Book Title: Chetan Grantho Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ ચિંતન-ગ્રંથ [૧૩] સાહિત્યનું પ્રકાશન એટલે પ્રાચીન સાહિત્ય જેવા રૂપમાં મળી આવે તેવા જ રૂપમાં પુસ્તક પ્રગટ કરવા એમ ન સમજવું. જે કંઈ પ્રાચીન કે અર્વાચીન સાહિત્ય પ્રગટ કરવામાં આવે તે નવા વિચારપ્રવાહથી યુક્ત હવું ઘટે અને એમ થાય તે જ તેની ઉપયોગિતા કહી શકાય. નવા વિચારપ્રવાહોથી યુક્ત એટલે ઈતિહાસને બરાબર ન્યાય આપીને તૈયાર કરવામાં આવેલું અને વર્તમાન જીવનને ઉપયોગી થઈ શકે એવી દષ્ટિવાળું પ્રમાણભૂત પ્રકાશન. અને ગ્રંથમાળા એટલે માત્ર જડ પુર્ત જ નહિ; માત્ર પુસ્તક છપાવીને પ્રગટ કર્યો જવા એટલું જ એનું કાર્યક્ષેત્ર ન હોઈ શકે. ખરી જરૂર તે ચેતન-થે તૈયાર કરવાની છે, અને અત્યારે તે એ કાર્ય જ સૌથી પ્રથમ કરવા જેવું છે. ચેતન- એટલે ગ્રંથ નહિ, ગ્રંથકાર-વિદ્વાને સમજવા. અત્યાર લગી આવા ચેતન-2થે તૈયાર કરવા માટે આપણે શું કર્યું છે એ વિચારે, અને એ તરફની ઉપેક્ષાનું પરિણામ કેવું અનિષ્ટ આવ્યું છે એ પણ વિચારે. આપણે—આપણે આ સમાજ-–અંધશ્રદ્ધાના ફૂપમાં જઈ પડ્યો છે. નવીન યુગના પ્રવાહાએ આપણી સમજણને કંઈક સતેજ કરી છે અને આપણું દર્શનશક્તિમાં વધારે કર્યો છે. તેથી આ અંધશ્રદ્ધા આપણને વધુ સમજાવા લાગી છે ખરી, છતાં એ સમજણને અનુરૂપ આપણી પ્રવૃત્તિ નથી એ દુઃખની વાત છે. માણસ –ચેતન– ––તૈયાર કરવા માટે શું કરવું ધટે એને હજીય આપણને જેઈએ તે વિચાર આવતું નથી. અત્યારની આપણું સંસ્થાઓ એવી જડતંત્ર જેવી બની ગઈ છે કે તેમાં મારા જેવાનું ઈજેકશન કારગત નથી નીવડતું. ભાવનગર અને બીજું સ્થાનોમાંની પણ સંસ્થાઓ છૂટી છૂટી રહે તે કોઈ કાર્યસાધક પરિણામ ન નિપજાવી શકે. નામથી સંસ્થાઓ ભલે જુદી જુદી હોય, પણ કાર્યની દૃષ્ટિએ તે બધી સંસ્થાઓમાં એકરસતા અને એકબીજાના પૂરક થવાની સંપૂર્ણ સહકારની ભાવના હોવી જોઈએ. ચેતનગ્ર–માણસે તૈયાર કરવા હોય તે સૌથી પ્રથમ તેની આર્થિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4