________________
૧૨૬
બુઠપભા. સંઘમાંથી કુસંપ ટાળી સંપ વધારવા સંબંધે જુદા જુદા બોલનારાએ તરફથી જે વિચારે દર્શાવવામાં આવ્યા છે તે ખુશી થવા જેવા છે. સંઘની અંદર તથા સમુદાયની અંદર કાંઈ તકરારી બાબત ઉભી થાય તેને નીવે, લવાદ નીમી કરાવવાની રીત દાખલ થવાથી આપણે જેનેના ઘણા પૈસા કેટ તથા દરબારમાં ખરાબ થાય છે તે થતા અટકશે. * * *
(૩) માનપત્રને મેળાવડા,
સુપ્રસિદ્ધ વિદ્વાન જૈન વિદ્યરાજ ચદુલાલ મગનલાલ (પેથાપુર નિવાસી) પી. વી. બી. આર. ના માનાર્થે પેથાપુરમાં શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીની સમક્ષ તા. ૨૧-૯-૧૭. બીજા ભાદરવા સુદ ૫ ને શુક્રવારે પ્રાતઃકાલમાં એક ભવ્ય મેળાવડે મળે છે. તે પ્રસંગે પથાપુરના રહિશ વકીલજી મી. ડાહ્યાભાઈએ મીટીંગની શરૂઆતમાં અત્રના સર્વગુણસંપન ન્યાયાસ્પદ મેનેજર સાહેબ શીવલાલભાઈને પ્રમુખપદ આપવા માટે દરખાસ્ત કરી અને તે દરખાસ્તને વકીલ” મી. નગીનદાસ સાંકળચંદે ટેકો આપી મેળાવડાનું કાર્ય શરૂ કર્યું.
શરૂઆતમાં વિદ્યરાજ ચંદુલાલ મગનલાલ કે જેઓ શ્રીમંત સરકાર ગાયકવાડી રાજ્યમાં લેવાતી વિદ્યકશાસ્ત્રની વણે પરીક્ષા પાસ કરી ઈનામ મેળવી આવ્યા તે સંબંધમાં શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય યોગનિક શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ જીએ દેશી વિદ્યક વિદ્યા ઘણી પ્રાચીન છે અને તેને ઉત્તજનની બાબતમાં કેટલાક ઉગારે દર્શાવ્યા હતા અને જરૂર પડતું ઘણું સારૂ વિવેચન કર્યુ હતું. ત્યારબાદ વકીલજી મી. ડાહ્યાભાઈએ દેશી દવાઓ. આપણા દેશમાં બનતી હોવાથી આપણા દેશ ખન્દુઓને પરદેશી દવાઓ કરતાં દેશી દવા વધારે માફક આવે તેમ છે માટે વિદ્યરાજ ચન્દુલાલે નિરાધાર લેકેને ફીની આશા રાખ્યા શીવાય દવાઓ મક્ત આપવી જોઈએ ઇત્યાદિ ભલામણ કરી હતી અને સમય પુરતું સારૂ વિવેચન કર્યું હતું. ત્યાર પછી અનુભવી તથા વાવૃદ્ધ વકીલજી સી. ફતેહચન્દ રામચન્દભાઈએ પણ આવા ડીગ્રીવાળા હાલમાં મહેનત કરી અભ્યાસ કરી ઉત્પન્ન થાય તે ઉટની સંખ્યા ઓછી થાય અને તે છે વિઘે માટે જે એ છે વિશ્વાસ રાખે છે તે હવે આવા સવથી ખાસ વિશ્વાસ થશે અને શાસ્ત્રસિદ્ધ દવાઓ તૈયાર થાય તે હજારો રૂપિઆ પરદેશ ખાતે વિલાયતી દવા નિમિત્તે જાય છે તેને બચાવ થશે અને દેશી દવાઓને બહેળે ફેલાવે થશે.