Book Title: Buddhisagarsuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ શમણુભગવંતા-૨ ૧૨૫ લેશે તે અનર્થ થઈ જશે. એટલે તેણે લાકડી ફટકારી ભેંશોને દૂર કરી, ત્યારે સંતના શબ્દ સંભળાયા : “હે વત્સ ! આ જીવ અબેલ કહેવાય. એને શા માટે પીડા કરે છે? કઈ પણ જીવને પીડા કરવી એ મહાપાય છે. અહિંસા પરમ ધર્મ છેમહાત્માની રાણમાં સત્ય, સંયમ અને અહિંસાને રણકાર હતો. તેની બહેચરના હૃદય પર ચમત્કારિક અસર થઈ તક્ષણે જ તેનું દિલ દ્રવી ઊડ્યું. એના અંતરમાં પ્રકાશ ઝળાં ઝળાં થશે. તેના મે મે ગીત ગુંજી રહ્યું : “જેના રેમ રમથી ત્યાગ ને સંયમની વિલસે ધારા...ધન ધન એ જિન અણગારા..” આમ, તેમના પૂર્વભવના સુષુપ્ત સંસ્કારો જાગૃત થયા; બધાય ભ્રમ ભાંગી ગયા; કર્મનાં કાળાંધમ્બ જાળાએ વિખેરાયાં; સત્ય ઝળહળી ઊયું પ્રકાશના એક જ કિરણે આત્માના અનાદિ કાળનાં અંધારાને ઉલેચી નાખ્યાં. બહેચરને કઈ આગમ–અગોચર પંથે પ્રયાણ કરવાના સંકેત સાંપડી ચૂક્યા ! એવામાં મિત્ર પાસેથી ધાર્મિક અભ્યાસની વાત સાંભળી પાઠશાળાએ જવાનું શરૂ કર્યું. નમસ્કાર મહામંત્ર વિધિપૂર્વક વિનયસહ ગુરુ પાસેથી ગ્રહણ કર્યો મુખપાઠ કર્યો. રાત્રિભોજન અને કંદમૂળને ત્યાગ કર્યો. જોતજોતામાં પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અને કર્મગ્રંથને સંગીન અભ્યાસ પૂર્ણ કર્યો. અર્થ–ભાવાર્થ–પરમાર્થનું પરિશીલન કર્યું. હજી પણ વધુ અધ્યયનની ઝંખના જાગી. ગુજરાતના કાશી સમા જ્ઞાનતીર્થ મહેસાણામાં “શ્રી યશોવિજ્યજી જેન-સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળામાં પ્રવેશ મેળવ્યું અને ત્યાં જ જૈનદર્શનનું ઉત્તમ અને તલસ્પર્શી અશ્યન કર્યું. ન ભૂતો ન ભવિષ્યતિ એવી શ્રી સર્વજ્ઞ જિનેશ્વરભગવંત ભાષિત પારમાર્થિક પદાર્થોનું અધ્યયન કરતાં કરતાં તો બહેચરનું મન શ્રદ્ધાથી નાચી ઊઠયું. સતત પરિશીલન, એકાગ્રતા, જ્ઞાનપિપાસા, સાધના અને સતત પુરુષાર્થથી તેણે ધાર્મિક અભ્યાસ પૂરો કર્યો. આ તેજસ્વી શક્તિ-સમજણને પારખીને સંસ્થાના સંચાલકોએ તેને ગામોગામ ચાલતી પાઠશાળાના પરીક્ષક તરીકે મોકલ્યું. પરંતુ એનાથી તેને પૂરતા સંતોષ ન થયો. તેનું મન તે આનાથી પણ ઊંચેરી પ્રવજ્યા માટે પ્રયાણ કરવા ઝંખતું હતું. અભ્યાસની તેજસ્વિતા એટલી હતી કે ધાર્મિક વાદવિવાદમાં બહેચરદાસને કઈ પહોંચી શકતું નહીં. એક વાર એક પાદરી મટી સભા વચ્ચે સ્વધર્મની મહત્તા અને પરધર્મનું ખંડન કરી રહ્યો હતો; બહેચરદાસે આગળ આવીને જૈન ધર્મની મહત્તા સ્થાપીને સૌને દિમૂઢ કરી દીધા હતા અને પ્રત્યુત્તર આપવાને અસમર્થ પાદરી ગંજાવર સભા છોડી ચાલી ગયું હતું. સમકિતદાયક ગુતા , પરચુવયાર ન થાય. સમકિતદાતા ગુરુદેવશ્રીના ઉપકારને બદલે કટિ કેટિ ઉપાયથી પણ વાળી શકાતો નથી. સચ્ચારિત્રચૂડામણિ પૂજ્યપ્રવર શ્રી રવિસાગરજી મહારાજ મહેસાણા નગરમાં વૃદ્ધાવસ્થાને કારણે સ્થિરતા કરે છે. બહેચરભાઈને પૂજ્યવરની સેવા કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થાય છે. પૂ. ગુરુદેવ કાળધર્મ પામવાથી બહેચરભાઈને એક યતિશ્રીના જ્ઞાનને લાભ મળે છે અને ત્યારથી બહેચરભાઈને સંયમ સ્વીકારવાની ભાવના થાય છે. એવામાં તપસ્વીરત્ન મુનિવર્ય શ્રી સુખસાગરજી મહારાજ પાલનપુરમાં બિરાજમાન હતા. બહેચરભાઈ ત્યાં પહોંચી ગયા અને દીક્ષા લેવાની ભાવના દર્શાવી, સં. ૧૯૫૭ના માગશર સુદ ને શુભ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5