Book Title: Dashvaikalik Sutram Author(s): Tattvaprabhvijay Publisher: Jinprabhsuri Granthmala View full book textPage 5
________________ સંપાદકીયમ્ દશવૈકાલિકસૂત્ર - પ્રાકૃતમાં 'દસવેયાલિય/દસકાલિયસુત્ત' માં શ્રમણ જીવનમાં મહત્વનો-આહા૨ચર્યા-અહિંસા-બ્રહ્મચર્ય અને વિહાર ચર્ચાનો 'મૂલમંત્ર' સમાન ઉપદેશ છે. શ્રુતકેવલિ શ્રી શય્યભવસ્થવિરે - [પ્રાયઃ વિક્રમપૂર્વે ૩૯૫ થી ૩૯૨ દરમિયાન] દશવૈકાલિકસૂત્ર (૭૦૦ ગ્રં.)ની રચના/નિર્મૂહણા પૂર્વોમાંથી ઉદ્ધાર કરીને કરી છે. જેનો અભ્યાસ કરીને - તેમનાં પુત્ર-શિષ્ય મનકમુનિ આત્મકલ્યાણ સાધી ગયા. અને પંચમઆરા પર્યન્ત સાધી જશે. દશવૈકાલિકસૂત્ર વ્યાખ્યા સાહિત્ય દ. વૈ. ઉપર નિર્યુક્તિ - શ્રીભદ્રબાહુ સ્વામિ, ચૂર્ણિ (૧) જિનદાસ ગણિ મહત્તર ચૂર્ણિ (૨) અગસ્ત્યસિંહ (વૃદ્ધ વિવરણ), બૃહત્કૃત્તિ શ્રી હરિભદ્રસૂરિ આ વ્યાખ્યા ગ્રંથો મૌલિક છે તેની પછી તેનાં અનુકરણરૂપે કે લઘુકરણ રૂપે વિવિધ ટીકાઓ રચાઈ છે. ૧. ચંદ્રગચ્છે શ્રી શિવપ્રભસૂરિના શ્રી તિલકાચાર્યે વિ. સં. ૧૩૦૪માં 'ભવ્યજીવોને 'શ્રુતરત્નસાગર' દ. વૈ. સુગ્રાહ્ય બને એ માટે કાવ્યમય કથાપ્રચુર વૃત્તિની રચના કરી છે તેનું સૌ પ્રથમ સંશોધન-સંપાદન શાસનસમ્રાટ્ શ્રીનેમિસૂરિજીનાં સમુદાયવર્તી શ્રી સોમચંદ્રસૂરિજીએ ૧૨-૧૨ હસ્તપ્રતોને આધારે કરેલ છે. તેનું પ્રથમ પ્રકાશન વિ. ૨૦૫૮માં થયું છે. ૨. સુમતિસૂરિ/સુમતિસાધુસૂરિએ - યાકિનીમહત્તરાસૂનુ શ્રી હરિભદ્રસૂરિજીની બૃહત્કૃત્તિનાં ઉદ્ધાર રૂપે 'લઘુવૃત્તિની રચના વિ. ૧૫૧૬ પૂર્વે કરી છે. તેનું પ્રથમ પ્રકાશન દે. લા. ફંડનાં ૧૦૩માં પુસ્તક રૂપે વિ. ૨૦૧૦ માં થયું છે. તેનું સંશોધન-સંપાદન આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરિજીનાં (૧) ઉપસંપદા પ્રાપ્ત શિષ્ય કંચનવિજય (૨) તથા પ્રશિષ્ય ક્ષેમંક૨સાગરે કર્યું છે. ૩. વિ. સં. ૧૯૯૧માં શ્રી સમયસુંદરગણિ સ્તંભતીર્થે 'શબ્દાર્થ વૃત્તિ' ની રચના કરી જેનું પ્રથમ પ્રકાશન-વિ. ૧૯૭૫માં પં. ઋદ્ધિમુનિનાં ઉપદેશથી 4Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 416