Book Title: Devvandan Mala
Author(s): Jashwantlal Girdharlal Shah
Publisher: Jashwantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 8
________________ જ્ઞાનપંચમીની કથા તેજ નજરમાં સાત કેટી સુર્વણને માલિક સિંહદાસ નામે ઉત્તમ શેઠ રહેતા હતા. તેને કર્મુરતિલકા નામની સ્ત્રીથી ગુણમંજરી નામે એક પુત્રી હતી. તે જન્મથી રાગી અને મૂંગી હતી. અનેક જાતના ઉપચાર કરવા છતાં તેની અસર થઈ નહિ. તેથી તે દુઃખ ભગવતી યુવાવસ્થાને પામી પરંતુ કોઈ તેને પરણવા તૈયાર થયું નહિ. તેથી પરિવાર સાથે તેના માબાપ દુઃખી થાય છે. એવામાં એક વાર ચાર જ્ઞાની શ્રીવિજયસેનસૂરિ નામના ગુરૂ મહારાજ ત્યાં પધાર્યા. તે વખતે પુત્ર તથા પરિવાર સાથે લઈને રાજા તેમજ પુત્રીની સાથે સિંહદાસ ગુરૂને વંદન કરવા આવ્યા. નગર લેકે પણ વંદન કરવા આવ્યા. સૌ ગ્ય સ્થાનકે બેઠા. તે વખતે ગુરૂ મહારાજે ધર્મદેશના આપવા માંડી. હે ભવ્ય પ્રાણીઓ ! નિર્વાણુને ઈચછતા જીવોએ જ્ઞાનની આરાધનામાં ઉદ્યમ કરવો જોઈએ. જે છે તે જ્ઞાનની મનથી વિરાધના કરે છે તેઓ ભવાન્તરમાં વિવેક રહિત શૂન્ય મનવાળા થાય છે. જેઓ જ્ઞાનની વચનથી વિરાધના કરે છે તેઓ મૂંગાપણું તેમજ મુખના રંગને પામે છે. તેમજ યણ વિના કાયાથી જેઓ વિરાધના કરે છે તેમના શરીરમાં દુષ્ટ કઢ વિગેરે રોગો ઉત્પન્ન થાય છે. માટે પોતાનું ભલું ઈચ્છનારે જ્ઞાનની વિરાધના કરવી નહિ.” . ગુરૂ મહારાજની ઉપર પ્રમાણેની દેશના સાંભળી સિંહદાસ શેઠે પૂછ્યું કે “હે પ્રભે! આ મારી પુત્રી ગુણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 330