SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ કયાં છે? [ ૨૩ અંદરની લડાઈથી કેમ રંગાયેલું છે ? એ પ્રશ્ન ઉપર દરેક વિચારકનું ધ્યાન જવું ઘટે છે. નિરીક્ષણ કરનાર અને વિચાર કરનારને સ્પષ્ટ જણાશે કે દરેક પંથે જ્યારે આત્મા વિનાના મડદા જેવા થઈ કેહવા માંડે છે અને તેમાંથી ધર્મના આત્માનું નર લેપ થઈ જાય છે ત્યારે જ તેઓ સંકુચિતદષ્ટિ બની એક બીજાને વિરોધી અને દુશ્મન માનવા–મનાવવા મંડે છે. આ કોહવાણ કેવી રીતે શરૂ થાય છે અને તે કેમ વચ્ચે જાય છે એ જાણવું હેય તે બહુ ઊંડાણમાં જવું પડે તેમ નથી. શાસ્ત્ર, તીર્થો અને મંદિરે વગેરે પિતે જડ હેઈ કેઈને પકડી રાખતાં, ધકેલતાં કે આ કરવા કે તે કરવાનું કહેતાં નથી. એ પિતે જડ અને નિષ્ક્રિય હોઈ બીજા ક્રિયાશીલ દ્વારા જ પ્રેરાય છે. એવા ક્રિયાશીલ એટલે દરેક ધર્મપંથના પંડિત, ગુરુ અને ક્રિયાકાંડીઓ. જ્યારે એવા પંડિતે, ગુરુ અને ક્રિયાકાંડીઓ પિતે જાણે-અજાણે ધર્મની ભ્રમણામાં પડી જાય છે અને ધર્મના મધુર તેમ જ સરલ આશરા નીચે તેઓ વગર મહેનતિયું, સગવડિયું અને બિનજવાબદાર જીવન જીવવા લલચાય છે ત્યારે જ ધર્મપથના દેહો આત્મવિહેણ બની સડવા લાગે છે, કાહવા મંડે છે. અનુયાયી વર્ગ ભેળો હોય, અભણ હોય કે અવિવેકી હેય ત્યારે તે ધર્મને પિલવાની ભ્રમણામાં ઊલટું ધર્મદનું કેહવાણ જ પિવે છે અને આ પોષણની મુખ્ય જવાબદારી પેલા સગવડિયા પંડિત કે પુરોહિતવર્ગની હોય છે. દરેક પંથના પંડિત કે પુરોહિતવર્ગને જીવન તો સુખશીલ જીવવાનું હોય છે. પિતાની એબ બીજાની નજરે ન ચડે અને પિતે અનુયાયી વર્ગની નજરમાં મોટો દેખાય એવી લાલસા તે સેવતો હોય છે. આ નિર્બલતામાંથી તે અનેક જાતના આડંબરે પિતાના વાડામાં પિળે જાય છે અને સાથે સાથે ભોળા અનુયાયીવર્ગ રખે બીજી બાજુ તણાઈ જાય એ ધાસ્તીથી તે હંમેશા બીજા ધર્મપથના દેહની ખામીઓ બતાવ્યા કરે છે. પિતાના તીર્થનું મહત્ત્વ તે જ્યારે ગાય છે ત્યારે તેને બીજાઓના તીર્થોના મહત્ત્વનો ખ્યાલ નથી આવતું. એટલું જ નહિ, પણ તે બીજા ધર્મપથના તીર્થોને ઉતારી પાડતાં પણ ચૂકતે નથી. સનાતનધર્મને પંડયો કાશી અને ગયાનું મહત્ત્વ વર્ણવે ત્યારે તે કદી તેની જ પાસે આવેલ સારનાથ અને રાજગૃહનું મહત્વ નહિ વર્ણવે. ઊલટું, તે એ તીર્થોને નાસ્તિકધામ કહી ત્યાં જતા પિતાના અનુયાથીવર્ગને કશે. પાલીતાણું અને સમેતશિખરનું મહત્વ વર્ણવનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249156
Book TitleDharm Kya Che
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Religion
File Size92 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy