Book Title: Dandak Prakaran Vivechan Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 9
________________ "स्तनौ मांसग्रन्थी फनककलशावित्थुपमितौ । मुखं श्लेष्मागारं तदपि शशांकेन तुलितम् । स्त्रवन्मूत्रल्लिगं करिकरस्पधिजधनं, મુનિન્ધ રુપે ઋવિનિવિશે ૨ રુકૃતમ્ IIIT” માંસની ગાંઠો સમાન બે સ્તનોને સુવર્ણ-કલશની ઉપમા, પ્લેખના ભંડાર સમાન મુખને ચંદ્રમાની ઉપમા તથા ઝરતા એવા મૂત્ર વડે ભીંજાયેલા જઘનને હાથીની સૂંટની ઉપમા આપી છે અને એમ કરીને વારંવાર નિદનીય એવા સ્ત્રીના રૂપને તેવા પ્રકારના કવિઓએ ફોકટ વખાણ્યું છે. એની સામે, સ્ત્રીશરીર ઉપરના કૃત્રિમ મોહવિષનો નાશ કરવા માટે ઉપકારી મહાપુરૂષોએ સત્ય રૂપનું દર્શન કરાવનાર, જાગૃતિ મંત્ર સમાન, પવિત્ર વચનોનો પ્રવાહ પણ વહેતો રાખ્યો છે. તેમાંથી શરીરના વાસ્તવિક સ્વરૂપને જણાવનાર એક જ શ્લોકને અહીં ઉતારી, મનુષ્યશરીરની રચના વિષયક આ લેખને પૂર્ણવિરામ આપીશું. પાંચસો પ્રકરણોના રચયિતા, દશ પૂર્વધર શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચકમુખ્ય, પ્રસિદ્ધ શ્રી પ્રશમરતિ પ્રકરણની અંતર્ગત એક શ્લોકમાં માને છે કે ___“अशुचिकरणसामर्थ्यादाधुप्तरकारणाशुचित्वाच । ટ્રેડરયાવિભાવ: રથાને રથાને મવતિ વિવ: |ી શરીરનો અશુચિભાવ પ્રત્યેક સ્થાને ચિન્તવવા લાયક છે : કારણ કે-શરીરનું આદિ કારણ અને ઉત્તર કારણ અશુચિ રૂપ છે અને બીજા શુચિ પદાર્થોને પણ અશુચિ કરવાનું તેનામાં સામર્થ્ય છે. શરીરનું આદિ અને ઉત્તર કારણ કેવી રીતે અશુચિમય છે અને શરીરમાં બીજા શુચિ પદાર્થોને પણ અશુચિમય કરવાનું કેવી રીતે સમર્થ્ય છે, એનું સ્પષ્ટીકરણ કરતાં સ્વરચિત તત્ત્વાર્થાસ્થયમાં તે જ મહર્ષિ ક્રમાવે છે કે શરીરનું આદિ કારણ શુક્ર અન શોણિત છે. તે બન્ને અશુચિ છે. ઉત્તર કારણ આહારનો પરિણામ આદિ છે. તે પણ અત્યંત અશુચિ છે. તે આ પ્રમાણે-મુખદ્વારાએ ગ્રહણ કરાતો કવલ આહાર ગ્રહણ થતાંની. સાથે જ શ્લેખાશયને પ્રાપ્ત થાય છે. ગ્લેખાશયને પ્રાપ્ત થતાની સાથે તે આહાર દ્રવીભૂત પ્રવાહી રૂપ બની જાય છે અને પ્રવાહી રૂપ બનેલો એ આહારનો પરિણામ અત્યંત અશુચિ હોય છે.' ત્યાર બાદ, પિત્તાશયને પામીને તે આહાર પકાય છે. પકાતો તે ખાટા રસ જેવો બની જાય છે અને તે પણ અત્યંત અશુચિ જ હોય છે. પકાએલો તે આહાર વાસ્વાશયને પામીને વાયુ વડે બે વિભાગવાળો કરાય છે : ખલરૂપ અને રસરૂપ અને એ બંને પૃથક પૃથક વહેંચાઇ જાય છે. ખલવિભાગથી મૂત્રવિષ્ટાદિ મલો ઉત્પન્ન થાય છે અને રસવિભાગથી અનુક્રમે શોણિત, શોણિતથી માંસ, માંસથી મેદ, મેદથી હાડકાં, હાડકાંથી મજ્જા અને મજ્જાથી શુક્ર બને છે. એ રીતે પ્લેખથી માંડીને શુક્ર સુધીના સઘળા પદાર્થો અત્યંત અશુચિ હોય છે. શરીરનું આદિ કારણ અને ઉત્તર કારણ જેમ અશુચિ છે, તેમ શરીર એ અશુચિનું જ ભાજન છે : કારણ કે-શરીરના પ્રત્યેક અંગ, કાન, નાક, આંખ, દાંત, મલ, પ્રસ્વેદ, ગ્લેખ, પિત્ત, મૂત્ર, વીષ્ટા, એ અશુચિના જ ઢગસ્વરૂપ છે. શરીર, એ જેમ અશુચિનું ભાજન છે, તેમ અશુચિનું ઉદભવસ્થાન પણ છે : કારણ કે-કર્ણ, નાસિકાદિના મલો શરીરમાંથી જ ઉભવ પામે છે. Page 9 of 161Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 161