Page #1
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શાસનપ્રભાવક શ્રી ઘંટાકર્ણ મહાવીર મહુડી તીર્થના સ્થાપક પ્રકાંડ પ્રબંધમૂર્તિ પરમ યોગનિષ; સમથે વાદવીર; વિશાળ ગ્રંથરાશિના કર્તા શાસ્ત્ર વિશારદની પદવી પ્રાપ્ત કરનારપૂર્વ ધરો
સમી શાસનપ્રભાવના કરનાર પૂ. આચાર્યપ્રવરશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ
ચારે બાજુ અંધશ્રદ્ધાને ગાઢ અંધકાર છવાયે હતે. ભૂત-પ્રેતના ઓછાયા નીચે ભુવાઓ ફૂલ્યાફાલ્યા હતા. ઢાંગધતી ગે. માઝા મૂકી હતી. (અંધશ્રદ્ધા અને અજ્ઞાનને વશ થઈ અસંખ્ય લોકે એમાં ફસાઈને ત્રાસ ભોગવી રહ્યાં હતાં. એવી વિષમ અને અસહ્ય સ્થિતિમાં પ્રાણીમાત્રના કલ્યાણની કામના વાંછતા એક ધર્મ પુરુષનું દિલ દ્રવી ઊડ્યું અને આ લોકોને ઉદ્ધાર કરવા અને તલસી રહ્યું. તેમના હૃદયમાં એક તિનો પ્રાદુર્ભાવ થયે અને દિશાશૂન્ય લેકેને એક સાચાદિવ્ય પીડારહિત માર્ગ મળે. એ ધર્મપુરુષ હતા યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ અને એ દિવ્ય જ્યતિ એટલે મહુડી (મધુપુરી)માં પૂજ્યશ્રીએ સ્થાપેલ શ્રી અરિહંત પરમાત્માના અનન્ય ઉપાસક, શાસનરક્ષક, પરોપકારસિક યક્ષરાજ શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ. આજે આ શાસનરક્ષક શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવને મહિમા એટલો પ્રભાવક અને વ્યાપક બન્યું છે કે ઠેર ઠેર તેમની મૂતિઓ પધરાવવામાં આવે છે.)
શીલ, સંસ્કાર અને સુવિશુદ્ધ સંયમની સૌરભથી સદા સુરભિત ગુણિયલ ગુર્જરદેશની શસ્યશ્યામલા રત્નગર્ભ ભૂમિ પર એક દિવસ એક તેજપુંજ પ્રગટો. એ ભૂમિ તે સુરમ્ય આમ્રઘટાઓ વચ્ચે શુભતાં પ્રાચીન જૈન ઉત્તગ જિનાલયે વડે શેભતી વિજાપુર (વિદ્યાપુર) નગરી; અને દિવસ તે વિ.