર્વસાધારણ જેવી. છે –– શાસ્ત્ર, તેને ચનાર અને સમજાવનાર પંડિત કે ગુરુ, તીર્થ મંદિર આદિ. પવિત્ર લેખાતાં સ્થળો, અમુક જાતની ઉપાસના અગર ખાસ જાતના ક્રિયાકાંડા, એવાં ક્રિયાકાંડો અને ઉપાસનાઓને પિપનાર અને તે ઉપર નભનાર એક વર્ગ. સર્વ ધર્મપંથની અંદર, એક અથવા બીજે રૂપે, ઉપર જણાવેલી વસ્તુઓ મળી આવે છે અને તે જ તે તે ધર્મપંચને દેહ છે. હવે જોવું રહ્યું છે. ધર્મને આત્મા એ શું છે? આત્મા એટલે ચેતના કે જીવન. સત્ય, પ્રેમ, નિસ્વાર્થપણું, ઉદારતા અને વિવેક–વિનય આદિ સગુણ તે ધર્મને આત્મા છે. દેહ ભલે અનેક અને જુદા જુદા હેય, પણ આત્મા સર્વત્ર એક જ હોય છે. એક જ આત્મા અનેક દેહ દ્વારા વ્યક્ત થાય છે અથવા એમ કહીએ કે એક જ આત્મા અનેક દેહમાં જીવન પિષે છે, જીવન વહાવે છે.
ને જીવન અનેક દેહમાં એક જ હોય અને અનેક દેહે એ તે માત્ર જીવનને પ્રગટ થવાનું વાહન હોય તે પછી એ બધા જુદા જુદા દેહમાં, વિરોધ, તકરાર, કલેશ અને અથડામણું કેમ સંભવે, એ મુદાને પ્રશ્ન છે. એક જ શરીરના અંગ બની રહેલા અને જુદે જુદે સ્થાને બેઠવાયેલા તેમ જ જુદું જુદું કામ કરવા નિજાયેલા હાથ, પગ, પેટ, આંખ, કાન વગેરે અવયવો કાંઈ અંદરોઅંદર લડતા કે અથડાતા નથી, તે પછી એક જ ધર્મના આત્માને ધારણ કરવાને દાવો કરનાર જુદા જુદા ધર્મપંથના જુદા જુદા દેહ અંદરોઅંદર કેમ લડે છે ? એમને આ ઈતિહાસ અંદશે
Page #2
--------------------------------------------------------------------------
________________
ધમ કયાં છે?
[ ૨૩ અંદરની લડાઈથી કેમ રંગાયેલું છે ? એ પ્રશ્ન ઉપર દરેક વિચારકનું ધ્યાન જવું ઘટે છે.
નિરીક્ષણ કરનાર અને વિચાર કરનારને સ્પષ્ટ જણાશે કે દરેક પંથે જ્યારે આત્મા વિનાના મડદા જેવા થઈ કેહવા માંડે છે અને તેમાંથી ધર્મના આત્માનું નર લેપ થઈ જાય છે ત્યારે જ તેઓ સંકુચિતદષ્ટિ બની એક બીજાને વિરોધી અને દુશ્મન માનવા–મનાવવા મંડે છે. આ કોહવાણ કેવી રીતે શરૂ થાય છે અને તે કેમ વચ્ચે જાય છે એ જાણવું હેય તે બહુ ઊંડાણમાં જવું પડે તેમ નથી. શાસ્ત્ર, તીર્થો અને મંદિરે વગેરે પિતે જડ હેઈ કેઈને પકડી રાખતાં, ધકેલતાં કે આ કરવા કે તે કરવાનું કહેતાં નથી. એ પિતે જડ અને નિષ્ક્રિય હોઈ બીજા ક્રિયાશીલ દ્વારા જ પ્રેરાય છે. એવા ક્રિયાશીલ એટલે દરેક ધર્મપંથના પંડિત, ગુરુ અને ક્રિયાકાંડીઓ. જ્યારે એવા પંડિતે, ગુરુ અને ક્રિયાકાંડીઓ પિતે જાણે-અજાણે ધર્મની ભ્રમણામાં પડી જાય છે અને ધર્મના મધુર તેમ જ સરલ આશરા નીચે તેઓ વગર મહેનતિયું, સગવડિયું અને બિનજવાબદાર જીવન જીવવા લલચાય છે ત્યારે જ ધર્મપથના દેહો આત્મવિહેણ બની સડવા લાગે છે, કાહવા મંડે છે. અનુયાયી વર્ગ ભેળો હોય, અભણ હોય કે
અવિવેકી હેય ત્યારે તે ધર્મને પિલવાની ભ્રમણામાં ઊલટું ધર્મદનું કેહવાણ જ પિવે છે અને આ પોષણની મુખ્ય જવાબદારી પેલા સગવડિયા પંડિત કે પુરોહિતવર્ગની હોય છે.
