Book Title: Chetan Grantho
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249236/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચિંતન-ગ્રંથ [૧૩] સાહિત્યનું પ્રકાશન એટલે પ્રાચીન સાહિત્ય જેવા રૂપમાં મળી આવે તેવા જ રૂપમાં પુસ્તક પ્રગટ કરવા એમ ન સમજવું. જે કંઈ પ્રાચીન કે અર્વાચીન સાહિત્ય પ્રગટ કરવામાં આવે તે નવા વિચારપ્રવાહથી યુક્ત હવું ઘટે અને એમ થાય તે જ તેની ઉપયોગિતા કહી શકાય. નવા વિચારપ્રવાહોથી યુક્ત એટલે ઈતિહાસને બરાબર ન્યાય આપીને તૈયાર કરવામાં આવેલું અને વર્તમાન જીવનને ઉપયોગી થઈ શકે એવી દષ્ટિવાળું પ્રમાણભૂત પ્રકાશન. અને ગ્રંથમાળા એટલે માત્ર જડ પુર્ત જ નહિ; માત્ર પુસ્તક છપાવીને પ્રગટ કર્યો જવા એટલું જ એનું કાર્યક્ષેત્ર ન હોઈ શકે. ખરી જરૂર તે ચેતન-થે તૈયાર કરવાની છે, અને અત્યારે તે એ કાર્ય જ સૌથી પ્રથમ કરવા જેવું છે. ચેતન- એટલે ગ્રંથ નહિ, ગ્રંથકાર-વિદ્વાને સમજવા. અત્યાર લગી આવા ચેતન-2થે તૈયાર કરવા માટે આપણે શું કર્યું છે એ વિચારે, અને એ તરફની ઉપેક્ષાનું પરિણામ કેવું અનિષ્ટ આવ્યું છે એ પણ વિચારે. આપણે—આપણે આ સમાજ-–અંધશ્રદ્ધાના ફૂપમાં જઈ પડ્યો છે. નવીન યુગના પ્રવાહાએ આપણી સમજણને કંઈક સતેજ કરી છે અને આપણું દર્શનશક્તિમાં વધારે કર્યો છે. તેથી આ અંધશ્રદ્ધા આપણને વધુ સમજાવા લાગી છે ખરી, છતાં એ સમજણને અનુરૂપ આપણી પ્રવૃત્તિ નથી એ દુઃખની વાત છે. માણસ –ચેતન– ––તૈયાર કરવા માટે શું કરવું ધટે એને હજીય આપણને જેઈએ તે વિચાર આવતું નથી. અત્યારની આપણું સંસ્થાઓ એવી જડતંત્ર જેવી બની ગઈ છે કે તેમાં મારા જેવાનું ઈજેકશન કારગત નથી નીવડતું. ભાવનગર અને બીજું સ્થાનોમાંની પણ સંસ્થાઓ છૂટી છૂટી રહે તે કોઈ કાર્યસાધક પરિણામ ન નિપજાવી શકે. નામથી સંસ્થાઓ ભલે જુદી જુદી હોય, પણ કાર્યની દૃષ્ટિએ તે બધી સંસ્થાઓમાં એકરસતા અને એકબીજાના પૂરક થવાની સંપૂર્ણ સહકારની ભાવના હોવી જોઈએ. ચેતનગ્ર–માણસે તૈયાર કરવા હોય તે સૌથી પ્રથમ તેની આર્થિક Page #2 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] દન અને ચિત ભૂમિકા સારી હોવી લો. તે આર્થિક ભૂમિકા નબળી રહી. તે આ વિજ્ઞાનપ્રધાન યુગમાં સાયન્સ છોડી તત્ત્વજ્ઞાન ક્રાણુ લે? અને આપણા ક્ષેત્રમાં તે આટ્સ કૉલેજને જ ભાગ આવે છે, જે અત્યારે આર્થિક દૃષ્ટિએ નબળે! છે. હજી પણ એને આપણે નબળે જ રહેવા દઈ એ તે। તત્ત્વજ્ઞાન કે ઇન્ડાલૉજીના અભ્યાસ, જે તરફ સમાજકલ્યાણની દૃષ્ટિએ આપણી ચાહના છે, તેને ક્રાણુ અપનાવે ? માણસ છેવટે ભણે છે તે તે ગુલામ થવા માટે નહિ, પણ પતે પોતાની મેળે ઊભા રહી શકે તે માટે જ. એટલે જો તત્ત્વજ્ઞાનના કે ઇન્ડોલોજીના અભ્યાસીઓની આર્થિક ભૂમિકા સારી