Book Title: Chaud Swapnanu Rahasya
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 22
________________ (૧૫) બારમાં સ્વમનું દેવવિમાન સૂચવે છે કે – ચાર નિકાયના દેવ મળીને, નમસ્કારે સન્માનજી, બારમે સ્વમે માજી દેખે, સંદર દેવવિમાને છે; સુણે ભવિ પ્રાણજી રે. (૧૨) ક - - ni - + *, ઈ : - R : હારિક IBE તી , થંકર ભગવાનની માતાજી બારમા સ્વમમાં એક દેવવિમાન સ્વર્ગમાંથી પોતાની તરફ ચાલ્યું આવતું નિરખે છે. આ સુંદર-રમણીય દેવવિમાનના આગમનનો હેતુ સ્પષ્ટ કરતાં કવિ કહે છે કે ચાર નિકાયના દેવો નમસ્કાર તથા ભક્તિભાવનાથી તમારા પુત્રને સન્માનશે, એમ આ દેવવિમાનનું “અવતરણ સૂચિત કરે છે.” ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી તથા વૈમાનિક એ પ્રમાણે ચાર નિકાયના દેવો આવીને તીર્થંકર પ્રભુને પૂજશે. એટલો સંદેશો આ દેવવિમાન માતાજીને પહોંચાડે છે, અને તે પ્રભુના જન્મ પછી અનેક પ્રસંગે આપણે ખરો પડતો તેમના જીવનચરિત્રમાં અનુભવીએ છીએ. પ્રત્યેક મહોત્સવ પ્રસંગે દેવતાઓ આવીને દેવોચિત કર્તવ્યો કરી ચાલ્યા જવાનાં દૃષ્ટાંતોથી તીર્થંકર પ્રભુનાં જીવનચરિત્રો એવાં તો સુપ્રસિદ્ધ છે કે દેવતાઓનું તીર્થકરો પ્રત્યેનું બહુમાન સ્પષ્ટ કરવાનો અમે આ સ્થળે પ્રયત્ન કરતા નથી. દેવતાઓ જેમનું આટલું આટલું માન સાચવે તેમના પ્રત્યે જનસમાજના–ભવિ જીવનાં મસ્તિષ્કો ભક્તિભાવથી નમે, એમાં કાંઈ આશ્ચર્ય નથી. આપણે પણ આ પ્રસંગે તીર્થંકર પ્રભુને ઉદ્દેશીને સાચા અંતઃકરણથી પ્રભુના પાદપદ્મમાં ત્રિકરણુયોગે પ્રણતિપરંપરા સમાપીશું તો તે પ્રાસંગિક થઈ પડશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28