Page #1
--------------------------------------------------------------------------
________________
૨૫. બ્રહ્માચારિણી પં. ચંદાબાઈ
ભૂમિકા:રાજા રામમોહનરાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહર્ષિ દયાનંદ સરસ્વતી, શ્રીમદ્ રાજચન્દ્ર અને શ્રી રામકૃષ્ણ પરમહંસ વગેરે મહાન વિભૂતિઓ જ્યારે આપણા દેશના અજ્ઞાન–અંધકારને દૂર કરવા પ્રયત્ન કરી રહી હતી તે સમયની આ વાત છે.
વિશેષ કરીને નારીસમાજ તે સમયે અજ્ઞાન, કુરિવાજો તથા સામાજિક અન્યાચારોથી અભિભૂત હતો. દીકરીઓ મા-બાપ માટે બોજ સમાન હતી. ઘરમાં કન્યાના જન્મને શનિની સાડાસાતની પનોતીથી પણ વિશેષ ભયંકર ગણવામાં આવતો હતો, તે કાળમાં નારીજગતને જાગૃત કરનાર એક મહાન નારીનો જન્મ થયો. તે વિભૂતિએ સ્ત્રીઓને
સ્વાધિકારથી, સ્વબળથી પોતાના પગ પર ઊભા રહેતાં શીખવ્યું. તેમના અધિકારો માટે જાગુન બનાવીને નીડરતાના પાઠ ભણાવ્યા. પોતાના પ્રત્યક્ષ જીવન દ્વારા ભારતીય નારી સમક્ષ સાચી વીરતા અને સાચા ભાગનું સ્વરૂપ બતાવી આપ્યું. આત્મબળ અને પ્રેરણાનાં પીયૂષનું પાન કરાવીને સ્ત્રીઓના સ્વાભિમાનને જાગૃત કર્યું. તેઓ આત્મસાધનામાં સંન્યાસી, લોકવ્યવહારમાં કાર્યદક્ષ, વિશ્વ અને વિશ્વાત્માના સમન્વયકાર, જીવનમાં ધાર્મિક અને વ્યવહારમાં દેશસેવક હતાં. તત્કાળ જિવાતા જીવનના સિદ્ધાંતોમાં
૧૮૩
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૮૪
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
તેમણે વર્તમાનની શક્યતાનો ભૂતકાળની ભવ્યતાનો અને ભાવિના નવયુગનાં એધાણનો સમન્વય સાધી તેને પોતાના પ્રત્યેક શ્વાસોચ્છવાસમાં મૂર્તિમંત કર્યો હતો. એ હતાં પંડિતા શ્રી ચંદાબાઈ.
જન્મ અને બાલ્યકાળઃ પં. ચંદાબાઈનો જન્મ વિ. સં. ૧૯૪૮ ના અષાઢ સુદ ત્રીજના દિવસે વૃંદાવનમાં એક સંપન્ન અગ્રવાલ ડવ પરિવારમાં થયો હતો. પિતાશ્રીનું નામ શ્રી નારાયણદાસજી તથા માતાનું નામ શ્રીમતી રાધિકાદેવી હતું. તેમનું બચપણ શ્રી રાધાકૃષ્ણની રસમય ભક્તિધારામાં વીત્યું હતું. માનાં હાલરડાંમાં તેમને શ્રદ્ધાનો ઉપહાર મળ્યો હતો, તથા પિતાના પ્યારમાં તેમને કર્મઠતાનું ધન પ્રાપ્ત થયું હતું. ૧૧ વર્ષની ઉંમરમાં તેમનો વિવાહ સુપ્રસિદ્ધ રઈસ, ગોયલ ગોત્રીય, જેનધર્માવલમ્બી શ્રી પં. પ્રભુદાસજીના પૌત્ર અને શ્રી ચંદ્રકુમારજીના પુત્ર શ્રી ધર્મકુમારજી સાથે થયો હતો. વિવાહના એક વર્ષ બાદ જ શ્રી ધર્મકુમારજીનો સ્વર્ગવાસ થયો અને ચંદાબાઈ માત્ર ૧૨ વર્ષની, કાચી-કુમળી વયમાં સૌભાગ્યસુખથી વંચિત થઈ ગયાં.
