SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શાસનપ્રભાવક શ્રી ઘંટાકર્ણ મહાવીર મહુડી તીર્થના સ્થાપક પ્રકાંડ પ્રબંધમૂર્તિ પરમ યોગનિષ; સમથે વાદવીર; વિશાળ ગ્રંથરાશિના કર્તા શાસ્ત્ર વિશારદની પદવી પ્રાપ્ત કરનારપૂર્વ ધરો સમી શાસનપ્રભાવના કરનાર પૂ. આચાર્યપ્રવરશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ ચારે બાજુ અંધશ્રદ્ધાને ગાઢ અંધકાર છવાયે હતે. ભૂત-પ્રેતના ઓછાયા નીચે ભુવાઓ ફૂલ્યાફાલ્યા હતા. ઢાંગધતી ગે. માઝા મૂકી હતી. (અંધશ્રદ્ધા અને અજ્ઞાનને વશ થઈ અસંખ્ય લોકે એમાં ફસાઈને ત્રાસ ભોગવી રહ્યાં હતાં. એવી વિષમ અને અસહ્ય સ્થિતિમાં પ્રાણીમાત્રના કલ્યાણની કામના વાંછતા એક ધર્મ પુરુષનું દિલ દ્રવી ઊડ્યું અને આ લોકોને ઉદ્ધાર કરવા અને તલસી રહ્યું. તેમના હૃદયમાં એક તિનો પ્રાદુર્ભાવ થયે અને દિશાશૂન્ય લેકેને એક સાચાદિવ્ય પીડારહિત માર્ગ મળે. એ ધર્મપુરુષ હતા યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ અને એ દિવ્ય જ્યતિ એટલે મહુડી (મધુપુરી)માં પૂજ્યશ્રીએ સ્થાપેલ શ્રી અરિહંત પરમાત્માના અનન્ય ઉપાસક, શાસનરક્ષક, પરોપકારસિક યક્ષરાજ શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ. આજે આ શાસનરક્ષક શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવને મહિમા એટલો પ્રભાવક અને વ્યાપક બન્યું છે કે ઠેર ઠેર તેમની મૂતિઓ પધરાવવામાં આવે છે.) શીલ, સંસ્કાર અને સુવિશુદ્ધ સંયમની સૌરભથી સદા સુરભિત ગુણિયલ ગુર્જરદેશની શસ્યશ્યામલા રત્નગર્ભ ભૂમિ પર એક દિવસ એક તેજપુંજ પ્રગટો. એ ભૂમિ તે સુરમ્ય આમ્રઘટાઓ વચ્ચે શુભતાં પ્રાચીન જૈન ઉત્તગ જિનાલયે વડે શેભતી વિજાપુર (વિદ્યાપુર) નગરી; અને દિવસ તે વિ.સં. ૧૯૩૦ના મહા માસને કૃષ્ણ પક્ષની ચતુર્દશીનો ધન્ય દિવસ. તે ધન્ય દિવસે પાટીદાર રાતિના અગ્રગણ્ય શ્રી શિવાભાઈ પટેલની શીલવતી ભાર્યા અંબાબહેનની રત્નકક્ષાએ તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. ઝગમગતું ભવ્ય લલાટ, પ્રેમસાગર સમાં નયન, પ્રભાવશાળી મુખારવિંદ અને સસ્મિત ચહેરે આબાલવૃદ્ધ સૌને આકર્ષી રહ્યો. ફેઈએ નામ પાડયું બહેચરદાસ. શૈશવકાળથી બાળકમાં મહાત્માનાં લક્ષણો દષ્ટિગોચર થતાં હતાં. એક વાર, નાનકડા બહેચરને ઝાડની ડાળીએ ઝેળી બાંધીને સુવડાળે હતો, ત્યાં ઉપર માટે સાપ આવીને બેઠે. સૌ હતપ્રભ થઈ ગયાં, પ્રાર્થના કરવા લાગ્યાં. એટલામાં સાપ આપોઆપ ધીમે ધીમે સરકીને ચાલ્યો ગયે. આ વાત સાંભળી એક મહત્માએ ભવિષ્યવાણી ભાખી કે, “ચ વ ત ચોની હો ” અને બાળક બહેચરે મોટા થતાં એવાં લક્ષણે બતાવવા પણ માંડ્યાં. બહેચર ભણવામાં અને રમત-ગમતમાં અગ્રેસર રહેવા લાગ્યો. ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી આદિ ભાષાઓ સારી રીતે શીખીને પાંચ ધોરણ સુધી તે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. એવામાં એક ચમત્કારી બનાવ બન્યા ત્યાગ, તપ અને સંયમની સાક્ષાત્ મૂતિ સમાં બે સંતપુરુષે સંસારને પાવન કરતાં કરતાં ગામની બહાર સ્થડિલ-ભૂમિએ જઈ રહ્યા હતા, ત્યાં અલમસ્ત બે ભેંશે લડી રહી હતી. બહેચરને થયું કે આ ભેંશે મહાત્માઓને અડફેટે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249117
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Story
File Size170 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy