________________
ચેતન ગ્રંથ
[૭૨૧
તયાર કરવા પાછળ ખર્ચવું ઘટે અને તેથી માણસોને-ચેતન-ગ્રંથને તૈયાર કરવા તરફ આપણી દૃષ્ટિ નથી તે સ્થિતિ હવે તે શીઘ દૂર થવી જ ઘટે.
આમ નહિ થાય અને જેવું સત્વહીન, દષ્ટિહીન અને બિનઉપયોગી સાહિત્ય અત્યાર લગી આપણે પ્રગટ કરતા રહ્યા છીએ એ જ પ્રવૃત્તિ જે ચાલું રહી તે સાચે જ માનજે કે હવે વખત એવો આવ્યો છે કે સામે પૈસે આપવા છતાં એવું સાહિત્ય કોઈ વાંચશે નહિ. ખરી વાત તો એ હતી કે સંશોધનની પાશ્ચાત્ય પ્રગતિની સાથે સાથે જ લાંબા સમય પહેલાં જ ઊંચા પ્રકારે સંશોધિત સાહિત્યને પ્રગટ કરવાની જરૂર હતી. તે તે ન થયું, પણ હવે મોડા મેડા પણ આપણે જાણીએ અને જૂના સાથે વર્તમાન પરિસ્થિતિને સમન્વય સાધીએ.
જૈન સમાજમાં જેને અભાવ છે તે, જ્ઞાન અને જ્ઞાની પ્રત્યેની આદર અને બહુમાન કે પ્રતિષ્ઠાની વૃત્તિ બ્રાહ્મણ સમાજમાં આજે પણ જોવા મળે છે. જગદગુરુ શંકરાચાર્ય કરતાં વિશિષ્ટ પંડિતનું આસન પહેલા મૂકવામાં આવે છે, એ શું સૂચવે છે? તમે કલકત્તા યુનિવર્સિટીમાં જાઓ અને વિદ્યાની પ્રતિષ્ઠા શું એ તરત જ તમને સમજાશે. આપણે ત્યાં પ્રતિષ્ઠા શુષ્ક ક્રિયાકાંડની છે, જ્ઞાનની નથી એ કમનસીબી છે. જાણે એમ લાગે છે કે આપણે ત્યાં જીવતા માણસેને જ તે પડી ગયું છે. આ સ્થિતિ ટાળવી જ રહી, અને એ ટાળવાનો એકમાત્ર ઉપાય માણસે-ચેતન તૈયાર કરવા એ જ છે.
ઈતિહાસને અર્થ આપણે માત્ર પ્રશસ્તિ જ કરીએ છીએ. એ આપણી ભૂલ છે. એમ માનવાથી કશું કામ નહિ થાય. એમાં તે સારા-ખોટા, પૂર્ણતાઅપૂર્ણતા એ બધાનો સમાવેશ થ જોઈએ. એમ કરીએ તે જ નવી ભૂલે કરતાં આપણે અટકી શકીએ અને નવસર્જનમાં જરૂરી ફાળો આપી શકીએ.
વળી, ટામાં મોટું દુખ તે એ કે આપણી પાસે જે છે એને નભાવવાની આપણી વૃત્તિ, દષ્ટિક તૈયારી નથી. આપણે ત્યાં સૌને પિતાપિતાને જુદો કે જોઈએ છે અને એ માટે સૌ પિતપોતાને ગમતી રીતે નાનીમોટી સંસ્થાઓ રચવાની માયાજાળમાં ફસાયા છે. પણ ખરી રીતે તે હવે નવાં નવાં મંદિરે કરાવવાની મને વૃત્તિના બદલે સંસ્કારોપયોગી સાધને પાછળ નાણાં ખર્ચવાં ધટે. એમાંથી જ નવસર્જનને અનુકૂળ એવા માણસે–ચેતનગ્રંથે તૈયાર થઈ શકશે.
આજે એ ચેતન-ગ્રંથ સમે–એટલે કે દક્ષિણામૂર્તિવાળા શ્રી. નાનાભાઈ ભટ્ટ જે–એક માણસ તે આપણા સમાજમાં બતાવે જેના નામથી ખેંચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org