Book Title: Bramhacharini Chandabai Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 3
________________ બ્રહ્મચારિણી પં. ચંદાબાઈ ૧૮૫ કરુણામયી મા ચંદાબાઈ : મા ચંદાબાઈમાં ધાર્મિકતા પણ અપૂર્વ હતી. તેમની ધર્મભાવનાને તેમણે નાનાં-મોટાં નિર્માણકાર્યો દ્વારા મૂર્તિમંત કરી હતી. તેમણે રાજગૃહીના પાંચ પહાડોમાંથી બીજા નંબરના “રત્નગિરિ” નામના પહાડ પર જમીન ખરીદીને દિવ્ય જિનાલયનું ઉત્સાહ અને ધામધૂમપૂર્વક નિર્માણ કર્યું. આ ઉપરાંત બાળવિશ્રામ સંસ્થાના રસ્ય ઉદ્યાનમાં ઈ. સ. ૧૯૩૯માં ભવ્ય તથા ચિત્તાકર્ષક માનસ્તંભજીનું નિર્માણ કર્યું. ઈ. સ. ૧૯૩૭ માં વિશ્રામની વાટિકામાં શ્રવણબેલગોલા સ્થિત ગોમ્મટ સ્વામીની મૂર્તિની પ્રતિકૃતિ બનાવી, કૃત્રિમ પર્વતની રચના કરી; ૧૩ ફૂટ ઊંચી બાહુબલી સ્વામીની મનોહર, પવિત્ર પ્રતિમાજીની સ્થાપના કરી. પંડિતા અને વિદુષી ચંદાબાઈએ સાહિત્યક્ષેત્રો પણ અનુપમ ફાળો આપ્યો છે. તેઓ એક સફળ લેખિકા તથા સંપાદિકા પણ હતાં. સન ૧૯૨૧ થી “જૈન મહિલોદય’ નામની પત્રિકાનું કુશળ સંચાલન ધાણાં વર્ષો સુધી કર્યું. ઉપદેશરનમાલા, સૌભાગ્યરત્નમાલા, નિબંધરન્નમાલા, આદર્શ કહાનિયાં, આદર્શ નિબંધ, નિબંધ દર્પણ વગેરે મહિલાઓને ઉપયોગી અનેક પુસ્તકોની તેમણે રચના કરી છે. સામાજિક સુધારણા ક્ષેત્રે, નિર્માણકાર્યના ક્ષેત્રે, સાહિત્યરચના ક્ષેત્રે અગ્રસ્થાને રહેલાં ચાંદાબાઈ જનધર્મના ઉજજવળ પ્રકાશને અખિલ વિશ્વમાં ફેલાવવા માટે હંમેશાં આતુર, ઉત્સાહી અને તૈયાર રહેતાં. ઈ. સ. ૧૯૪૮માં “સર્ચલાઈટ' નામના પત્રમાં સમાચાર છપાયા કે જ્યૉર્જ બર્નાડ શો “જનમતનું ઉત્થાન" નામનું એક પુસ્તક તૈયાર કરી રહ્યા છે. તેમાં જૈનાચાર્યો દ્વારા પ્રતિપાદિત અહિંસાનાં મહાત્મા ગાંધીની અહિંસા સાથે તુલનાત્મક અભ્યાસ અને વિવેચન કરવામાં આવશે. આ કાર્ય માટે ડૉ. શોંએ ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધીને બોલાવ્યા. ચંદાબાઈએ તરત જ જનસમાજના પ્રમુખ સર શેઠ હુકમચંદજી, સાહુ શાંતિપ્રસાદજી, શેઠ ભાગચંદજી, બાબૂ છોટાલાલજી વગેરે મહાનુભાવોને પત્ર લખીને જણાવ્યું કે, “માત્ર ધનના અભાવે આ મહાન કાર્ય અટકવું ન જોઈએ. કોઈ પણ ઉપાયે અને ગમે તે ખર્ચે કોઈ જૈન વિદ્વાન, પંડિત, ધર્મશાસ્ત્રજ્ઞ અને અંગ્રેજી ભાષાનું પૂરું જ્ઞાન ધરાવતી વ્યક્તિને ડૉ. શો પાસે મોકલવામાં આવે. અદિતીય સાહિત્યકાર એવા શોની કલમે લખાયેલ આ રચના અમર બનશે, વિશ્વમાં તેને ખૂબ આદર-સન્માનથી જોવામાં આવશે અને તેને પ્રામાણિક માનવામાં આવશે. જેન–અહિંસા અને જેન-દર્શનની યથાર્થ સમજણ માટે જૈન વિદ્વાનનું તેમના સંસર્ગમાં રહેવું અત્યંત આવશ્યક છે.” આ હતો તેમનો જૈન ધર્મ માટેનો પ્રેમ, તેમનું દૂરંદેશીપણું. જીવનની અન્ય ઉલ્લેખનીય ઘટનાઓ: ૫. ચંદાબાઈને “મા'ના નામથી સંબોધવામાં આવતાં હતાં. ખરેખર તેઓ કરુણામયી મા જ હતાં. તેમનું હૃદય અનુકંપાથી છલોછલ ભરેલું હતું. એક વાર ઈ. સ. ૧૯૪૩ માં તેમના ધનિતા-વિશ્રામ'ની એક વિદ્યાર્થિનીને ટાઈફોઈડ થયો. ટાઈફોઇડે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું અને સંનિપાતની સાથે સાથે તે બાળા અર્ધ-બેભાન અવસ્થામાં આવી ગઈ. વિદ્યાર્થિનીની સેવાનો તેમજ દાકતરોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4