ન થાય તો એ ક્ષેત્રમાં પ્રથમ પુક્તિના માણસા નહિ પડવાના અને જો થડ કલાસ ( નીચી કાટીના } માણસો જ મળવાના હોય તો એવા હજારા માણસો કે એવી હજારે સંસ્થાઆથી પણ શું થઈ શકે ? Ο આ આર્થિક ભૂમિકા સારી થવાની સાથે સાથે તત્ત્વજ્ઞાત જેવા શુષ્ક લાગતા ક્ષેત્રને ખેડનારના કામનું મૂલ્યાંકન અને તેની વિદ્યાની પ્રતિષ્ઠા પણ થવી ઘટે. અત્યારે તે સ્થિતિ કેવળ અપ્રધાન દષ્ટિવાળી જ પ્રવર્તે છે. એમાં મૂલ્યાંકન કે પ્રતિષ્ઠાને જાણે અવકાશ જ નથી રહ્યા. એક સાદો દાખલો લઈ એ. તમારે કે મારે એક બહેન કે દીકરી હોય. તેની ચાગ્ય ઉંમર થતાં એ કન્યા પાતે વર પસંદ કરી શકે એવી ન હોય, અને આપણે એના માટે વરતી પસંદગી કરવાની હોય. વિજ્ઞાનશાસ્ત્રી અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી વચ્ચે વરની પસંદગી કરવાની હૈય તે પ્રતિષ્ઠા અને અર્થ અને દૃષ્ટિએ વિજ્ઞાનશાસ્ત્રીની જ પસંદગી થવાની એ નિઃશંક છે. આના અર્થ એ નથી કે તત્ત્વજ્ઞાનને આપણે નકામું ગણીએ છીએ. તત્ત્વજ્ઞાનની પણ પૂરેપૂરી જરૂરઆત આપણે સ્વીકારીએ જ છીએ. ફેર માત્ર એટલે જ કે વ્યવહારમાં તત્ત્વજ્ઞાનને જે પ્રતિષ્ઠા અને આર્થિક ભૂમિકા મળવી ઘટે તે મળી નથી. પણ હવે આ સ્થિતિ વધુ વખત નભાવવા જેવી નથી, નહિ તે પ્રથમ પંક્તિના તત્ત્વજ્ઞાનના અભ્યાસીના ક્ષેત્રમાં આપણું દેવાળું જ નીકળી જવાનું. આ માટે આપણે આપણી વિભક્ત શક્તિઓને એકત્રિત કરવી ધટે અને અત્યાર સુધી દ્રવ્ય ( એટલે ખાદ્ય વસ્તુ) ઉપર જે વજન મૂકયુ છે તેના બદલે ભાવ ઉપર વજન આપવું ઘટે. જો તાત્ત્વિક કામ ન થતું હોય તો કેવળ દ્રવ્ય ( નાણ્યું) ભેગું કરવાને શે અ છે? મને તો લાગે છે કે દરેક સંસ્થાએ દ્રવ્યની મર્યાદા રાખવી ઘટે. જો યોગ્ય માણસો નહિ હોય તો એ નાણાં શું કરી શકશે? એટલે જેટલું બને તેટલું બધું નાણું માણસાને-ચેતન-ગ્રંથોને Page #3 -------------------------------------------------------------------------- ________________ ચેતન ગ્રંથ [૭૨૧ તયાર કરવા પાછળ ખર્ચવું ઘટે અને તેથી માણસોને-ચેતન-ગ્રંથને તૈયાર કરવા તરફ આપણી દૃષ્ટિ નથી તે સ્થિતિ હવે તે શીઘ દૂર થવી જ ઘટે. આમ નહિ થાય અને જેવું સત્વહીન, દષ્ટિહીન અને બિનઉપયોગી સાહિત્ય અત્યાર લગી આપણે પ્રગટ કરતા રહ્યા છીએ એ જ પ્રવૃત્તિ જે ચાલું રહી તે સાચે જ માનજે કે હવે વખત એવો આવ્યો છે કે સામે પૈસે આપવા છતાં એવું સાહિત્ય કોઈ વાંચશે નહિ. ખરી વાત તો એ હતી કે સંશોધનની પાશ્ચાત્ય પ્રગતિની સાથે સાથે જ લાંબા સમય પહેલાં જ ઊંચા પ્રકારે સંશોધિત સાહિત્યને પ્રગટ કરવાની જરૂર હતી. તે તે ન થયું, પણ હવે મોડા મેડા પણ આપણે જાણીએ અને જૂના સાથે વર્તમાન પરિસ્થિતિને સમન્વય સાધીએ. જૈન સમાજમાં જેને અભાવ છે તે, જ્ઞાન