દરેક પંથના પંડિત કે પુરોહિતવર્ગને જીવન તો સુખશીલ જીવવાનું હોય છે. પિતાની એબ બીજાની નજરે ન ચડે અને પિતે અનુયાયી વર્ગની નજરમાં મોટો દેખાય એવી લાલસા તે સેવતો હોય છે. આ નિર્બલતામાંથી તે અનેક જાતના આડંબરે પિતાના વાડામાં પિળે જાય છે અને સાથે સાથે ભોળા અનુયાયીવર્ગ રખે બીજી બાજુ તણાઈ જાય એ ધાસ્તીથી તે હંમેશા બીજા ધર્મપથના દેહની ખામીઓ બતાવ્યા કરે છે. પિતાના તીર્થનું મહત્ત્વ તે જ્યારે ગાય છે ત્યારે તેને બીજાઓના તીર્થોના મહત્ત્વનો ખ્યાલ નથી આવતું. એટલું જ નહિ, પણ તે બીજા ધર્મપથના તીર્થોને ઉતારી પાડતાં પણ ચૂકતે નથી. સનાતનધર્મને પંડયો કાશી અને ગયાનું મહત્ત્વ વર્ણવે ત્યારે તે કદી તેની જ પાસે આવેલ સારનાથ અને રાજગૃહનું મહત્વ નહિ વર્ણવે. ઊલટું, તે એ તીર્થોને નાસ્તિકધામ કહી ત્યાં જતા પિતાના અનુયાથીવર્ગને કશે. પાલીતાણું અને સમેતશિખરનું મહત્વ વર્ણવનાર
Page #3
--------------------------------------------------------------------------
________________
૨૪ ]
દર્શન અને ચિંતન કઈ ગરજી ગંગા અને હરિદ્વારનું મહત્વ ભાગ્યે જ સ્વીકારશે. કઈ પાદરી જેરૂસલેમની પેઠે મક્કા, મદિનાને પવિત્ર નહિ માને. એ જ રીતે એક પંથના પંડિત બીજા પંથના પિતા કરતા અતિમહત્ત્વનાં શાનું પણ મહત્વ નહિ સ્વીકારે. એટલું જ નહિ, પણ તેઓ બીજા પંથનાં શાસ્ત્રને અડવા સુધ્ધની પિતાના અનુયાથીવર્ગને મનાઈ કરશે. ક્રિયાકાંડની બાબતમાં તો કહેવું જ શું? એક પંથને પુરોહિત પિતાના અનુયાયીવર્ગને બીજા પંથમાં પ્રચલિત એવું તિલક સુધ્ધાં કરવા નહિ દે. આ ધર્મપંથનાં કલેવરની અંદરોઅંદરની સૂગ તેમ જ તકરારેએ હજારો વર્ષ થયાં પંથમાં એતિહાસિક જાદવાસ્થળી પિષી છે. ' આ રીતે એક જ ધર્મના જુદા જુદા દેહનું યુદ્ધ ચાલ્યા કરે છે. તેનું એક કારણ તે ઉપર બતાવવામાં આવ્યું જ છે અને તે એ કે તે ઉપર નભતા વર્ગની અકર્મણ્ય અને સગવડપ્રિય જિંદગી. પણ એનું બીજાં પણ એક કારણ છે, અને તે છે દરેક પંથના અનુયાયીવર્ગની મતિમંદતા તેમ જ તેજોહીનતા. જો આપણે ઈતિહાસને આધારે એમ સમજીએ કે મોટે ભાગે પંથના પિષકે માનવતાને સાંધવાને બદલે ખંડિત જ કરતા આવ્યા છે તે આપણું