________________
ચાર આંગળ પહોળો પાટો કેડે બાંધવો, પછી નાવના આકારે ચૌદ પડ્રનો લંગોટ પહેરાવે, નાવના આકારે ન હોય તો ચૌદ પડુ કરી લંગોટ પહેરાવે, પછી નાનો લેંઘો જાંઘ સુધીનો પહેરાવે, પછી લાંબો લેંઘો પગના કાંડા સુધીનો પહેરાવી કેડે દોરો બાંધીને એક સાડો ઢીંચણથી નીચે અને પગનાં કાંડા સુધી પહેરાવી દોરીથી બાંધવો પછી કંચવાની જગ્યાએ વસ્ત્રનો પાટો વીંટી ત્રણ કંચવા પહેરાવી એક કપડો ઓઢાડે, અને જમીન પર સુવાડે અથવા થાંભલા કે દિવાલને સહારે બેસાડે ત્યાં પણ માથાની જગ્યાએ જમીનમાં ખીલી ઠોકે, મૃતકની જમણી બાજુએ ચરવળી તથા મુહપત્તિ મૂકે અને ડાબી બાજુએ ઝોળીની અંદર ખંડીત પાત્રામાં લાડુ મૂકે.
ગૃહસ્થ મૃતકને લઈ જાય ત્યારે બીજીવાર વાસક્ષેપ નાંખવો, ઉપાશ્રયમાંથી મૃતક બહાર કાઢે ત્યારે પ્રથમ પગ કાઢી, કોઈએ રોવું નહી પણ “જય - જય નંદા, જય - જય ભદા” એમ બોલવું અને આગળ વાજીંત્રોનો નાદ, શ્રાવકો બદામ - નાણું વિગેરે ઉપાશ્રયથી સ્મશાન સુધી ઉછાળે, વાંસડાને ચિરાવી માંહે સરાવલાં નાંખી દીવા – ધૂપ તૈયાર કરેલા લઈને મસાણે (શ્મશાને) જાય, શુધ્ધ કરેલ જમીન ઉપર બળતણ સુખડ વિ. ની ચિત્તા કરાવી માંડવી પધરાવે, ગામ તરફ મસ્તક રાખે, અગ્નિ સંસ્કાર કરી અંતે રાખ રક્ષાને યોગ્ય સ્થાને પરઠવે, પવિત્ર થઈ ગુરુ પાસે આવી સંતિક લઘુશાન્તિ કે બૃહશાન્તિ સાંભળી અનિત્યતાનો ઉપદેશ ગ્રહણ કરે પછી અઠ્ઠાઈ મહોત્સવ કરે...
સાધુ-સાધ્વીજીઓને યોગ્ય વિધિ
મૃતક લઈ ગયા પછી આખા ઉપાશ્રય વસતિ મકાનમાં ગોમૂત્ર છાંટવું અને મૃતકને રાખેલી સંથારાની જગ્યા સોનાવાણી કરેલ અચિત્ત પાણીથી ધોઈ નાંખવી, મૃતકે જ્યાં જીવ છોડ્યો હોય ત્યાં લોટનો અવળો સાથીઓ કરવો, પછી કાળ કરેલના શિષ્ય અથવા લઘુ પર્યાયવાળો સાધુ અવળો વેશ પહેરે અને ઓઘો જમણા હાથમાં રાખી અવળો કાજો દ્વારથી મૃતકનું આસન હતું તે તરફ લ, કાજામાં લોટનો સાથીઓ લઈ લેવો, પછી કાજાના “ઈરિયાવહી” કરી અવળા દેવ વાંદવા..
૨૧