Book Title: Bramhacharini Chandabai
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૮૪ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો તેમણે વર્તમાનની શક્યતાનો ભૂતકાળની ભવ્યતાનો અને ભાવિના નવયુગનાં એધાણનો સમન્વય સાધી તેને પોતાના પ્રત્યેક શ્વાસોચ્છવાસમાં મૂર્તિમંત કર્યો હતો. એ હતાં પંડિતા શ્રી ચંદાબાઈ. જન્મ અને બાલ્યકાળઃ પં. ચંદાબાઈનો જન્મ વિ. સં. ૧૯૪૮ ના અષાઢ સુદ ત્રીજના દિવસે વૃંદાવનમાં એક સંપન્ન અગ્રવાલ ડવ પરિવારમાં થયો હતો. પિતાશ્રીનું નામ શ્રી નારાયણદાસજી તથા માતાનું નામ શ્રીમતી રાધિકાદેવી હતું. તેમનું બચપણ શ્રી રાધાકૃષ્ણની રસમય ભક્તિધારામાં વીત્યું હતું. માનાં હાલરડાંમાં તેમને શ્રદ્ધાનો ઉપહાર મળ્યો હતો, તથા પિતાના પ્યારમાં તેમને કર્મઠતાનું ધન પ્રાપ્ત થયું હતું. ૧૧ વર્ષની ઉંમરમાં તેમનો વિવાહ સુપ્રસિદ્ધ રઈસ, ગોયલ ગોત્રીય, જેનધર્માવલમ્બી શ્રી પં. પ્રભુદાસજીના પૌત્ર અને શ્રી ચંદ્રકુમારજીના પુત્ર શ્રી ધર્મકુમારજી સાથે થયો હતો. વિવાહના એક વર્ષ બાદ જ શ્રી ધર્મકુમારજીનો સ્વર્ગવાસ થયો અને ચંદાબાઈ માત્ર ૧૨ વર્ષની, કાચી-કુમળી વયમાં સૌભાગ્યસુખથી વંચિત થઈ ગયાં. જૈન સમાજના પ્રસિદ્ધ સાહિત્યસેવક, ધર્મનિષ્ઠ, પરોપકારી શ્રી દેવકુમારજી, શ્રી ધર્મકુમારજીના મોટા ભાઈ હતા. નાના ભાઈની પત્નીના અકળ દુ:ખથી સંતપ્ત થવા છતાં વિવેક, વૈરાગ્ય અને ધીરજ દ્વારા શ્રી દેવકુમારજીએ તત્કાળ નિશ્ચય કરી લીધો કે સાચા જ્ઞાન વિના કોઈનો પણ ઉદ્ધાર શક્ય નથી. માનવના ઉત્કર્ષ માટે જ્ઞાન અને સગુણોની વૃદ્ધિ અત્યંત આવશ્યક છે. દેવકુમારજીની પ્રેરણા અને પ્રોત્સાહનથી ચંદાબાઈએ ફરી અભ્યાસ શરૂ કર્યો અને અનેક મુશ્કેલીઓનો સામનો કરી કાશીની પંડિના’ પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં. કાર્યક્ષેત્ર: વિવિધ નિર્માણકાય : દાસત્વની જંજીરોમાં જકડાયેલી, ઘૂંઘટમાં ગૂંગળાયેલી, અજ્ઞાન અને કુરિવાજોથી પીડિત નારીની મૂંઝવણભરી દશા પર તેઓ નિરંતર વિચાર કરતાં હતાં. તેમનો એક અડગ વિશ્વાસ હતો કે સમસ્ત સામાજિક રોગોની એકમાત્ર રામબાણ ઔષધિ સંસ્કાર અને શિક્ષણ છે. જો નારીનું અજ્ઞાન દૂર થઈ જાય તો તે જરૂર સ્વાસ્થલાભ કરી શકે છે. શિક્ષણ દ્વારા ને સ્વતંત્ર આજીવિકા પ્રાપ્ત કરી શકે, ધર્મસાધના કરીને સાચી પ્રતિષ્ઠા મેળવી શકે અને પોતાના ખોવાયેલા આત્મગૌરવની પુન: પ્રતિષ્ઠા કરી શકે, એવી અસ્મિતા નારીજાતિમાં પડેલી છે. આ પ્રયોજનને લક્ષમાં રાખીને, કન્યાશિમાના પ્રચાર અને પ્રસાર માટે તેમણે નગર આરા (બિહારમાં ઈ. સ. ૧૯૦૭માં કન્યાપાઠશાળાનો શુભારંભ કર્યો. શ્રી શાન્તિનાથ ભગવાનના મંદિરના ઓરડામાં બે અધ્યાપિકાઓની નિયુક્તિ સાથે જે કન્યાશાળાની સ્થાપના થઈ તે ક્રમે કરીને વધતી ગઈ અને ઈ. સ. ૧૯૨૧માં ધર્મપુરા (આરા, બિહાર)માં “જૈન બાળાવિશ્રામ' તરીકે જાણીતી થઈ. આજે તે કન્યાઓ માટેની દેશની એક વિશિષ્ટ સેવા-સંસ્થા છે. અંદાબાઈની લોકકલ્યાણની સાધનાનું એ મૂર્તિમંત સ્વરૂપ છે. ગાંધીજીએ “વનિતા-વિશ્રામ'ને અનુલક્ષીને કહ્યું છે કે “પંડિતા ચંદાબાઈ દ્વારા સ્થાપિત વનિતા-વિશ્રામ’ જોઈને મને અત્યંત આનંદ થયો છે. મકાનની શાંતિ જોઈને પણ હું આનંદિત થયો છું.” આમ આ સંસ્થા જૈન સમાજની નારીસંસ્થાઓમાં અદ્વિતીય છે. તેમાં ન્યાયતીર્થ, સાહિત્યરત્ન અને શાસ્ત્રી સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4