અનુયાયીવર્ગની એ ફરજ છે કે આપણે પોતે જ ધર્મનાં સૂત્રો હાથમાં લઈએ અને તેના વિષે સ્વતંત્ર વિચાર કરીએ. એક વાર અનુયાયીવર્ગમાંથી આવો વિચારી અને સાહસી વર્ગ બહાર પડે તે એ પંથના દેહપિષકેમાંથી પણ કોઈ એને સાથ આપનાર જરૂર મળી રહેવાને. ધર્મપંથના પિષકોમાં કોઈ યોગ્ય નથી જ હતો કે ગ્ય નથી જ સંભવતે એવું કાંઈ નથી, પણ ધીરે ધીરે દરેક પંથનું વાતાવરણ એવું અન્યોન્યાશ્રિત થઈ જાય છે કે તેમાં એક સાચ્ચે પુરહિત કે પંડિત કે ગુરુ કાંઈક ખરું કહેવા કે વર્તવા ધારે તેય તે બીજાથી ડરે છે અને બીજો ત્રીજાથી કરે છે. જેમ બધા જ લાંચિયા કામ કરતા હોય તેવે સ્ટેશન આદિ સ્થળે એકાદ બિનલાંચિયાને જીવન ગાળવું કાંઈક અધરું થઈ પડે છે તેમ પંથદેહના પિષકોમાં કોઈ યોગ્ય વ્યક્તિ વિષે બને છે. અસાધારણ શક્તિ ન હોય ત્યાં લગી પુરહિત, પંડિત કે ગુરુવર્ગમાં ઊછરેલ હોય તેવાને તેની જ કુલપરંપરાગત પ્રવૃત્તિને વિરોધ કરવાનું અગર તેમાં ઉદાર દષ્ટિબિન્દુ દાખલ કરવાનું ભારે અઘરું થઈ પડે છે. જે ધર્મ સૌને એકસરખે પ્રકાશ આપવાની અને સૌને સમાનભાવે જોવાની દૃષ્ટિ અર્પવાની શક્તિ ધરાવે છે તે જ ધર્મ પથમાં અટવાઈ અસ્તિત્વ ગુમાવી દે છે. પંથપોષક વર્ગ જયારે ધર્મનાં પ્રવચન કરે ત્યારે આખા જગતને સમભાવે જોવાની અને સૌની નિર્ભેળ સેવા કરવાની વાત કરે છે અને એ વાત પોતાનાં શાસ્ત્રોમાંથી
Page #4
--------------------------------------------------------------------------
________________
ધર્મ ક્યાં છે?
[૨૫ તારી બતાવે છે, પણ જ્યારે એમના વર્તન તરફ નજર કરીએ ત્યારે જે અસંગતિ તેમની રહેણી-કહેણ વચ્ચે હોય છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. સેવા, સંપૂર્ણ ત્યાગ અને અહિંસાને મહિમા ગાનાર તેમ જ તેના પ્રચાર માટે ભેખ લેનાર વર્ગ લોકોએ પરસે ઉતારી પેદા કરેલ પૈસા જ્યારે માત્ર પિતાની સેવા ખાતર વપરાવે છે અને તદ્દન નકામા તેમ જ બોજારૂપ થઈ પડે એવા ક્વિાકાડે, ઉત્સવો, આડંબરે અને પધરામણીઓમાં તે પૈસો ખર્ચાવી ઊલટું ધર્મકૃત્ય કર્યાને સતિષ પિષે છે, ત્યારે સમજદાર માણસનું મન કકળી-પોકારી ઊઠે છે કે આવા આડંબરે અને ધર્મને શી લેવા દેવા ?
જે આડંબરે અને પધરામણુઓમાં જ ધર્મની પ્રભાવના અને વૃદ્ધિ હિય તે ગુણકારને હિસાબે ને વધારે આડંબર કરે-કરાવે તે વધારે ધાર્મિક ગણવો જોઈએ. જે તીર્થો અને મંદિરે નિમિત્તે માત્ર ધનસંચય કરવો એ ધર્મનું એક લક્ષણ હેય તે જે પેઢી તેવું ધન વધારે એકત્ર કરે અને સાચવે તેજ વધારે ધાર્મિક ગણાવી જોઈએ. પણ બીજી બાજુ પથદેહના પોષકે જ તેથી ઊલટું કહે છે અને માને-મનાવે છે. તેઓ પોતાના વાસ્તે થતા આડંબરે સિવાય બીજાઓના આડંબરનું મહત્ત્વ કે તેનું ધાર્મિકપણું નથી ગાતા. એ જ રીતે તેઓ દુનિયાના કોઈ પણ બીજા ધર્મપથની પેઢીની પુષ્કળ દોલતને ધાર્મિક દેલત નથી ગણતા. જે આમ છે તે એ પણ ખુલ્લું છે કે બીજ પંથના પિષકે પહેલા પંથના પિષકોના આડંબર તેમ જ તેની પેઢીઓને ધાર્મિક ન ગણે. જે બન્ને એક બીજાને અધાર્મિક જ લેખે તે આપણે શું માનવું? શું બધા ધર્મપંથના આડંબરે ધાર્મિક છે કે કોઈ એક પંથના જ કે બધા જ પંથના આડંબરોને ધર્મ સાથે કશી લેવાદેવા નથી? આપણી વિવેકબુદ્ધિ જાગરિત હોય તો આપણે જરા પણ મુશ્કેલી સિવાય નક્કી કરી શકીએ કે માનવતાને ન સાંકળે, એમાં અનુસંધાન પેદા કરે એવા ગુણો ન પ્રગટાવે તેવી કોઈ પણ બાબત ધાર્મિક હોઈ જ ન શકે; એને ધર્મભાવના કહી જ ન શકાય.
અનુયાયી વર્ગમાં ઉપરની સમજ પેદા કરવી, તે સમજ ઝીલવા અને બીજાને કહેવા જેટલું નમ્ર સાહસ કેળવવું એ જ ધર્મનું શિક્ષણ છે. આ શિક્ષણ લઈએ તો આપણને સ્પષ્ટપણે જણાય કે ધર્મ કર્યો છેઆપણને એ શિક્ષણ દીવા પડે બતાવી શકે કે ધર્મ એ એના આત્મામાં છે અને તેનો આત્મા
એટલે જીવનમાં સદાચાર અને સદ્ગણી વર્તન. આ આત્મા હોય તે દેહની કિંમત છે, પણ આત્મા ન હોય તે તે દેહની મડદાથી જરાય વધારે કિંમત
Page #5
--------------------------------------------------------------------------
________________ 26 ] દર્શન અને જિતન નથી. જાતજાતના પંથે ઊભા કરેલ હોના આશરા વિના પણ ધર્મને આત્મા જીવનમાં પ્રકટી શકે અને એવા દેહોને ગમે તેટલે આશ્રય લેવા. છતાં પણ ઘણી વાર એ આત્માનું જીવન જીવી ન શકાય. ઉપરની બધી ચર્ચાને સાર એટલે જ છે કે સાધનની તંગીવાળા, અને અનેક જાતની મુશ્કેલીવાળા આ યુગમાં માનવતાને સાધવાને અને તેને જીવવાને એક જ ઉપાય છે, અને તે એ કે આપણે ધર્મની ભ્રમણ અને તેના વહેમથી જલદી મુક્તિ મેળવીએ અને અંતરમાં ધમને સાચે અર્થ સમજીએ. –શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા, સુવર્ણ મહોત્સવ અંક.