જૈન સમાજના પ્રસિદ્ધ સાહિત્યસેવક, ધર્મનિષ્ઠ, પરોપકારી શ્રી દેવકુમારજી, શ્રી ધર્મકુમારજીના મોટા ભાઈ હતા. નાના ભાઈની પત્નીના અકળ દુ:ખથી સંતપ્ત થવા છતાં વિવેક, વૈરાગ્ય અને ધીરજ દ્વારા શ્રી દેવકુમારજીએ તત્કાળ નિશ્ચય કરી લીધો કે સાચા જ્ઞાન વિના કોઈનો પણ ઉદ્ધાર શક્ય નથી. માનવના ઉત્કર્ષ માટે જ્ઞાન અને સગુણોની વૃદ્ધિ અત્યંત આવશ્યક છે. દેવકુમારજીની પ્રેરણા અને પ્રોત્સાહનથી ચંદાબાઈએ ફરી અભ્યાસ શરૂ કર્યો અને અનેક મુશ્કેલીઓનો સામનો કરી કાશીની પંડિના’ પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં.
કાર્યક્ષેત્ર: વિવિધ નિર્માણકાય : દાસત્વની જંજીરોમાં જકડાયેલી, ઘૂંઘટમાં ગૂંગળાયેલી, અજ્ઞાન અને કુરિવાજોથી પીડિત નારીની મૂંઝવણભરી દશા પર તેઓ નિરંતર વિચાર કરતાં હતાં. તેમનો એક અડગ વિશ્વાસ હતો કે સમસ્ત સામાજિક રોગોની એકમાત્ર રામબાણ ઔષધિ સંસ્કાર અને શિક્ષણ છે. જો નારીનું અજ્ઞાન દૂર થઈ જાય તો તે જરૂર સ્વાસ્થલાભ કરી શકે છે. શિક્ષણ દ્વારા ને સ્વતંત્ર આજીવિકા પ્રાપ્ત કરી શકે, ધર્મસાધના કરીને સાચી પ્રતિષ્ઠા મેળવી શકે અને પોતાના ખોવાયેલા આત્મગૌરવની પુન: પ્રતિષ્ઠા કરી શકે, એવી અસ્મિતા નારીજાતિમાં પડેલી છે. આ પ્રયોજનને લક્ષમાં રાખીને, કન્યાશિમાના પ્રચાર અને પ્રસાર માટે તેમણે નગર આરા (બિહારમાં ઈ. સ. ૧૯૦૭માં કન્યાપાઠશાળાનો શુભારંભ કર્યો. શ્રી શાન્તિનાથ ભગવાનના મંદિરના ઓરડામાં બે અધ્યાપિકાઓની નિયુક્તિ સાથે જે કન્યાશાળાની સ્થાપના થઈ તે ક્રમે કરીને વધતી ગઈ અને ઈ. સ. ૧૯૨૧માં ધર્મપુરા (આરા, બિહાર)માં “જૈન બાળાવિશ્રામ' તરીકે જાણીતી થઈ. આજે તે કન્યાઓ માટેની દેશની એક વિશિષ્ટ સેવા-સંસ્થા છે. અંદાબાઈની લોકકલ્યાણની સાધનાનું એ મૂર્તિમંત સ્વરૂપ છે. ગાંધીજીએ “વનિતા-વિશ્રામ'ને અનુલક્ષીને કહ્યું છે કે “પંડિતા ચંદાબાઈ દ્વારા સ્થાપિત વનિતા-વિશ્રામ’ જોઈને મને અત્યંત આનંદ થયો છે. મકાનની શાંતિ જોઈને પણ હું આનંદિત થયો છું.” આમ આ સંસ્થા જૈન સમાજની નારીસંસ્થાઓમાં અદ્વિતીય છે. તેમાં ન્યાયતીર્થ, સાહિત્યરત્ન અને શાસ્ત્રી સુધીનું શિક્ષણ આપવામાં આવે છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચારિણી પં. ચંદાબાઈ
૧૮૫
કરુણામયી મા ચંદાબાઈ : મા ચંદાબાઈમાં ધાર્મિકતા પણ અપૂર્વ હતી. તેમની ધર્મભાવનાને તેમણે નાનાં-મોટાં નિર્માણકાર્યો દ્વારા મૂર્તિમંત કરી હતી. તેમણે રાજગૃહીના પાંચ પહાડોમાંથી બીજા નંબરના “રત્નગિરિ” નામના પહાડ પર જમીન ખરીદીને દિવ્ય જિનાલયનું ઉત્સાહ અને ધામધૂમપૂર્વક નિર્માણ કર્યું. આ ઉપરાંત બાળવિશ્રામ સંસ્થાના રસ્ય ઉદ્યાનમાં ઈ. સ. ૧૯૩૯માં ભવ્ય તથા ચિત્તાકર્ષક માનસ્તંભજીનું નિર્માણ કર્યું. ઈ. સ. ૧૯૩૭ માં વિશ્રામની વાટિકામાં શ્રવણબેલગોલા સ્થિત ગોમ્મટ સ્વામીની મૂર્તિની પ્રતિકૃતિ બનાવી, કૃત્રિમ પર્વતની રચના કરી; ૧૩ ફૂટ ઊંચી બાહુબલી સ્વામીની મનોહર, પવિત્ર પ્રતિમાજીની સ્થાપના કરી.
