Book Title: Daivpurushakara Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 11
________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/પ્રસ્તાવના નિશ્ચયનય અન્યોન્ય નિરપેક્ષ એવા દેવ અને પુરુષકારને કાર્યનિષ્પત્તિ પ્રત્યે કારણ તરીકે સ્વીકારે છે, અને તેમાં યુક્તિ આપે છે કે “સાપેક્ષમસમર્થ'=જે સાપેક્ષ છે તે અસમર્થ છે. એથી કાર્ય પ્રત્યે વ્યાકૃત કુર્ઘદ્રપત્વવાળા કારણને જ કારણરૂપે સ્વીકારે છે, અન્ય કારણ વિદ્યમાન હોવા છતાં નિશ્ચયનય કારણ તરીકે સ્વીકારતો નથી. તે કથન શ્લોક-૨ થી ૪ સુધી સિદ્ધ કર્યું છે. વ્યવહારનય સામાન્યથી કાર્યમાત્ર પ્રત્યે કાર્યની સાથે હેતુની અન્વય અને વ્યતિરેકવ્યાપ્તિ દ્વારા દેવ અને પુરુષકાર બંનેને ગૌણ-મુખ્યભાવે=અનુત્કટઉત્કટભાવે, કારણરૂપે સ્વીકારે છે અર્થાત્ કોઈ કાર્ય દેવ અને પુરુષકાર એ બંનેના સહકાર વિના થતું નથી તેમ સ્વીકારે છે. તે કથન શ્લોક-૫ થી ૧૦ સુધી સિદ્ધ કર્યું અને શ્લોક-૨૫ સુધી વ્યવહારનયની ગૌણ-મુખ્યતા ત્રણ પ્રકારે છે તે બતાવ્યું. તે આ પ્રમાણે – (૧) દેવ અને પુરુષકાર વચ્ચે સહકારી-સહકાર્યરૂપે ગૌણમુખ્યતા :- શ્લોક૬માં ફળનિષ્પત્તિ પ્રત્યે દેવ અને પુરુષકારમાં અનુત્કટ હોય તે ગૌણ હોય અને ઉત્કટ હોય તે મુખ્ય હોય તેમ બતાવ્યું, અને દેવ અને પુરુષકારમાં જે અનુત્કટ હોય તે ઉત્કટને કાર્ય કરવામાં સહકારી બને છે. (૨) દેવ અને પુરુષકાર વચ્ચે બાધ્ય-બાધકરૂપે ગૌણમુખ્યતા :- શ્લોક૧૭માં કહ્યું કે દેવ અને પુરુષકારમાં, જેમ બળવાન નિર્બળને હણે છે, તે રીતે ફળનિષ્પત્તિ પ્રત્યે બંને બાધ્યબાધકરૂપે પ્રવૃત્ત છે=પરસ્પર અપેક્ષાવાળા છે, તેમાં બાધ્ય હોય તે ગૌણ છે અને બાધક હોય તે મુખ્ય છે. પૂર્વના કર્મથી વર્તમાનમાં ભાવ થાય છે–પુરુષકાર થાય છે, અને વર્તમાનના ભાવથી=પુરુષકારથી તેવું કર્મ બંધાય છે. આ રીતે પ્રવાહથી પણ દેવ અને પુરુષકારની પરસ્પર અપેક્ષા સિદ્ધ થાય છે, તેમ શ્લોક-૨પમાં કહ્યું. કેટલાક લોકો દેવના ઉત્કર્ષથી જ ફળનો ઉત્કર્ષ દેખાતો હોવાથી ‘દેવ જ ફળનો હેતુ છે, પુરુષકાર નહીં' એ પ્રકારની માન્યતા ધરાવે છે. તેનું નિરાકરણ શ્લોક-૧૧માં કર્યું. ત્યારપછી કેટલાક સાંખ્યદર્શનવાળા માને છે કે “કાર્ય પ્રત્યે દેવ જ કારણ છે પુરુષકાર આદિ નહીં' તેનું નિરાકરણ શ્લોક-૧૨ થી ૧૪ સુધી કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 154