સં. ૧૯૩૦ના મહા માસને કૃષ્ણ પક્ષની ચતુર્દશીનો ધન્ય દિવસ. તે ધન્ય દિવસે પાટીદાર રાતિના અગ્રગણ્ય શ્રી શિવાભાઈ પટેલની શીલવતી ભાર્યા અંબાબહેનની રત્નકક્ષાએ તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. ઝગમગતું ભવ્ય લલાટ, પ્રેમસાગર સમાં નયન, પ્રભાવશાળી મુખારવિંદ અને સસ્મિત ચહેરે આબાલવૃદ્ધ સૌને આકર્ષી રહ્યો. ફેઈએ નામ પાડયું બહેચરદાસ. શૈશવકાળથી બાળકમાં મહાત્માનાં લક્ષણો દષ્ટિગોચર થતાં હતાં. એક વાર, નાનકડા બહેચરને ઝાડની ડાળીએ ઝેળી બાંધીને સુવડાળે હતો, ત્યાં ઉપર માટે સાપ આવીને બેઠે. સૌ હતપ્રભ થઈ ગયાં, પ્રાર્થના કરવા લાગ્યાં. એટલામાં સાપ આપોઆપ ધીમે ધીમે સરકીને ચાલ્યો ગયે. આ વાત સાંભળી એક મહત્માએ ભવિષ્યવાણી ભાખી કે, “ચ વ ત ચોની હો ” અને બાળક બહેચરે મોટા થતાં એવાં લક્ષણે બતાવવા પણ માંડ્યાં. બહેચર ભણવામાં અને રમત-ગમતમાં અગ્રેસર રહેવા લાગ્યો. ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી આદિ ભાષાઓ સારી રીતે શીખીને પાંચ ધોરણ સુધી તે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. એવામાં એક ચમત્કારી બનાવ બન્યા ત્યાગ, તપ અને સંયમની સાક્ષાત્ મૂતિ સમાં બે સંતપુરુષે સંસારને પાવન કરતાં કરતાં ગામની બહાર સ્થડિલ-ભૂમિએ જઈ રહ્યા હતા, ત્યાં અલમસ્ત બે ભેંશે લડી રહી હતી. બહેચરને થયું કે આ ભેંશે મહાત્માઓને અડફેટે
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
શમણુભગવંતા-૨
૧૨૫
લેશે તે અનર્થ થઈ જશે. એટલે તેણે લાકડી ફટકારી ભેંશોને દૂર કરી, ત્યારે સંતના શબ્દ સંભળાયા : “હે વત્સ ! આ જીવ અબેલ કહેવાય. એને શા માટે પીડા કરે છે? કઈ પણ જીવને પીડા કરવી એ મહાપાય છે. અહિંસા પરમ ધર્મ છેમહાત્માની રાણમાં સત્ય, સંયમ અને અહિંસાને રણકાર હતો. તેની બહેચરના હૃદય પર ચમત્કારિક અસર થઈ તક્ષણે જ તેનું દિલ દ્રવી ઊડ્યું. એના અંતરમાં પ્રકાશ ઝળાં ઝળાં થશે. તેના મે મે ગીત ગુંજી રહ્યું : “જેના રેમ રમથી ત્યાગ ને સંયમની વિલસે ધારા...ધન ધન એ જિન અણગારા..” આમ, તેમના પૂર્વભવના સુષુપ્ત સંસ્કારો જાગૃત થયા; બધાય ભ્રમ ભાંગી ગયા; કર્મનાં કાળાંધમ્બ જાળાએ વિખેરાયાં; સત્ય ઝળહળી ઊયું પ્રકાશના એક જ કિરણે આત્માના અનાદિ કાળનાં અંધારાને ઉલેચી નાખ્યાં. બહેચરને કઈ આગમ–અગોચર પંથે પ્રયાણ કરવાના સંકેત સાંપડી ચૂક્યા !
