Book Title: Buddhisagarsuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 4
________________ શ્રમણભગવંતો-૨ ૧૭ નરેશ, ઈડરનરેશ, વડાનરેશ આદિ અનેક રાજરાજેશ્વરેએ શિકાર, માંસાહાર, વ્યસને, જુગાર આદિને ત્યાગ કર્યો હતે. પૂજ્યશ્રીની પંડિતાઈનો પ્રભાવ ગુજરાતની સીમા પાર છેક બનારસ સુધી પહોંચ્યું હતું. ત્યાંના મહાવૈયાકરણીઓ અને નિયાયિકોએ તેઓશ્રીને “શાસ્ત્રવિશારદની માનદ પદવી આપી હતી. સં. ૧૯૭૦ના મહા સુદ પૂર્ણિમાને દિવસે પેથાપુર નગરના આંગણે ભારતભરના શ્રીસ એ એકત્રિત થઈને પૂજ્યશ્રીને મહામહોત્સવ પૂર્વક આચાર્યપદે આરૂઢ કર્યા હતા. સૌએ આ પ્રસંગને ખૂબ લાભ લીધું હતું. ' પૂજ્યશ્રી યોગશાસ્ત્રના પરમ જ્ઞાતા હતા. એક વાર મનુભાઈ દીવાન, ડે. સુમનભાઈ વગેરે દર્શનાર્થે આવ્યા, ત્યારે પ્રાણોને બ્રહ્મરન્દ્રમાં સ્થાપી, શ્વાસોશ્વાસને રેકી, સ્થિર થયા ત્યારે સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. તેઓશ્રી જીવનમાં વેગને મહત્ત્વનું સ્થાન આપતા હતા. પૂજ્યશ્રીએ પાલીતાણામાં પાઠશાળાને આરંભ કરાવ્યો ત્યારે એ વિશે બહુ ઊજળી આશાઓ ન હતી, પરંતુ એમાયે તેઓશ્રીની અસીમ શ્રદ્ધા અને અવિરામ પુરુષાર્થ પરિણામકારી નીવડ્યાં. ગુણાનુરાગી ગુરુભક્ત ત્રિપુટી-લલ્લુભાઈ કરમચંદ, જીવણચંદ ધરમચંદ, કેશરીચંદ ભાણાભાઈએ પ્રેરણામૃતનાં પાન કર્યા અને એ નાનકડું બીજ મહાન વટવૃક્ષ રૂપે “શ્રી યશોવિજ્યજી જૈન ગુરુકુળ” બની રહ્યું. એવી જ રીતે, અમદાવાદમાં ગુણાનુરાગી ગુરુભક્ત શ્રી લલ્લુભાઈ રાયજીભાઈએ પૂ. ગુરુદેવની પ્રેરણાથી “શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન બોર્ડિંગ” અને વડોદરામાં શ્રી દશાશ્રીમાળી જૈન બોર્ડિંગ” સ્થાપી. તે પણ આજે સુંદર પ્રગતિ કરી રહી છે) પૂ. ગુરુદેવશ્રીના પાવનકારી હસ્તે અનેક પ્રાચીન તેમ જ નવનિર્મિત જિનાલની પ્રાણ-પ્રતિષ્ઠાઓ, ઉદ્યાપન મહોત્સ, ઉપધાન તપ, છ'રી પાલિત સંઘ, જ્ઞાનમંદિરની સ્થાપનાઓ આદિ સુંદર શાસનપ્રભાવનાનાં કાર્યો થયાં. પરંતુ સં. ૧૯૮૧ના વર્ષમાં, ૨૪ વર્ષને ભરપૂર અને વિવિધ કાર્યોથી સમૃદ્ધિને વરેલા દીક્ષા પર્યાય પૂરો થયો. જેઠ વદ ૩ ને દિવસે મહુડીથી વિહાર કરીને વિજાપુર વિદ્યાશાળા ઉપાશ્રયે પધાર્યા. “ઝ અ મટ્ટાણીને અજપાજાપ ચાલુ છે. પૂજ્યશ્રીને ભવિષ્યનું દર્શન થઈ ચૂકયું હોય તેમ આસપાસ જોયું. સર્વ શિખ્યસમુદાય હાજર હતા. પ્રસન્નતાપૂર્વક નયને મીંચ્યાં અને સમાધિસ્થ થયા. સૌ સ્વપ્ન જોતાં હોય તેમ જોઈ રહ્યા. પૂજ્યપાદ આચાર્યશ્રી મહાપ્રયાણ કરી ચૂક્યા હતા. એ જોતાં જ સૌની આંખમાંથી અશ્રુધારાઓ ચાલી. જીવનની અંતિમ ક્ષણ સુધી જ્ઞાનતિને અખંડ પ્રકાશિત રાખનાર આ મહાત્માએ ત્રણ દિવસ પહેલાં તે એકીસાથે ર૭ પુસ્તક પ્રેસમાં મોકલ્યાં હતાં. નશ્વર દેહ પર પણ એવી જ દીપ્તિ પ્રકાશતી હતી. પૂજ્યશ્રીના સ્વર્ગગમનના સમાચાર વીજળી વેગે ગામેગામ અને નગરે નગર પહોંચી ગયા. ૫૦-૫૦ માઈલના અંતરેથી લાખો ભાવિકે ઊમટી પડ્યા. વિજાપુર માનવમહેરામણથી છવાઈ ગયું. જેઠ વદ ૪ને દિવસે ભવ્ય સ્મશાનયાત્રા નીકળી. “જ્ય નંદા, જય જ્ય ભદ્રાના જયકારથી ગગન છવાઈ ગયું. લાખો આખે અશ્રુધારા વહાવતી રહી અને પૂજ્યપાદ ગુરુદેવને ક્ષર દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું. માત્ર એકાવન વર્ષના આયુષ્યમાં ભવ્યતમ સાધના, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5