________________
ધર્મ કયાં છે?
[ પ ]
ધર્મના બે રૂપ છેએક તો નજરે ચડે તેવું અને બીજું નજરે ન. ચડે પણ માત્ર મનથી સમજી શકાય તેવું. પહેલા રૂપને ધર્મને દેહ અને બીજા રૂપને તેને આત્મા કહી શકાય.
દુનિયાના બધા ધર્મોને ઇતિહાસ કહે છે કે બધા ધર્મોને દેહ જરૂર, હોય છે. પહેલાં એ જોઈએ કે એ દેહ શાથી બને છે? દરેક નાના મોટા ધમપંથનું અવલેકન કરીએ તે આટલી બાબતે તે સર્વસાધારણ જેવી. છે –– શાસ્ત્ર, તેને ચનાર અને સમજાવનાર પંડિત કે ગુરુ, તીર્થ મંદિર આદિ. પવિત્ર લેખાતાં સ્થળો, અમુક જાતની ઉપાસના અગર ખાસ જાતના ક્રિયાકાંડા, એવાં ક્રિયાકાંડો અને ઉપાસનાઓને પિપનાર અને તે ઉપર નભનાર એક વર્ગ. સર્વ ધર્મપંથની અંદર, એક અથવા બીજે રૂપે, ઉપર જણાવેલી વસ્તુઓ મળી આવે છે અને તે જ તે તે ધર્મપંચને દેહ છે. હવે જોવું રહ્યું છે. ધર્મને આત્મા એ શું છે? આત્મા એટલે ચેતના કે જીવન. સત્ય, પ્રેમ, નિસ્વાર્થપણું, ઉદારતા અને વિવેક–વિનય આદિ સગુણ તે ધર્મને આત્મા છે. દેહ ભલે અનેક અને જુદા જુદા હેય, પણ આત્મા સર્વત્ર એક જ હોય છે. એક જ આત્મા અનેક દેહ દ્વારા વ્યક્ત થાય છે અથવા એમ કહીએ કે એક જ આત્મા અનેક દેહમાં જીવન પિષે છે, જીવન વહાવે છે.
ને જીવન અનેક દેહમાં એક જ હોય અને અનેક દેહે એ તે માત્ર જીવનને પ્રગટ થવાનું વાહન હોય તે પછી એ બધા જુદા જુદા દેહમાં, વિરોધ, તકરાર, કલેશ અને અથડામણું કેમ સંભવે, એ મુદાને પ્રશ્ન છે. એક જ શરીરના અંગ બની રહેલા અને જુદે જુદે સ્થાને બેઠવાયેલા તેમ જ જુદું જુદું કામ કરવા નિજાયેલા હાથ, પગ, પેટ, આંખ, કાન વગેરે અવયવો કાંઈ અંદરોઅંદર લડતા કે અથડાતા નથી, તે પછી એક જ ધર્મના આત્માને ધારણ કરવાને દાવો કરનાર જુદા જુદા ધર્મપંથના જુદા જુદા દેહ અંદરોઅંદર કેમ લડે છે ? એમને આ ઈતિહાસ અંદશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org