પંડિતા અને વિદુષી ચંદાબાઈએ સાહિત્યક્ષેત્રો પણ અનુપમ ફાળો આપ્યો છે. તેઓ એક સફળ લેખિકા તથા સંપાદિકા પણ હતાં. સન ૧૯૨૧ થી “જૈન મહિલોદય’ નામની પત્રિકાનું કુશળ સંચાલન ધાણાં વર્ષો સુધી કર્યું. ઉપદેશરનમાલા, સૌભાગ્યરત્નમાલા, નિબંધરન્નમાલા, આદર્શ કહાનિયાં, આદર્શ નિબંધ, નિબંધ દર્પણ વગેરે મહિલાઓને ઉપયોગી અનેક પુસ્તકોની તેમણે રચના કરી છે.
સામાજિક સુધારણા ક્ષેત્રે, નિર્માણકાર્યના ક્ષેત્રે, સાહિત્યરચના ક્ષેત્રે અગ્રસ્થાને રહેલાં ચાંદાબાઈ જનધર્મના ઉજજવળ પ્રકાશને અખિલ વિશ્વમાં ફેલાવવા માટે હંમેશાં આતુર, ઉત્સાહી અને તૈયાર રહેતાં. ઈ. સ. ૧૯૪૮માં “સર્ચલાઈટ' નામના પત્રમાં સમાચાર છપાયા કે જ્યૉર્જ બર્નાડ શો “જનમતનું ઉત્થાન" નામનું એક પુસ્તક તૈયાર કરી રહ્યા છે. તેમાં જૈનાચાર્યો દ્વારા પ્રતિપાદિત અહિંસાનાં મહાત્મા ગાંધીની અહિંસા સાથે તુલનાત્મક અભ્યાસ અને વિવેચન કરવામાં આવશે. આ કાર્ય માટે ડૉ. શોંએ ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધીને બોલાવ્યા. ચંદાબાઈએ તરત જ જનસમાજના પ્રમુખ સર શેઠ હુકમચંદજી, સાહુ શાંતિપ્રસાદજી, શેઠ ભાગચંદજી, બાબૂ છોટાલાલજી વગેરે મહાનુભાવોને પત્ર લખીને જણાવ્યું કે, “માત્ર ધનના અભાવે આ મહાન કાર્ય અટકવું ન જોઈએ. કોઈ પણ ઉપાયે અને ગમે તે ખર્ચે કોઈ જૈન વિદ્વાન, પંડિત, ધર્મશાસ્ત્રજ્ઞ અને અંગ્રેજી ભાષાનું પૂરું જ્ઞાન ધરાવતી વ્યક્તિને ડૉ. શો પાસે મોકલવામાં આવે. અદિતીય સાહિત્યકાર એવા શોની કલમે લખાયેલ આ રચના અમર બનશે, વિશ્વમાં તેને ખૂબ આદર-સન્માનથી જોવામાં આવશે અને તેને પ્રામાણિક માનવામાં આવશે. જેન–અહિંસા અને જેન-દર્શનની યથાર્થ સમજણ માટે જૈન વિદ્વાનનું તેમના સંસર્ગમાં રહેવું અત્યંત આવશ્યક છે.” આ હતો તેમનો જૈન ધર્મ માટેનો પ્રેમ, તેમનું દૂરંદેશીપણું.
જીવનની અન્ય ઉલ્લેખનીય ઘટનાઓ: ૫. ચંદાબાઈને “મા'ના નામથી સંબોધવામાં આવતાં હતાં. ખરેખર તેઓ કરુણામયી મા જ હતાં. તેમનું હૃદય અનુકંપાથી છલોછલ ભરેલું હતું.
