Book Title: Bramhacharini Chandabai
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 4
________________ 186 અર્વાચીન જૈન જ્યોતિર્ધશે સારવારનો પ્રબંધ તો પહેલેથી જ સરસ કરવામાં આવ્યો હતો. છતાં પણ જ્યારે તેમને થયું કે આ બાળાની બીમારી ઘણી જ વધી ગઈ છે અને તેનું જીવન ભયમાં છે ત્યારે તેઓ પોતે ખાવાપીવાનું છોડી તેની સારવારમાં દિન-રાત લાગી પડ્યાં. બીજાઓએ અનેક વાર ના પાડતાં તેમણે મમતામયી માની હેસિયતથી કહ્યું કે “મને વિશ્વાસ છે કે હું મારી સેવાથી આને જ બચાવી લઈશ.” ત્રણ દિવસના લગાતાર તથા એક અઠવાડિયાના કઠોર પરિશ્રમે તે વિદ્યાર્થિનીનો પ્રાણ બચાવી લીધો. સતત તથા સખત પરિશ્રમને કારણે તેમની તબિયત પણ નાદુરસ્ત થઈ ગઈ, છતાં પણ તેમના માતૃહૃદયે કશાની પણ પરવા કર્યા વિના તે બાળાના પ્રાણ બચાવ્યા. ગમે તેવા વિકટ, કપરા સંજોગોમાં પણ તેમની ધર્મ પ્રત્યેની આંતરિક જાગૃતિ અટલ અને અદ્ભુત રહેતી. શરીર પર તેમણે કદી મોહ નહોતો રાખ્યો. તેને હંમેશાં અનિત્ય તથા જડ માની પોતાની આત્મજાગૃતિ માટે તેઓ સંપૂર્ણ સભાન રહેતાં હતાં. 8 ફેબ્રુ, ૧૯૪રના રોજ તેઓ અચાનક બીમાર પડી ગયાં. પાંચ-છ દિવસમાં તો તેમનું સ્વાથ્ય ખૂબ જ ખરાબ થઈ ગયું. ઊઠવા-બેસવાની શક્તિ પણ તેમનામાં ન રહી. આવી અસમર્થ અવસ્થામાં પણ પોતાની ત્રિકાલ સામાયિક, પૂજન, ભક્તિ વગેરે દૈનિક કાયોંમાં તેમણે કોઈ બાધા ન આવવા દીધી. જ્યારે તેઓ તદ્દન અશક્ત બની ગયાં ત્યારે “બાળવિશ્રામ'ના પરિવારની સાથે સાથે અન્ય કુંટુબીજનોને પણ ખૂબ જ ચિતા થઈ, કારણ કે તેઓ ઇજેકશન વગેરે બિલકુલ લેતાં નહોતાં. ત્યારે સંસ્થાના ધર્માધ્યાપક શ્રી નેમિચંદ જ્યોતિષાચાર્યને બધાએ વિનંતી કરી કે માને પ્રાર્થના કરવામાં આવે કે ધર્મશાસ્ત્રની દષ્ટિએ ઇંજેકશન લેવામાં કોઈ જ વાંધો નથી. જયારે જયોતિષાચાર્યું માને કહ્યું કે તમે ઇજેકશન લઈ લો, આ કંઈ ખાવાની દવા નથી અને આજકાલ તો ધણા ત્યાગી મહાત્માઓ પણ ઇજેકશન લે છે. એ સમયે આ હતા માના શબ્દો, “પંડિતજી, બીજા લોકો મોહવશ થઈ આવી વાત કરે તે તો સમજી શકાય, પરંતુ આપની આવી વાતથી મહાન આશ્ચર્ય થાય છે. આપના તરફથી તો અમને એવી આશા હતી કે સમય થયે આપ અમારાં ધાર્મિક કાર્યોમાં સહાય કરશો. આ અનિન્ય શરીરનો આટલો મોહ શા માટે ? તે તો અનાદિ કાળથી પ્રાપ્ત થઈ રહ્યું છે.” તેમની આંતરિક જાગૃતિ અને આત્મશક્તિની સભાનતા કેવી હતી તે આ પ્રસંગ પરથી જણાય છે. આમ નારીસમાજની અનેકવિધ સેવાઓ કરતાં કરતાં માનાજીએ શારીરિક રીતે વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કર્યો અને વિ. સં. 2034 માં દિનાંક 28-3-1977 ના દિવસે શાંતિપૂર્વક સ્વર્ગારોહણ કર્યું. માનું જીવન જૈન સંસ્કૃતિનું પ્રતીક છે. તેમણે રાજભોગોથી દૂર થઈ “મહાભિનિષ્ક્રમણ’ કર્યું હતું. વૈભવની ઉપેક્ષા કરીને ત્યાગનો કટકોથી ભરપૂર રસ્તો સ્વેચ્છાએ અપનાવ્યો હતો. તે અહિંસા અને સત્યની સાધનામાં સદા સંલગ્ન રહ્યાં હતાં. એક સહૃદય શાસિકા તથા સંચાલિકાની સાથે સાથે મા તપસ્વિની હતાં. જ્ઞાન અને સાધનામાં રત, યશની આકાંક્ષાથી રહિત, પરોપકારમાં લીન એવાં મા એક મૂકસેવિકા હતાં. યુગના સંદેશનું વહન કરતી આ મહાન સાધનામયી નારીના જીવનમાંથી આપણી બહેનો ઉત્તમ પ્રેરણા ગ્રહણ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4