Book Title: Danopdeshmala
Author(s): Ramyarenu
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 9
________________ વિ. સં. ૨૦૪૩માં પૂજ્યશ્રીની પ્રેરણાથી વાવનિવાસી દોશી રિખવચંદત્રિભોવનદાસ પરિવાર તરફથી શ્રીભદ્રસૂરિ પાઠશાળાની સ્થાપના થઈ. જૂના ઉપાશ્રય નિર્માણનો લાભ પણ દોશી રિખવચંદભાઇ ત્રિભોવનદાસ પરિવાર તરફથી સ્વ. દોશી છોટાલાલ રિખવચંદભાઈનાં શ્રેયાર્થે લેવામાં આવ્યો છે. અમારા શ્રીસંઘની સ્થાપના બાદ પ્રથમ પર્યુષણારાધના પૂજય જયાનંદવિજયજી મહારાજે તથા વિ. સં. ૨૦૫૧માં પૂ. આ. ભ. શ્રી મુનિચંદ્રસૂરિ મ. સા.(ત્યારે પંન્યાસજી મ.) અને વિ. સં. ૨૦૧૩માં પૂ. મુનિરાજશ્રી મોક્ષેશ વિ. મ. સા. તથા પૂ. કલ્પજ્ઞ વિ.મ. સા.ને પર્યુષણારાધના માટે મોકલતાં અમારા સંઘમાં ઉત્સાહ ઓર જામ્યો. પૂ. ગુરુદેવશ્રીનાં સમગ્ર સમુદાયના અમારા શ્રીસંઘ ઉપર વર્ષ રહેલી વાત્સલ્યભરી આશિષથી અમારો શ્રીસંઘ સતત વિકાસ કરી રહ્યો છે. અનેક ગામોમાંથી પધારેલ શ્રાવક-શ્રાવિકા વર્ગ પૂર્ણમૈત્રીથી આરાધના કરી રહ્યો છે. - શ્રીસંઘની વૃદ્ધિ થતી હોવાથી ઉપાશ્રય નાનો લાગતાં નૂતન ઉપાશ્રય નિર્માણ થઈ ગયું છે જેનું નામ પણ ગુરુદેવનાં ઉપકારોની સ્મૃતિ નિમિત્તે ૐકારસૂરિ આરાધના ભવન રાખવામાં આવ્યું છે. આ માટે અમને શ્રી જશવંતપુરા જૈન સંઘનો સુંદર સહકાર મળ્યો છે તે બદલ તેમનાં આભારી છીએ. અહિં કાયમી આયંબિલભવન-પાઠશાળા તથા ૫, સાધુ-સાધ્વીજી ભગવંતોનાં પાવન પગલા-ચાતુર્માસ સ્થિરતા આદિ લાભથી બડભાગી બનેલ શ્રીસંઘ પૂ. ગુરુદેવશ્રીનો ખૂબ ખૂબ આભાર માની સવંદન પ્રાર્થના કરે છે કે આપની કૃપા-પ્રેરણાની વર્ષા સતત વર્ષ રહો.. અમારા જીવનમાં ધર્મની સુંદર હરિયાળી સર્જી મોક્ષમાર્ગનાં પથિક બનાવી મુક્તિની મંઝીલને આપો.. પ્રસ્તુત ગ્રંથ પ્રકાશનની લાભ અમને આપવા બદલ પૂ.શ્રી.નાં અમે ઋણી છીએ. ટ્રસ્ટીગણ શ્રીવર્ધમાન છે. મૂ. પૂ. સંઘ કતારગામ દરવાજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 438