એવામાં મિત્ર પાસેથી ધાર્મિક અભ્યાસની વાત સાંભળી પાઠશાળાએ જવાનું શરૂ કર્યું. નમસ્કાર મહામંત્ર વિધિપૂર્વક વિનયસહ ગુરુ પાસેથી ગ્રહણ કર્યો મુખપાઠ કર્યો. રાત્રિભોજન અને કંદમૂળને ત્યાગ કર્યો. જોતજોતામાં પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અને કર્મગ્રંથને સંગીન અભ્યાસ પૂર્ણ કર્યો. અર્થ–ભાવાર્થ–પરમાર્થનું પરિશીલન કર્યું. હજી પણ વધુ અધ્યયનની ઝંખના જાગી. ગુજરાતના કાશી સમા જ્ઞાનતીર્થ મહેસાણામાં “શ્રી યશોવિજ્યજી જેન-સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળામાં પ્રવેશ મેળવ્યું અને ત્યાં જ જૈનદર્શનનું ઉત્તમ અને તલસ્પર્શી અશ્યન કર્યું. ન ભૂતો ન ભવિષ્યતિ એવી શ્રી સર્વજ્ઞ જિનેશ્વરભગવંત ભાષિત પારમાર્થિક પદાર્થોનું અધ્યયન કરતાં કરતાં તો બહેચરનું મન શ્રદ્ધાથી નાચી ઊઠયું. સતત પરિશીલન, એકાગ્રતા, જ્ઞાનપિપાસા, સાધના અને સતત પુરુષાર્થથી તેણે ધાર્મિક અભ્યાસ પૂરો કર્યો. આ તેજસ્વી શક્તિ-સમજણને પારખીને સંસ્થાના સંચાલકોએ તેને ગામોગામ ચાલતી પાઠશાળાના પરીક્ષક તરીકે મોકલ્યું. પરંતુ એનાથી તેને પૂરતા સંતોષ ન થયો. તેનું મન તે આનાથી પણ ઊંચેરી પ્રવજ્યા માટે પ્રયાણ કરવા ઝંખતું હતું. અભ્યાસની તેજસ્વિતા એટલી હતી કે ધાર્મિક વાદવિવાદમાં બહેચરદાસને કઈ પહોંચી શકતું નહીં. એક વાર એક પાદરી મટી સભા વચ્ચે સ્વધર્મની મહત્તા અને પરધર્મનું ખંડન કરી રહ્યો હતો; બહેચરદાસે આગળ આવીને જૈન ધર્મની મહત્તા સ્થાપીને સૌને દિમૂઢ કરી દીધા હતા અને પ્રત્યુત્તર આપવાને અસમર્થ પાદરી ગંજાવર સભા છોડી ચાલી ગયું હતું. સમકિતદાયક ગુતા , પરચુવયાર ન થાય. સમકિતદાતા ગુરુદેવશ્રીના ઉપકારને બદલે કટિ કેટિ ઉપાયથી પણ વાળી શકાતો નથી. સચ્ચારિત્રચૂડામણિ પૂજ્યપ્રવર શ્રી રવિસાગરજી મહારાજ મહેસાણા નગરમાં વૃદ્ધાવસ્થાને કારણે સ્થિરતા કરે છે. બહેચરભાઈને પૂજ્યવરની સેવા કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થાય છે. પૂ. ગુરુદેવ કાળધર્મ પામવાથી બહેચરભાઈને એક યતિશ્રીના જ્ઞાનને લાભ મળે છે અને ત્યારથી બહેચરભાઈને સંયમ સ્વીકારવાની ભાવના થાય છે. એવામાં તપસ્વીરત્ન મુનિવર્ય શ્રી સુખસાગરજી મહારાજ પાલનપુરમાં બિરાજમાન હતા. બહેચરભાઈ ત્યાં પહોંચી ગયા અને દીક્ષા લેવાની ભાવના દર્શાવી, સં. ૧૯૫૭ના માગશર સુદ ને શુભ
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શાસનપ્રભાવક
દિવસે મહામહોત્સવ પૂર્વક દીક્ષા ગ્રહણ કરી. યથાનામણ બુદ્ધિના મહાસાગર અન્યા. વડી દીક્ષાના મેગેન્દ્વહન કરી, પાંચ મહાવ્રત તથા રાત્રિભોજન વિરમણવ્રત ઉચ્ચયૅ. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં પ્રથમ ચાતુર્માંસ સુરત પધાર્યા. ત્યાં પણ ખ્રિસ્તી ધર્મના પ્રચારકો જૈનધમ ના પ્રત્યે વિષવમન કરતા હતા. મુનિવરથી આ સહન ન થયું. તેએશ્રીએ આહ્વાન આપ્યુ કે જાહેરમાં શાસ્ત્રાર્થ કરવા નિમંત્રણ છે. પરંતુ કેાઈ આવ્યું નહીં. ત્યાર પછી પૂજ્યશ્રીએ કલમ ઉપાડી. એક પછી એક લખાણ પ્રગટ કરતા રહ્યા. કોઈ પણ જાતની તીખાશ કે કડવાશ વિના, પૂરતી સૌજન્યશીલ વાણીમાં જૈનધર્મની પ્રસ્થાપના કરતા રહ્યા. પ્રથમ ગ્રંથનું નામ હતુ જૈનધર્મી ખ્રિસ્તીધમ ના મુકાખલેો. ’· જૈન ખ્રિસ્તી સંવાદ.' પરિણામે, ચાવીસ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાય દરમિયાન પૂજ્યશ્રી આવા મુકાબલા માટે હંમેશાં અજેય પુરવાર થયા.