અને જ્ઞાની પ્રત્યેની આદર અને બહુમાન કે પ્રતિષ્ઠાની વૃત્તિ બ્રાહ્મણ સમાજમાં આજે પણ જોવા મળે છે. જગદગુરુ શંકરાચાર્ય કરતાં વિશિષ્ટ પંડિતનું આસન પહેલા મૂકવામાં આવે છે, એ શું સૂચવે છે? તમે કલકત્તા યુનિવર્સિટીમાં જાઓ અને વિદ્યાની પ્રતિષ્ઠા શું એ તરત જ તમને સમજાશે. આપણે ત્યાં પ્રતિષ્ઠા શુષ્ક ક્રિયાકાંડની છે, જ્ઞાનની નથી એ કમનસીબી છે. જાણે એમ લાગે છે કે આપણે ત્યાં જીવતા માણસેને જ તે પડી ગયું છે. આ સ્થિતિ ટાળવી જ રહી, અને એ ટાળવાનો એકમાત્ર ઉપાય માણસે-ચેતન તૈયાર કરવા એ જ છે. ઈતિહાસને અર્થ આપણે માત્ર પ્રશસ્તિ જ કરીએ છીએ. એ આપણી ભૂલ છે. એમ માનવાથી કશું કામ નહિ થાય. એમાં તે સારા-ખોટા, પૂર્ણતાઅપૂર્ણતા એ બધાનો સમાવેશ થ જોઈએ. એમ કરીએ તે જ નવી ભૂલે કરતાં આપણે અટકી શકીએ અને નવસર્જનમાં જરૂરી ફાળો આપી શકીએ. વળી, ટામાં મોટું દુખ તે એ કે આપણી પાસે જે છે એને નભાવવાની આપણી વૃત્તિ, દષ્ટિક તૈયારી નથી. આપણે ત્યાં સૌને પિતાપિતાને જુદો કે જોઈએ છે અને એ માટે સૌ પિતપોતાને ગમતી રીતે નાનીમોટી સંસ્થાઓ રચવાની માયાજાળમાં ફસાયા છે. પણ ખરી રીતે તે હવે નવાં નવાં મંદિરે કરાવવાની મને વૃત્તિના બદલે સંસ્કારોપયોગી સાધને પાછળ નાણાં ખર્ચવાં ધટે. એમાંથી જ નવસર્જનને અનુકૂળ એવા માણસે–ચેતનગ્રંથે તૈયાર થઈ શકશે. આજે એ ચેતન-ગ્રંથ સમે–એટલે કે દક્ષિણામૂર્તિવાળા શ્રી. નાનાભાઈ ભટ્ટ જે–એક માણસ તે આપણા સમાજમાં બતાવે જેના નામથી ખેંચા Page #4 -------------------------------------------------------------------------- ________________ 752 ] દર્શન અને ચિંતન ઈને વિદ્યાથીઓ ચાલ્યા આવે. પિતાની આસપાસનો જ વિચાર કર્યા કરે અને બીજે બીજે સ્થળે જે વિદ્યાધામ આદર્શ રીતે ચાલતાં હોય તે તરફ ધ્યાન ન આપવું અને આપણી જુની દષ્ટિ મુજબ જ નવી નવી સંસ્થાઓ ઊભી ર્યા કરવી એ બરાબર નથી. ખરી રીતે જ્યાં જ્યાં આદર્શ વિદ્યાધામ હોય ત્યાં જઈ કામ કરી બતાવવું અને ત્યાંથી સાચી પ્રેરણા લઈ આવવી. એ વડે જ આપણું જ્ઞાનની ભૂમિકા ઊંચી થઈ શકે. આપણે ત્યાં સૂરિઓ ઘણાય છે, પણ મારે મન તો એ જ સાચા સુરિ છે કે જેઓ સાર્વજનિક સંસ્થામાં જઈ કામ કરી શકે. અંતમાં મારે એટલું જ કહેવું છે કે તમે તમારા પુત્રના સમગ્ર ભવિ. બને જેમ વિચાર કરે છે તેમ જે વિદ્યાથી હેય—વિદ્યાનો અથ હોય તેના ભવિષ્યને પણ તમારા ભાઈ તરીકે જ વિચાર કરજે. આપણે ત્યાગી ગણાતા વર્ગની ભૂમિકા ઊંચી કરવી હોય અને પછીના યુગમાં તેમની પ્રતિષ્ઠા સાચવી રાખવી હોય તે મારે તમને સૌને એક જ સંદેશ છે કે માણસે–ચેતન-ગ્રોથી જ આપણું ત્યાગીવર્ગને સ્વતઃ પ્રેરણું મળશે, અને એ રસ્તે આપોઆપ તૈયાર થવાની ફરજ પડશે. –પ્રબુદ્ધ વન, 1 નવેમ્બર 1947.