________________ શાસનપ્રભાવક અમાપ જ્ઞાનરાશિ, અનુપમ શાસનપ્રભાવના અને પ્રભાવક સચ્ચારિત્રને લીધે મહાન પૂર્વસૂરિઓની પંક્તિમાં પ્રકાશી રહ્યા અને અનેકેના પ્રેરણાસ્થાને શોભી રહ્ય; એવા એ મહાવિભૂતિને કોટિ કેટિ વંદન! (સંકલન : પૂ. આચાર્યશ્રી મનહરકીર્તિસાગરસૂરિજી મહારાજ) જૈનધર્મ–સાહિત્યના એક મહાન સર્જક પૂ. આચાર્યશ્રી અજિતસાગરસૂરીશ્વરજી મહારાજ આ પૃથ્વી પર અગણિત માનવો જન્મે છે અને મૃત્યુને આધીન થાય છે. તેમાં સ્વ–પરના કલ્યાણ કાજે જીવન વિતાવે છે તેને જન્મ સફળ થાય છે. જેઓ સંયમી બનીને સાધના દ્વારા સિદ્ધિને વર્યા છે, તેમનો જન્મ પૂજાયોગ્ય બને છે. પૂજ્ય આચાર્યદેવ શ્રી અજિતસાગરસૂરીશ્વરજી મહારાજ પણ એવા પૂજનીય હતા. તેઓશ્રીને જન્મ ગુજરાતના ખેડા જિલ્લામાં પિટલાદ પાસે નાર ગામે થયે હતે. નાર ગામે લલુભાઈ નામે ખેડૂત અગ્રેસર, તેમના ઘેર સતીત્વશીલ સંપન્ના સન્નારી સોનબાઈની રત્નકુક્ષિએ સં. 1942 ના પિષ સુદ પંચમીને દિવસે પુત્ર અવતર્યો. બાળકનું નામ અંબાલાલ પાડયું. સાત વર્ષની વયે અક્ષરજ્ઞાન મેળવવા સંસ્કારસંપન્ન અધ્યાપક પાસે સરસ્વતીની સાધનાનો પ્રારંભ કર્યો. અંબાલાલની બુદ્ધિપ્રતિભાને તીવ્ર પશમ અને તેજસ્વિતા જોઈને માતાપિતા અને અધ્યાપકને સંપૂર્ણ સંતોષ થયે. પરંતુ બાળક અંબાલાલના પૂર્વજન્મના કેઈ જુદા જ સંસ્કાર હતા. સાધુસંતોની વાણી સાંભળી અંબાલાલ ભાવવિભોર બની જતે. ધાર્મિક શિક્ષણમાં વધુ રસ લેતે અને એની ચર્ચા સાધુસંત સાથે કરવામાં વધુ રસ પડત. જેમ પારસમણિન પ લોખંડને સુવર્ણ બનાવે તેમ સાધુસંતોને સમાગમ માનવીને સચ્ચારિત્રવાન બનાવે છે. અંબાલાલમાં પણ ધર્મસંસ્કારો બળવાન બન્યા. સં. ૧૯૫૯ની શ્રાવણ સુદ પંચમીએ 14 વર્ષની નાની વયે, અમીષિ બન્યા, ગુરુનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું જિનાગમોનું અધ્યયન કર્યું, સિદ્ધાંત અને દર્શનશાશ્વોનું પરિશીલન કર્યું. ભવતારક જિનેશ્વરોની અનન્ય ઉપકાર્તિા પર અંતર ઓવારી ગયું. અનાદિકાળના તિમિરને ઉલેચીને જિનેશ્વર પરમાત્માનાં ચરણોમાં મન સ્થિર કર્યું. સાંપ્રદાયિકતાને વ્યાસેહ તજીને, અનેક વિરોધ અને અવરોધોને સામને કરીને મૂર્તિપૂજાને સ્વીકાર કર્યો. સં. ૧૯૯૬ના સંવેગી સાધુ તરીકે યોગનિષ્ઠ મુનિવર્ય શ્રી શ્રી બુદ્ધિસાગરજી મહારાજના ચરણે અમદાવાદ આંબલીપળ જૈન ઉપાશ્રયે સમર્પિત બન્યા. પૂ. ગુરુદેવશ્રીના ચરણે જિનાગમોનું ગદ્વહનપૂર્વક અધ્યયન કર્યું. પ્રખર પ્રવચનકાર બન્યા. ગંભીર મેઘગર્જના સાંભળીને મયૂરને સમૂહ નાચી ઊઠે, તેમ પૂજ્યશ્રીની વૈરાગ્ય નીતરતી વાણી સાંભળી અનેક ભાવિકનાં અંતર ડોલી ઊઠતાં અને સંસારની ક્ષણભંગુરતા અને સંયમની સાર્થકતાને હેતુ પામતાં. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org