________________
જેન-સમાચાર
૧૨૭ એમ જણાવ્યું હતું, ત્યાર બાદ સાદરા પોલીટીકલ એજન્ટના સીરરતેદાર મી. રણછોડભાઈ છગનલાલે જણાવ્યું હતું કે સરકારમાં આવા પાસ વિદ્યાની ઘણી જ ગણત્રી ઉત્તમ ગણાશે અને સરકારને પણ દેશી દવાઓ ઉપર અને ખાસ કરીને દેશી વે ઉપર વિશ્વાસ બેસશે. બાદ વૈદ્યભૂષણ મોહનલાલ સાંકળચન્દ વિશે પણ જણાવ્યું કે વવકની ત્રણ પરીક્ષાઓ આથી પાસ થવું તે રમત જેવું તેમ સહેલું નથી, ચરક, સુશ્રુત વગેરે સંસ્કૃત ભાષાના ગ્રન્થનો અભ્યાસ કરી વણે પરીક્ષાએમાં એક સાથે પાસ થઈ ઈનામ મેળવી આવેલા મારા મિત્ર વૈદ્યરાજ ચન્દુલાલને હું ધન્યવાદ આપું છું. વધારે ખુશી થવા જેવું એ છે કે તેઓ ઈગ્રેજી મેટીક સુધીનો અભ્યાસ કરી પિતાના પિતાજીના ચાલતા વૈદ્યક ધંધામાં પડેલા હોવાથી તેમના પિતાજી પાસેથી અનુભવ શાનને તથા જન સાધુ મુનિરાજ પાસેથી તેમજ યતિ મહારાજ પાસેથી પણ અનુભવસિદ્ધ તેમજ શાસિદ્ધ દવાઓને તેમણે વાહોળો અનુભવ મેળવેલ છે. સાથે અંગ્રેજી અભ્યાર હેવાથી હાલના ડાકટરી વૈદ્યક વિદ્યાનું જરૂર પડતું જ્ઞાન ધરાવે છે તેમની સેકન્ડ લેંગ્વજ મેટીકમાં પણ સંસ્કૃત હોવાથી વૈદ્યક શાસ્ત્રના અભ્યાસમાં તેઓ સારા વિદ્વાન હઈ શકે તે સંભવીત છે.
ત્યારબાદ વકિલ નગીનદાસ સાંકળચદે પણ જણાવ્યું કે આ માનપત્ર ચંદુલાલને આપવામાં આવે છે તે ફક્ત તેઓ વૈદ્યકશાસ્ત્રની પરીક્ષામાં પાર થયા એટલા માટે નહીં પણ તેમના બાપદાદા ધામણ હતા અને એઓ પણ જેમાં પ્રતિષ્ઠા કરાવવામાં શાન્તિ સનાત્ર ભણાવવામાં તેમજ જૈન ધર્મ પાળવામાં અને ધર્મિષ્ઠ તરીકે આપણા ગામમાં ગાંધી વર્ધમાનદાસ એક આગળ ગણાતા પુરૂષ હતા અને તેઓના જ પિત્ર શ્રી વૈદ્યરાજ છે અને તેમને પણ તેમના બાપદાદાના પગલે ચાલી જન પ્રતિષાએ શાન્તિ સનાત્ર વગેરે ધર્મનાં કાર્યો વિના આશાએ કરી જેનોમની સેવા બજાવી છે.
ત્યારબાદ પ્રમુખ સાહેબ મી. શીવલાલભાઈએ પણ ઘટિત વિવેચન કરી સમરત ગામ તરફથી માનપત્ર તથા ચાંદીની સુંદર પેટી અર્પણ કરી હતી. બાદ મી. દ્વિધરાજે જૈન ધર્મના આચારમાં આવ્ય સંબંધિ સારૂ વિવેચન કર્યું હતું તે નિમિતે દ્યરાજના ભાઈ મી. ફકીરચન્દભાઈ તરફથી આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગર સૂરિજીનું બનાવેલ જેને પનિષદ નામનું પુરતક દરેક સભાસદોને વહેચવામાં આવ્યું હતું. ત્યારબાદ આચાર્યશ્રીએ મારૂ તેમજ ધર્મને લગતું અને વૈદ્યકશાસ્ત્રને પણ લગતું સમાચીત ઘણુંજ વિદ્વતાભરેલું ભાષણ આપ્યા બાદ સભા વિસર્જન કરવામાં આવી હતી.