Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ આ લેખસંગ્રહ જેમ ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવામાં પંડિતજીનાં અર્પણનું સૂચન કરે છે તેમ એ ગહનમાં ગહન વિષયનું પણ સફળતા પૂર્વક નિરૂપણ કરવાની ગુજરાતી ભાષાની ક્ષમતાનું દર્શન કરાવે છે. આ ગ્રંશે જોઈને રખે કઈ એમ માની લે કે પંડિતજીની સાહિત્યસાધના આટલામાં જ સમાઈ જાય છે. આ લખાણ ઉપરાંત પંડિતજીએ સમયે સમયે ભિન્ન ભિન્ન વિષયો ઉપર કરાવેલી પુષ્કળ ને, એમનાં સંસ્કૃત ભાષામાં લખાણો અને એમણે લખેલા પત્રને સારે એ સંગ્રહ પ્રગટ થવો હજી બાકી છે. અને પંડિતજીની ખરી સાહિત્ય સાધના તે એમણે સંપાદિત કરેલા સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે એમ છે. પંડિતજીના સામાજિક અને ધાર્મિક લેખનું મુખ્ય તત્ત્વ છે–બુદ્ધિ શુદ્ધ શ્રદ્ધાથી સમન્વિત સુસંવાદી ધાર્મિક સમાજની રચના. વ્યક્તિના વ્યક્તિગત તેમજ સામાજિક બન્ને પ્રકારનાં કાર્યોમાં સુમેળ હોવો જરૂરી છે. કેવળ પ્રવૃત્તિ કે કેવળ નિવૃત્તિ પ્રેરક સાચો ધર્મ ન થઈ શકે, પરંતુ પ્રવૃત્તિ અને નિવૃત્તિને સમન્વયે જ સાચો ધર્મ બની શકે છે. જે આંતર શુદ્ધિમાં ઉપયોગી થાય તે જ બાહ્ય આચારાની ઉપયોગિતા છે, અન્યથા નહીં. શાસ્ત્ર અને બુદ્ધિને આધારે પિતાના લેખોમાં પંડિતજીએ આ વાતનું જ વિશદ રીતે નિરૂપણ કર્યું છે. | દાર્શનિક ક્ષેત્રમાં પંડિતજીએ ભારતીય દર્શનના પ્રમાણ-પ્રેમય વિષય અંગે જે કંઈ લખ્યું છે તેથી એમનું બહુકૃતપણું પ્રગટ થવાની સાથે સાથે એમની સમન્વયદષ્ટિ અને મધ્યસ્થવૃત્તિ પણ પ્રગટ થાય છે. આ ગુણે એમનામાં કેવળ જૈન દર્શનના અધ્યયનથી જ આવ્યા છે એવું નથી, પણ ગાંધીજીના સંસર્ગમાં રહીને એમના જીવનથી જીવંત અનેકાન્તના જે પાઠ પંડિતજીએ લીધા છે તેનું પણ આ ફળ છે. એથી જ તે તેઓ નિરાગ્રહી બનીને, દાર્શનિક ભિન્ન ભિન્ન મન્તની તુલના કરીને એને સાર તટસ્થ રીતે ગ્રહણ કરી શકે છે. એ સાચું છે કે, પંડિતજીનું કાર્યક્ષેત્ર વિશેષે કરીને, જૈન ધર્મ અને જૈન દર્શન રહ્યું છે, પણ એને અર્થ એ નથી કે એમને જૈનધર્મ અને દર્શનમાં કદાગ્રહ છે; એ વાતની ખાતરી આ લેખસંગ્રહમાં દરેક લેખ કરાવી શકે એમ છે. કોઈ પણ વિષયનું પ્રતિપાદન કરવામાં પંડિતની બે ખાસ વિશેષતાઓ બધેય જોવા મળે છે. એક છે, ઐતિહાસિક દષ્ટિ અને બીજી છે, તુલનાત્મક દૃષ્ટિ. આ બે દષ્ટિઓને આધારે કઈ પણ વિષયનું પ્રતિપાદન કરીને તેઓ વાચકની સમક્ષ વસ્તુસ્થિતિ રજુ કરી દે છે. નિર્ણય ક્યારેક તેઓ આપે છે અને ક્યારેક વાચકના ઉપર મૂકી દે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 772