Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ એટલું તે નિર્વિવાદ રીતે કહી શકાય એમ છે કે હિન્દી કે અંગ્રેજીમાં દર્શનને અનુલક્ષીને ઘણું લખાયું છે, પરંતુ દાર્શનિક એક એક પ્રમેયને લઈને એનું ઐતિહાસિક દૃષ્ટિએ ક્રમિક તુલનાત્મક વિવેચન પ્રાયઃ નથી થયું. આ દિશામાં પંડિતજીએ દાર્શનિક લેબેકાનું માર્ગદર્શન કર્યું છે—એમ કહેવામાં આવે તે એ અત્યુક્તિ નહીં લેખાય. “દાર્શનિક ચિંતન” વિભાગમાંના લેખે વાચકને આ વાતની પ્રતીતિ કરાવી દેશે. - “જેનધર્મ અને દર્શન” વિભાગમાં પંડિતજીના જૈન ધર્મ અને દર્શનને કેન્દ્રમાં રાખીને લખાયેલા લેખો છે. એ લેખ જૈનધર્મના મર્મને તે પ્રગટ કરે જ છે, સાથે સાથે જેને મંતવ્યની અન્ય દર્શનેનાં મંતવ્યો સાથે તુલના પણ કરે છે. “ દાર્શનિક ચિંતન” વિભાગની વિશેષતાઓ આ લેખમાં પણ જોઈ શકાય છે. જૈનધર્મ અને દર્શનના વિષયમાં ગુજરાતીમાં બહુ ઓછું લખાયું છે, અને જે કંઈ લખાયું છે તે પણ પ્રાયઃ સાંપ્રદાયિક દૃષ્ટિએ લખાયું છે. એટલે આ લેખસંગ્રહ વાચકને નવીન દૃષ્ટિ આપશે એમાં શંકા નથી. - આ પુસ્તકમાં પંડિતજીનો ટૂંક પરિચય આપવામાં આવ્યું છે. એના ઉપરથી જ્ઞાનસાધના અને જીવનસાધના માટેના એમના પુરુષાર્થને કંઈક પરિચય મળી શકશે એમ માનીએ છીએ. આવડો મટે ગ્રંથ અમારે ટૂંક વખતમાં પૂરું કરવાનું હતું. એટલે અનેક મિત્રાની મદદ ન હેત તે આ કામ વખતસર પૂરું થયું મુશ્કેલ હતું. શ્રી. શાંતિલાલ મણિલાલ વોરા, શ્રી. અનિરુદ્ધ જસભાઈ પરીખ અને શ્રી કાંતિલાલ હશે આનાં મુદ્દે જોવામાં અને શ્રી. કિશોરચંદ્ર ગોપાળજી ઠકુરે શબ્દસૂચી તૈયાર કરવામાં મદદ કરી છે. અમદાવાદના નવપ્રભાત પ્રેસના માલિક શ્રીયુત મણિલાલ છગનલાલ શાહ અને ચંદ્રિકા પ્રેસના માલિકોએ આ ગ્રંથને વખતસર છાપી આપે છે. જાણીતા ચિત્રકાર શ્રી. શિવે આના જેકેટનું મનહર ચિત્ર બનાવી આપ્યું છે. અમે એ સૌને આભાર માનીએ છીએ. આ ગ્રંથમાંના જીવનપથ' સિવાયના બધા લેબ પૂર્વે પ્રકાશિત થઈ ચૂકેલા છે. તેથી એ બધા પ્રકાશકોને અમે હાર્દિક આભાર માનીએ છીએ. છેવટે સન્માન સમિતિને પણ અમે આભાર માનીએ છીએ કે એણે પંડિતજીનાં લખાણોનું સંકલિત રૂપે પુનર્મુદ્રણ કરીને એમને ગ્રંથસ્થ રૂપે જનતાની સમક્ષ ઉપસ્થિત કરવાનો અવસર આપો. અક્ષય તૃતીયા; છે વિ. સં. ૨૦૧૩ ઈ સંપાદકે [...] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 772