________________
( ૧૦ )
તથા પરમાત્માની નિર્મળ વાણીનું અનુમાન કલ્પનાથી કે બુદ્ધિથી થઈ શકે તેમ નથી; માટે એ સંબંધી વિવેચન કરવાને બદલે આપણે સર્વે એ દૈવી દેશ્ય પ્રત્યક્ષ નિહાળવાની તથા ભગવાનની અમૃતમયી દેશના સાંભળવાની ઉત્કટ ભાવનાપૂર્વક જ હાલમાં તો વિરમીશું.
ચૌદમું નિર્ધમ અગ્નિનું સ્વમ બહુ ગંભીર આશય રજુ કરે છે. કવિવર તેનો અર્થ સ્ક્રુટ કરતાં વધે છે કેઃ—
ભવિક મનમાં કનક શુધમાણુજી થાશે સુત કરનારાજી, ચૌદમે સ્વમે નિર્ધમ અગ્નિ, માતા જીવા સુવિચારેજી; સુણા ભવિ પ્રાણીજી રે. (૧૪)
નિ
ધૃમ અગ્નિ એટલે ધુમાડા વિનાનો અગ્નિ આ પ્રકારનો સ્વચ્છ—જાજવલ્યમાન–વલંત-પ્રેાજવલ અગ્નિ માતાજીને કહે છે કેઃ—“હું જેવી રીતે મારા નિજ સામર્થ્યથી તાપથી ગમે તેવા મિલન સુવર્ણને સ્વચ્છ બનાવું છું, અને સુવર્ણને તેજસ્વી બનાવું છું, તેવી રીતે તમારો પુત્ર જગતના ભવ્ય જીવોનાં અંતઃકરણમાં રહેલી મલિનતાને દૂર કરી તેમના આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપમાં આણશે.” આ કનકશુદ્ધિનું દૃષ્ટાંત મહુ વિચારણીય છે. કનકની સાથે અશુદ્ધિ-મલિનતા ક્યારે મળી તે જેમ કોઈ જાણતું નથી, તેમ આત્માને કર્મનો લેપ ક્યારથી થયો, એ વાત પણ કોઈ કહેવાને સમર્થ નથી. પ્રયત્નથી જેમ કનકની મલિનતા નિવારી શકાય છે અને તેને તેના શુદ્ધ સ્વરૂપમાં મૂકી શકાય છે, તેવી જ રીતે સંસારના રાગ-દ્વેષાદ્ઘિ પ્રપંચોમાં રચીપચી રહેલો આત્મા પણ દાન, તપ, જ્ઞાન, ક્રિયા આદિ ઉપાયોથી સ્વચ્છ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org