Book Title: Buddhisagarsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૨૬ શાસનપ્રભાવક દિવસે મહામહોત્સવ પૂર્વક દીક્ષા ગ્રહણ કરી. યથાનામણ બુદ્ધિના મહાસાગર અન્યા. વડી દીક્ષાના મેગેન્દ્વહન કરી, પાંચ મહાવ્રત તથા રાત્રિભોજન વિરમણવ્રત ઉચ્ચયૅ. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં પ્રથમ ચાતુર્માંસ સુરત પધાર્યા. ત્યાં પણ ખ્રિસ્તી ધર્મના પ્રચારકો જૈનધમ ના પ્રત્યે વિષવમન કરતા હતા. મુનિવરથી આ સહન ન થયું. તેએશ્રીએ આહ્વાન આપ્યુ કે જાહેરમાં શાસ્ત્રાર્થ કરવા નિમંત્રણ છે. પરંતુ કેાઈ આવ્યું નહીં. ત્યાર પછી પૂજ્યશ્રીએ કલમ ઉપાડી. એક પછી એક લખાણ પ્રગટ કરતા રહ્યા. કોઈ પણ જાતની તીખાશ કે કડવાશ વિના, પૂરતી સૌજન્યશીલ વાણીમાં જૈનધર્મની પ્રસ્થાપના કરતા રહ્યા. પ્રથમ ગ્રંથનું નામ હતુ જૈનધર્મી ખ્રિસ્તીધમ ના મુકાખલેો. ’· જૈન ખ્રિસ્તી સંવાદ.' પરિણામે, ચાવીસ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાય દરમિયાન પૂજ્યશ્રી આવા મુકાબલા માટે હંમેશાં અજેય પુરવાર થયા. પુજ્યશ્રી યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ અને અષ્ટાંગ યેગની સહજભાવે સાધના કરી પારગત બન્યા હતા. કલાકોના કલાક સુધી સહજ સમાધિભાવમાં અડાલ રહેતા, અપૂર્વ આધ્યાત્મિક એજસવંત લેકેત્તર શક્તિને પ્રભાવે અનેક દૈવી શક્તિએ આકર્ષાઈ ને પૂજ્યશ્રીની સેવામાં ઉપસ્થિત રહેવા લાગી. પાતાની પ્રતિભા, પ્રજ્ઞા અને પુરુષાની શક્તિ દ્વારા પૂજ્યશ્રી સમાજ અને શાસનપ્રભાવનામાં સતત કાશીલ રહેવા લાગ્યા. તે સમયમાં ચામેર અંધશ્રદ્ધા, વહેમ, શકા અને અજ્ઞાનતાનાં અંધારાં છવાઈ ગયાં હતાં. ભૂત, પ્રેત અને ભૂવાઓનુ સામ્રાજ્ય વ્યાપી ગયું હતું. આવી દયનીય સમાજ સ્થિતિથી લાકે ત્રાસી ગયાં હતાં. કોઈ ઉદ્ધારક નરશાર્દૂલ જન્મે એની રાહ જોતાં હતાં. એવે સમયે મહુડીમાં શ્રી પદ્મપ્રભુજીના નૂતન જિનાન્દ્વયના સાનિધ્યમાં, શ્રી અહિંત પરમાત્માના અનન્ય ઉપાસક, સભ્યષ્ટિ શાસનરક્ષક, પરોપકારરસિક યક્ષરાજ શ્રી ઘંટાકણુ મહાવીરદેવની પ્રભાવક મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને ભ્રષ્ટ થતી જતી પ્રજાનું ધર્મ, શ્રદ્ધા અને આચારથી રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી. પરંતુ એ સમયે સંપ્રદાયમાં પણ અનેક વાદિવવાદ પેદા થયા હતા અને ફાલ્યાફૂલ્યા હતા. નાના નાના વાડા ઊભા થતા જતા હતા. પૂજ્યશ્રીને પાતાનાં કાર્યમાં સહાય કરે એવા વગ અલ્પ હતેા. તેમ છતાં, તેએશ્રી પાતાના નિણ યામાં અડગ રહ્યા અને સામાજિક નવાત્થાનનાં કાર્યો કરતા રહ્યા. પૂજ્યશ્રીનું બીજું મહત્ત્વનું પ્રદાન ગ્રં’થરચનાનુ છે, તેમણે એક પછી એક એમ એકસા આઠથી અધિક ગ્રંથો પ્રગટ કરીને ધમ યૈાતને ઝળહળતી રાખી. અનેક ભાવિકાનાં અંતરમાં જ્ઞાનયેતના પ્રકાશ પ્રસા. સ્થાનકમાગી` સોંપ્રદાયના શ્રી અમીષિ જેવા મુનિઓ આ ગ્રંથાના પ્રભાવથી પૂ. શ્રી બુદ્ધિસાગરજી મહારાજના શિષ્ય બન્યા અને શ્રી અજિતસાગરજી મહારાજ બન્યા. પૂજ્યશ્રીનાં સમાજસેવાનાં કાર્યો અને ગ્રંથપ્રકાશનાથી પ્રભાવિત થયેલા અનેક રાજરાજેશ્વરે તેમના દર્શનને ઝંખતા; દન પામી તૃપ્તિ અનુભવતા. સાક્ષરો સમાધાન પામતા, સમાજસેવકા પ્રેરણા પામીને બ્યશીલ બનતા. વડાદરાનરેશ શ્રી સયાજીરાવ ગાયકવાડની વિજ્ઞપ્તિથી પૂજ્યશ્રીએ રાજમહેલમાં પધારી કરેલા પ્રવચનથી મહારાજ ખૂબ પ્રભાવિત થયા હતા. અને વિજયાદશમીને દિવસે થતી પાડાની હિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. માણસાનરેશ, પેથાપુર Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5