પુજ્યશ્રી યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ અને અષ્ટાંગ યેગની સહજભાવે સાધના કરી પારગત બન્યા હતા. કલાકોના કલાક સુધી સહજ સમાધિભાવમાં અડાલ રહેતા, અપૂર્વ આધ્યાત્મિક એજસવંત લેકેત્તર શક્તિને પ્રભાવે અનેક દૈવી શક્તિએ આકર્ષાઈ ને પૂજ્યશ્રીની સેવામાં ઉપસ્થિત રહેવા લાગી. પાતાની પ્રતિભા, પ્રજ્ઞા અને પુરુષાની શક્તિ દ્વારા પૂજ્યશ્રી સમાજ અને શાસનપ્રભાવનામાં સતત કાશીલ રહેવા લાગ્યા. તે સમયમાં ચામેર અંધશ્રદ્ધા, વહેમ, શકા અને અજ્ઞાનતાનાં અંધારાં છવાઈ ગયાં હતાં. ભૂત, પ્રેત અને ભૂવાઓનુ સામ્રાજ્ય વ્યાપી ગયું હતું. આવી દયનીય સમાજ સ્થિતિથી લાકે ત્રાસી ગયાં હતાં. કોઈ ઉદ્ધારક નરશાર્દૂલ જન્મે એની રાહ જોતાં હતાં. એવે સમયે મહુડીમાં શ્રી પદ્મપ્રભુજીના નૂતન જિનાન્દ્વયના સાનિધ્યમાં, શ્રી અહિંત પરમાત્માના અનન્ય ઉપાસક, સભ્યષ્ટિ શાસનરક્ષક, પરોપકારરસિક યક્ષરાજ શ્રી ઘંટાકણુ મહાવીરદેવની પ્રભાવક મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને ભ્રષ્ટ થતી જતી પ્રજાનું ધર્મ, શ્રદ્ધા અને આચારથી રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી. પરંતુ એ સમયે સંપ્રદાયમાં પણ અનેક વાદિવવાદ પેદા થયા હતા અને ફાલ્યાફૂલ્યા હતા. નાના નાના વાડા ઊભા થતા જતા હતા. પૂજ્યશ્રીને પાતાનાં કાર્યમાં સહાય કરે એવા વગ અલ્પ હતેા. તેમ છતાં, તેએશ્રી પાતાના નિણ યામાં અડગ રહ્યા અને સામાજિક નવાત્થાનનાં કાર્યો કરતા રહ્યા.
