Book Title: Chaud Swapnanu Rahasya
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 10
________________ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાં મનુષ્યોનાં અંતઃકરણો એવાં નિર્મળ અને રસયુક્ત હોય છે કે જે તેમાં બીજનું વાવેતર કરવામાં આવે તો તે ફળીભૂત થયા વિના રહે નહીં. એટલા માટે ભરતક્ષેત્રમાં જન્મ હોવો એને આપણાં શાસ્ત્રોમાં પરમ સૌભાગ્યનું ચિહ્ન લેખવામાં આવ્યું છે. તેનું કારણ આથી સ્પષ્ટ થવા યોગ્ય છે. તીર્થકર જેવા ભગવાનો ખાસ કરીને આવા આર્યક્ષેત્રમાં જ જન્મ લે છે, અને પોતાની વાણનો તથા ચારિત્રનો છુટથી ભવિ જીવોને લાભ આપે છે. આજે આ ક્ષેત્રમાં તીર્થકર ભગવાન પોતે સશરીરે વિદ્યમાન નથી એ આપણું કમનશીબ છે, છતાં તેમની વાણના જે દિવ્ય અંશો આ કાળે પણ રહી ગયા છે, તેનાથી જે ભવિ જી ધારે તો પોતાનું ઈષ્ટ-સાધ્ય બિંદુ બહુ સહેલાઈથી સાધી શકે તેમ છે. આપણે સર્વેએ શ્રી તીર્થકર ભગવાન જે બોધિબીજે આ ક્ષેત્રમાં વાવતા ગયા છે, તેનો લાભ લઈ મુક્તિના માર્ગે ચાલીએ તો આપણે નરજન્મ, ભરતક્ષેત્રની પ્રાપ્તિ તથા શ્રાવકકુલમાંનો જન્મ એ સર્વ અવશ્ય સફળ થાય એમાં શક નથી. ત્રીજા સ્વમમાં માતાજી સિંહ-કેસરીનું દર્શન કરે છે. આ સિંહદર્શનનું રહસ્ય સમજાવતાં કવિવર ત્રીજી કડીમાં કહે છે ત્રીજે સ્વમે સિંહ વિકી, મદનાદિક જે હાથીજી, તેનું મન મેડીને તુજ સુત, થાશે ધરમને સાથીજી; ભવિ પ્રાણુંજી રે. (૩) થતું તીર્થકર ભગવાન મદનાદિ અરિને હણવામાં સિંહ સમાન થશે. જેવી રીતે અરણ્યમાં સ્વછંદતાથી વિચરતા મદોન્મત્ત હાથીઓના કુંભસ્થળને કેસરી સિહ એક પલકમાં અનાયાસે ભેદી શકે છે, છે તેવી રીતે તમારો આ પુત્ર મદનરૂપી હસ્તીને પરાસ્ત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28