________________
સંપાદકીય
पात्रे धर्मनिबन्धनं तदितरे, प्रोद्यद्दयाख्यापकम् । मित्रे प्रीतिविवर्धनं रिपुजने, वैरापहारक्षमम् ॥ भृत्ये भक्तिभरावहं नरपतौ, सन्मानसम्पादकम् । भट्टादौ च यशस्करं वितरणं न क्वाप्यहो निष्फलम् ॥
જેની અમીનજરથી વહેતી ઉપાધારામાં ઝીલવાનો અનહદ આનંદ પ્રાપ્ત થાય છે. એવા પરમોપાસનીય શ્રીશંખેશ્વર પાર્શ્વપ્રભુનાં શ્રીચરણોમાં અનંતાનંત નમન શ્રેણિ
જેઓશ્રીના શીળી છાયા સતત શાતા સમર્પી રહી છે એવા પરમારાધનીય શ્રી શાંતિનાથદાદાજીનાં શ્રીચરણોમાં અવિરત પ્રણામ પંક્તિ.... પ્રસ્તુત ગ્રંથની પ્રાપ્તિ... તથા પ્રારંભ...
પરમાત્મકૃપા અને પૂજ્યોની પરમાશિષથી શ્રી શાંતિનાથમહાકાવ્યની સ્વાધ્યાયયાત્રા પૂર્ણ થઈ અને દાનોપદેશમાલાની હસ્તપ્રતિની પધરામણી થઇ. જોકે લખાણ કામ પૂ. સા. વિરાગરસાશ્રીજી (સંસારી માસીઆઈ બહેન મ.) કરીને મોકલેલ. પણ એક જ પ્રતિ(મૂળ) બીજી પ્રતિ L.D ની ખરી પણ એ મૂળની જ કોપી... લહિયાઓની અશુદ્ધિ ખૂબ જ.... જેથી થોડી મુશ્કેલી પડે. પણ દેવગુરુકૃપા અને અનેક પૂજયોની સહાયથી આ ગ્રંથની સંશુદ્ધિનું કામ પૂર્ણ થયું... ગ્રંથની મહત્તા
રૂદ્રપલીયગચ્છનાં શ્રીદેવેન્દ્રસૂરિજી મ.ની આ કૃતિ દાનોપદેશમાલા એ ખરેખર માળા સમાન જ છે. જેમાં સુપાત્રદાનાદિ પાંચ પ્રકારનાં દાનરૂપી પંચવર્ણી પુષ્પો શોભી રહ્યા છે. પ્રાસંગિક કથાનકોની પરાગ પ્રસરી રહી છે. સમ્યજ્ઞાનની સૌરભથી સદાય સુવાસિત છે.... સુપાત્રદાનમાં સાત પ્રકારનાં સૌંદર્યની શોભા નિરાળી છે. એવી આ દાનોપદેશમાલા ખરેખર સાન્વયાર્થ નામને ભજે છે. પુષ્પની માળા તનમનનાં સંતાપ હરીને ખુશીની ખુબુ ફેલાવે છે. તેમ આ ગ્રંથ આત્માનાં અજ્ઞાનમયતાપ-સંતાપ હરીને પ્રસન્નતાની પરિમલથી આત્માને તરબતર કરી દે છે... અરે ! એથી યે આગળ કહું તો પેલી પુષ્પમાળા તો સાંજે કદાચ કરમાઈ જશે જ્યારે આ દાનોપદેશમાળા તો સદાકાળ રહેવાવાળી છે.. પદલાલિત્ય, સુગમશબ્દો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org