પૂજ્યશ્રીનું બીજું મહત્ત્વનું પ્રદાન ગ્રં’થરચનાનુ છે, તેમણે એક પછી એક એમ એકસા આઠથી અધિક ગ્રંથો પ્રગટ કરીને ધમ યૈાતને ઝળહળતી રાખી. અનેક ભાવિકાનાં અંતરમાં જ્ઞાનયેતના પ્રકાશ પ્રસા. સ્થાનકમાગી` સોંપ્રદાયના શ્રી અમીષિ જેવા મુનિઓ આ ગ્રંથાના પ્રભાવથી પૂ. શ્રી બુદ્ધિસાગરજી મહારાજના શિષ્ય બન્યા અને શ્રી અજિતસાગરજી મહારાજ બન્યા. પૂજ્યશ્રીનાં સમાજસેવાનાં કાર્યો અને ગ્રંથપ્રકાશનાથી પ્રભાવિત થયેલા અનેક રાજરાજેશ્વરે તેમના દર્શનને ઝંખતા; દન પામી તૃપ્તિ અનુભવતા. સાક્ષરો સમાધાન પામતા, સમાજસેવકા પ્રેરણા પામીને બ્યશીલ બનતા. વડાદરાનરેશ શ્રી સયાજીરાવ ગાયકવાડની વિજ્ઞપ્તિથી પૂજ્યશ્રીએ રાજમહેલમાં પધારી કરેલા પ્રવચનથી મહારાજ ખૂબ પ્રભાવિત થયા હતા. અને વિજયાદશમીને દિવસે થતી પાડાની હિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. માણસાનરેશ, પેથાપુર
2010_04
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંતો-૨
૧૭
નરેશ, ઈડરનરેશ, વડાનરેશ આદિ અનેક રાજરાજેશ્વરેએ શિકાર, માંસાહાર, વ્યસને, જુગાર આદિને ત્યાગ કર્યો હતે. પૂજ્યશ્રીની પંડિતાઈનો પ્રભાવ ગુજરાતની સીમા પાર છેક બનારસ સુધી પહોંચ્યું હતું. ત્યાંના મહાવૈયાકરણીઓ અને નિયાયિકોએ તેઓશ્રીને “શાસ્ત્રવિશારદની માનદ પદવી આપી હતી. સં. ૧૯૭૦ના મહા સુદ પૂર્ણિમાને દિવસે પેથાપુર નગરના આંગણે ભારતભરના શ્રીસ એ એકત્રિત થઈને પૂજ્યશ્રીને મહામહોત્સવ પૂર્વક આચાર્યપદે આરૂઢ કર્યા હતા. સૌએ આ પ્રસંગને ખૂબ લાભ લીધું હતું. '
પૂજ્યશ્રી યોગશાસ્ત્રના પરમ જ્ઞાતા હતા. એક વાર મનુભાઈ દીવાન, ડે. સુમનભાઈ વગેરે દર્શનાર્થે આવ્યા, ત્યારે પ્રાણોને બ્રહ્મરન્દ્રમાં સ્થાપી, શ્વાસોશ્વાસને રેકી, સ્થિર થયા ત્યારે સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. તેઓશ્રી જીવનમાં વેગને મહત્ત્વનું સ્થાન આપતા હતા. પૂજ્યશ્રીએ પાલીતાણામાં પાઠશાળાને આરંભ કરાવ્યો ત્યારે એ વિશે બહુ ઊજળી આશાઓ ન હતી, પરંતુ એમાયે તેઓશ્રીની અસીમ શ્રદ્ધા અને અવિરામ પુરુષાર્થ પરિણામકારી નીવડ્યાં. ગુણાનુરાગી ગુરુભક્ત ત્રિપુટી-લલ્લુભાઈ કરમચંદ, જીવણચંદ ધરમચંદ, કેશરીચંદ ભાણાભાઈએ પ્રેરણામૃતનાં પાન કર્યા અને એ નાનકડું બીજ મહાન વટવૃક્ષ રૂપે “શ્રી યશોવિજ્યજી જૈન ગુરુકુળ” બની રહ્યું. એવી જ રીતે, અમદાવાદમાં ગુણાનુરાગી ગુરુભક્ત શ્રી લલ્લુભાઈ રાયજીભાઈએ પૂ. ગુરુદેવની પ્રેરણાથી “શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન બોર્ડિંગ” અને વડોદરામાં
શ્રી દશાશ્રીમાળી જૈન બોર્ડિંગ” સ્થાપી. તે પણ આજે સુંદર પ્રગતિ કરી રહી છે) પૂ. ગુરુદેવશ્રીના પાવનકારી હસ્તે અનેક પ્રાચીન તેમ જ નવનિર્મિત જિનાલની પ્રાણ-પ્રતિષ્ઠાઓ, ઉદ્યાપન મહોત્સ, ઉપધાન તપ, છ'રી પાલિત સંઘ, જ્ઞાનમંદિરની સ્થાપનાઓ આદિ સુંદર શાસનપ્રભાવનાનાં કાર્યો થયાં.
