Book Title: Dashvaikalaik Sutram Author(s): Abhaychandravijay Publisher: Divyadarshan Trust View full book textPage 7
________________ દિશવૈકાલિક એટલે -પંન્યાસ મહાબોધિવિજય ૧. એક પિતાએ પોતાના સંયમી પુત્રના પરલોકને સુધારી દેવા માટે કરેલું અદ્ભુત સંકલન એટલે દશવૈકાલિક. ૨. ૪૫ આગમમાં જેનું સ્થાન મૂળ સૂત્રમાં સમાવવામાં આવેલ છે, એસૂત્ર એટલે દશવૈકાલિક. | ૩. શ્રમણજીવનમાં પ્રવેશ કરવા માટેની બારાખડી (ABCD) એટલે દશવૈકાલિક. ૪. વર્તમાનમાં દીક્ષા લીધા પછી સહુ પ્રથમ આગમસૂત્રના યોગોહન કરાવાય છે તે આગમસૂત્ર એટલે આવશ્યક + દશવૈકાલિક. II ૫. જે શાસ્ત્રના પ્રથમ ચાર અધ્યયનની અનુજ્ઞા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નૂતન સાધુની વડી દીક્ષા ન થાય તે શાસ્ત્ર એટલે દશવૈકાલિક. I ૬. જે ગ્રંથનું સર્જન થયું ત્યારથી જ શ્રમણ/શ્રમણી વર્ગમાં અત્યંત લોકપ્રિય બની ગયો. તે ગ્રંથ એટલે દશવૈકાલિક. પાંચમા આરાના છેડા સુધી જે ગણ્યા ગાંઠ્યા શાસ્ત્રો ટકવાના છે, એમાંનું એક એટલે શ્રીદશવૈકાલિક. જેના પર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણ, અનેક ટીકાઓ, અવચૂરીઓ, બાલાવબોધો તેમજ ભાવાનુવાદો રચાયા છે... તે કે મહાનશાસ્ત્ર એટલે શ્રી દશવૈકાલિક. ૯. માંગલિક પ્રતિક્રમણ કે માંગલિક પ્રસંગોમાં જેની ૫ ગાથા કે ૧e ગાથાનો પાઠ કરવામાં આવે છે તે શાસ્ત્ર એટલે દશવૈકાલિક. ૧૦.જે સૂત્રની ૧૭ ગાથાનો પાઠ કર્યા વગર કોઈપણ સાધુસાધ્વી મોઢામાં અન્નનો દાણો કે પાણીનું ટીપું નાંખતા નથી તે સૂત્ર N. એટલે દશવૈકાલિક. NI ૧૧.આજથી ૪૫૦ વર્ષ પૂર્વે મહાન જૈનચાર્યશ્રી વિજયસેનસૂરિ IIPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 240