Book Title: Dandak Prakaran Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 11
________________ ધર્મી મનુષ્ય શરીરને અનર્થકારક અને તુક્ષુદ્ર ગણાવીને તેને કોડીની કિંમતનું બનાવી દે છે. અરેરે ! એ ખરેખર અનર્થ છે. ભગવદ્ ભજન, ધ્યાન, યોગ, ભક્તિભાવભર્યું પૂજન અને ગુરુએમ દ્વારા બ્રહ્મચર્ય બની શકતી કાયાને શું તમે પઢાવી દેવાના ? મેં કેટલાય એવા સાધકો પણ જોયા છે કે જેઓ તપસ્યાને નામે આ શરીરની એવી દુર્દશા કરી મૂકે છે કે તેમને અંતિમ પ્રાપ્તિ તો કોઇને કોઇ રોગની જ થતી હોય છે. તમારું ચેતન શરીર ચિતિભગવતીનું મંદિર છે. તેને સુંદર, સાદાં, સ્વચ્છ વસ્ત્રો અને ઉત્તમ સાત્ત્વિક ભોજન તેમ જ શુધ્ધ, ન્યાયોચિત્ત બ્રહ્મચર્ય દ્વારા સન્માનપૂર્વક રાખો. કોઇ આ શરીરને તુચ્છ કહે તો ભલે કહે, પરંતુ તમે તો એ ન ભૂલશો કે એનાથી જ મોક્ષ પ્રાપ્તિ થાય છે. તમારે જો પોતાના આરાધ્ય પરમાત્માને પ્રાપ્ત કરવા હોય, પોતાના ગુરુદેવને પ્રાપ્ત કરવા હોય, પોતાની અંતરની પ્રેમકલાને વિકસિત કરવી હોય તો પ્રથમ સ્વયંને પ્રેમ કરો, પ્રેમ દ્વારા જ તમે પરમાત્મા સુધી પહોંચી શકશો. તમે પોતાના શરીરને, શરીરની ઇંદ્રિયોને કરો છો તો ધૃણા અને ઇચ્છો છો આત્મશાંતિ ! તમને જોઇએ છે આત્મમસ્તી અને એની સાથે દુશ્મનાવટ તો એવી રાખો છો કે તે જાણે કોઇ મહાન શત્રુ હોય! તમે પહેલાં પોતાના શરીરનું જ્ઞાન મેળવી લો, તમે જો પોતાના અંતરમની પૂરેપૂરી સમજણ કેળવશો તો સમજાશે કે શરીર મિથ્યા નથી. ઉલટું એક મહાન જ્ઞાન-વિજ્ઞાનમય સુંદર મંદિર છે. જેના પ્રત્યે પ્રેમ રાખવાથી તમારો પ્રેમસ્ત્રોત અખંડ બની રહેશે. ધ્યાનમાં પ્રગટ થતી, તમારા પોતાના અંતરની જ નિત્ય નવીન મસ્તી હોય છે તે સ્વતંત્ર ણરૂપે હૃદયમાં નિવાસ કરે છે. ત્યાર પછી પ્રેમભાવના વધારો. એનો વિકાસ કરીને એને પોતાના શરીરની બહાર વહેવા દો. તમારો પ્રેમ વિષયપૂતિ અથવા સ્વાર્થપૂર્તિ કદીય ન હોય. જો એવું થશે તો તે પ્રેમ ઇશ્વરીય પ્રેમ નહીં હોય. મોહ હશે. મોહ તો મલિન છે જ. મનુષ્યને પરમેશ્વર સુધી એ પહોંચાડી શકતો નથી. પ્રેમ તો દેવાથી વધે છે, લેવાથી નહીં, પ્રેમમાં સ્વ-પરની ભાવનાઓ એ બહુ મોટું વિઘ્ન છે. પ્રેમ સમ હોવો જોઇએ. અનોખો હોવો જોઇએ. પ્રેમ પ્રાપ્ત કરવા માટે તમારામાં પ્રેમાલય સમા-શરીર વિશે ઉંડી અને શાસ્ત્રીય સમજ હોવી જરૂરી છે. એ માટે શરીરનાં તત્ત્વોનો એમના કાર્યોનો બોધ હોવો આવશ્યક છે. વળી તેમને પોતાના શરીર પ્રત્યે પવિત્ર મંત્રીપૂર્ણ અને આદરસહિતનો સ્નેહ હોવો જરૂરી છે. દેહ તો બહુ જન્મોની અનંત પ્રકારની યાત્રાના સુખદુ:ખનો સાથી છે. મિત્ર છે. આ કાયા તો સાધનાનો આધાર-મોક્ષનગરની સોપાન શ્રેણી અંતરાત્માનું એક અદ્ભુત મંદિર છે. એ શરીરરૂપી મંદિરમાં પ્રેમનો સ્વામી પરમેશ્વર અંતરની અંતર્ગત અંતરતમ થઇને નિવાસ કરે છે. માટે જેને દેહમંદિરનો-અંતરાત્માના નિવાસ સ્થાનનો બોધ થઇ ગયો હોય તે સમજદાર વિધાર્થી શરીર પ્રત્યે કુભાવ નહીં રાખે. દુષ્ટતાપૂર્ણ કે વૈમનસ્યભર્યો વ્યવહાર નહીં કરે. શરીરને નીચ કર્મોમાં પ્રયુક્ત નહીં કરે તેમ જ ભ્રષ્ટ કાર્યોમાં, કુકર્મોમાં-દુરાચારમાં કદી તેનો સમાવેશ નહીં નોતરે. કેટલાક વિદેશી લોકો શરીરને ક્લબની માફ્ટ, હોટલની માફ્ટ, સિનેમામાં દેખાડાતાં દ્રશ્યની. માફ્ટ વિલાસભૂમિ સમજીને એની પવિત્રતા નષ્ટ કરી નાખે છે. એની શક્તિને ક્ષીણ કરી નાખે છે. તેઓ શરીર પ્રત્યે ન્યાયોચિત્ત, સન્માનભર્યો વ્યવહાર નથી કરતાં, ઉલટું એનું અપમાન કરે છે એવું મારું તો માનવું છે. દુનિયામાં એવાં ઘણાંય નાદાન માણસો છે કે જેઓ પોતાના પવિત્ર શરીર પ્રત્યે દુર્બહાર આચરે છે Page 11 of 161

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 161