પરંતુ સં. ૧૯૮૧ના વર્ષમાં, ૨૪ વર્ષને ભરપૂર અને વિવિધ કાર્યોથી સમૃદ્ધિને વરેલા દીક્ષા પર્યાય પૂરો થયો. જેઠ વદ ૩ ને દિવસે મહુડીથી વિહાર કરીને વિજાપુર વિદ્યાશાળા ઉપાશ્રયે પધાર્યા. “ઝ અ મટ્ટાણીને અજપાજાપ ચાલુ છે. પૂજ્યશ્રીને ભવિષ્યનું દર્શન થઈ ચૂકયું હોય તેમ આસપાસ જોયું. સર્વ શિખ્યસમુદાય હાજર હતા. પ્રસન્નતાપૂર્વક નયને મીંચ્યાં અને સમાધિસ્થ થયા. સૌ સ્વપ્ન જોતાં હોય તેમ જોઈ રહ્યા. પૂજ્યપાદ આચાર્યશ્રી મહાપ્રયાણ કરી ચૂક્યા હતા. એ જોતાં જ સૌની આંખમાંથી અશ્રુધારાઓ ચાલી. જીવનની અંતિમ ક્ષણ સુધી જ્ઞાનતિને અખંડ પ્રકાશિત રાખનાર આ મહાત્માએ ત્રણ દિવસ પહેલાં તે એકીસાથે ર૭ પુસ્તક પ્રેસમાં મોકલ્યાં હતાં. નશ્વર દેહ પર પણ એવી જ દીપ્તિ પ્રકાશતી હતી. પૂજ્યશ્રીના સ્વર્ગગમનના સમાચાર વીજળી વેગે ગામેગામ અને નગરે નગર પહોંચી ગયા. ૫૦-૫૦ માઈલના અંતરેથી લાખો ભાવિકે ઊમટી પડ્યા. વિજાપુર માનવમહેરામણથી છવાઈ ગયું. જેઠ વદ ૪ને દિવસે ભવ્ય સ્મશાનયાત્રા નીકળી. “જ્ય નંદા, જય જ્ય ભદ્રાના જયકારથી ગગન છવાઈ ગયું. લાખો આખે અશ્રુધારા વહાવતી રહી અને પૂજ્યપાદ ગુરુદેવને ક્ષર દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું. માત્ર એકાવન વર્ષના આયુષ્યમાં ભવ્યતમ સાધના,
2010_04
Page #5
--------------------------------------------------------------------------
________________ શાસનપ્રભાવક અમાપ જ્ઞાનરાશિ, અનુપમ શાસનપ્રભાવના અને પ્રભાવક સચ્ચારિત્રને લીધે મહાન પૂર્વસૂરિઓની પંક્તિમાં પ્રકાશી રહ્યા અને અનેકેના પ્રેરણાસ્થાને શોભી રહ્ય; એવા એ મહાવિભૂતિને કોટિ કેટિ વંદન! (સંકલન : પૂ. આચાર્યશ્રી મનહરકીર્તિસાગરસૂરિજી મહારાજ) જૈનધર્મ–સાહિત્યના એક મહાન સર્જક પૂ. આચાર્યશ્રી અજિતસાગરસૂરીશ્વરજી મહારાજ આ પૃથ્વી પર અગણિત માનવો જન્મે છે અને મૃત્યુને આધીન થાય છે. તેમાં સ્વ–પરના કલ્યાણ કાજે જીવન વિતાવે છે તેને જન્મ સફળ થાય છે. જેઓ સંયમી બનીને સાધના દ્વારા સિદ્ધિને વર્યા છે, તેમનો જન્મ પૂજાયોગ્ય બને છે. પૂજ્ય આચાર્યદેવ શ્રી અજિતસાગરસૂરીશ્વરજી મહારાજ પણ એવા પૂજનીય હતા. તેઓશ્રીને જન્મ ગુજરાતના ખેડા જિલ્લામાં પિટલાદ પાસે નાર ગામે થયે હતે. નાર ગામે લલુભાઈ નામે ખેડૂત અગ્રેસર, તેમના ઘેર સતીત્વશીલ સંપન્ના સન્નારી સોનબાઈની રત્નકુક્ષિએ સં. 1942 ના પિષ સુદ પંચમીને દિવસે પુત્ર અવતર્યો. બાળકનું નામ અંબાલાલ પાડયું. સાત વર્ષની વયે અક્ષરજ્ઞાન મેળવવા સંસ્કારસંપન્ન અધ્યાપક પાસે સરસ્વતીની સાધનાનો પ્રારંભ કર્યો. અંબાલાલની બુદ્ધિપ્રતિભાને તીવ્ર પશમ અને તેજસ્વિતા જોઈને માતાપિતા અને અધ્યાપકને સંપૂર્ણ સંતોષ થયે. પરંતુ બાળક અંબાલાલના પૂર્વજન્મના કેઈ જુદા જ સંસ્કાર હતા. સાધુસંતોની વાણી સાંભળી અંબાલાલ ભાવવિભોર બની જતે. ધાર્મિક શિક્ષણમાં વધુ રસ લેતે અને એની ચર્ચા સાધુસંત સાથે કરવામાં વધુ રસ પડત. જેમ પારસમણિન પ લોખંડને સુવર્ણ બનાવે તેમ સાધુસંતોને સમાગમ માનવીને સચ્ચારિત્રવાન બનાવે છે. અંબાલાલમાં પણ ધર્મસંસ્કારો બળવાન બન્યા. સં. ૧૯૫૯ની શ્રાવણ સુદ પંચમીએ 14 વર્ષની નાની વયે, અમીષિ બન્યા, ગુરુનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું જિનાગમોનું અધ્યયન કર્યું, સિદ્ધાંત અને દર્શનશાશ્વોનું પરિશીલન કર્યું. ભવતારક જિનેશ્વરોની અનન્ય ઉપકાર્તિા પર અંતર ઓવારી ગયું. અનાદિકાળના તિમિરને ઉલેચીને જિનેશ્વર પરમાત્માનાં ચરણોમાં મન સ્થિર કર્યું. સાંપ્રદાયિકતાને વ્યાસેહ તજીને, અનેક વિરોધ અને અવરોધોને સામને કરીને મૂર્તિપૂજાને સ્વીકાર કર્યો. સં. ૧૯૯૬ના સંવેગી સાધુ તરીકે યોગનિષ્ઠ મુનિવર્ય શ્રી શ્રી બુદ્ધિસાગરજી મહારાજના ચરણે અમદાવાદ આંબલીપળ જૈન ઉપાશ્રયે સમર્પિત બન્યા. પૂ. ગુરુદેવશ્રીના ચરણે જિનાગમોનું ગદ્વહનપૂર્વક અધ્યયન કર્યું. પ્રખર પ્રવચનકાર બન્યા. ગંભીર મેઘગર્જના સાંભળીને મયૂરને સમૂહ નાચી ઊઠે, તેમ પૂજ્યશ્રીની વૈરાગ્ય નીતરતી વાણી સાંભળી અનેક ભાવિકનાં અંતર ડોલી ઊઠતાં અને સંસારની ક્ષણભંગુરતા અને સંયમની સાર્થકતાને હેતુ પામતાં. 2010_04