એક વાર ઈ. સ. ૧૯૪૩ માં તેમના ધનિતા-વિશ્રામ'ની એક વિદ્યાર્થિનીને ટાઈફોઈડ થયો. ટાઈફોઇડે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું અને સંનિપાતની સાથે સાથે તે બાળા અર્ધ-બેભાન અવસ્થામાં આવી ગઈ. વિદ્યાર્થિનીની સેવાનો તેમજ દાકતરોની
Page #4
--------------------------------------------------------------------------
________________ 186 અર્વાચીન જૈન જ્યોતિર્ધશે સારવારનો પ્રબંધ તો પહેલેથી જ સરસ કરવામાં આવ્યો હતો. છતાં પણ જ્યારે તેમને થયું કે આ બાળાની બીમારી ઘણી જ વધી ગઈ છે અને તેનું જીવન ભયમાં છે ત્યારે તેઓ પોતે ખાવાપીવાનું છોડી તેની સારવારમાં દિન-રાત લાગી પડ્યાં. બીજાઓએ અનેક વાર ના પાડતાં તેમણે મમતામયી માની હેસિયતથી કહ્યું કે “મને વિશ્વાસ છે કે હું મારી સેવાથી આને જ બચાવી લઈશ.” ત્રણ દિવસના લગાતાર તથા એક અઠવાડિયાના કઠોર પરિશ્રમે તે વિદ્યાર્થિનીનો પ્રાણ બચાવી લીધો. સતત તથા સખત પરિશ્રમને કારણે તેમની તબિયત પણ નાદુરસ્ત થઈ ગઈ, છતાં પણ તેમના માતૃહૃદયે કશાની પણ પરવા કર્યા વિના તે બાળાના પ્રાણ બચાવ્યા. ગમે તેવા વિકટ, કપરા સંજોગોમાં પણ તેમની ધર્મ પ્રત્યેની આંતરિક જાગૃતિ અટલ અને અદ્ભુત રહેતી. શરીર પર તેમણે કદી મોહ નહોતો રાખ્યો. તેને હંમેશાં અનિત્ય તથા જડ માની પોતાની આત્મજાગૃતિ માટે તેઓ સંપૂર્ણ સભાન રહેતાં હતાં. 8 ફેબ્રુ, ૧૯૪રના રોજ તેઓ અચાનક બીમાર પડી ગયાં. પાંચ-છ દિવસમાં તો તેમનું સ્વાથ્ય ખૂબ જ ખરાબ થઈ ગયું. ઊઠવા-બેસવાની શક્તિ પણ તેમનામાં ન રહી. આવી અસમર્થ અવસ્થામાં પણ પોતાની ત્રિકાલ સામાયિક, પૂજન, ભક્તિ વગેરે દૈનિક કાયોંમાં તેમણે કોઈ બાધા ન આવવા દીધી. જ્યારે તેઓ તદ્દન અશક્ત બની ગયાં ત્યારે “બાળવિશ્રામ'ના પરિવારની સાથે સાથે અન્ય કુંટુબીજનોને પણ ખૂબ જ ચિતા થઈ, કારણ કે તેઓ ઇજેકશન વગેરે બિલકુલ લેતાં નહોતાં. ત્યારે સંસ્થાના ધર્માધ્યાપક શ્રી નેમિચંદ જ્યોતિષાચાર્યને બધાએ વિનંતી કરી કે માને પ્રાર્થના કરવામાં આવે કે ધર્મશાસ્ત્રની દષ્ટિએ ઇંજેકશન લેવામાં કોઈ જ વાંધો નથી. જયારે જયોતિષાચાર્યું માને કહ્યું કે તમે ઇજેકશન લઈ લો, આ કંઈ ખાવાની દવા નથી અને આજકાલ તો ધણા ત્યાગી મહાત્માઓ પણ ઇજેકશન લે છે. એ સમયે આ હતા માના શબ્દો, “પંડિતજી, બીજા લોકો મોહવશ થઈ આવી વાત કરે તે તો સમજી શકાય, પરંતુ આપની આવી વાતથી મહાન આશ્ચર્ય થાય છે. આપના તરફથી તો અમને એવી આશા હતી કે સમય થયે આપ અમારાં ધાર્મિક કાર્યોમાં સહાય કરશો. આ અનિન્ય શરીરનો આટલો મોહ શા માટે ? તે તો અનાદિ કાળથી પ્રાપ્ત થઈ રહ્યું છે.” તેમની આંતરિક જાગૃતિ અને આત્મશક્તિની સભાનતા કેવી હતી તે આ પ્રસંગ પરથી જણાય છે. આમ નારીસમાજની અનેકવિધ સેવાઓ કરતાં કરતાં માનાજીએ શારીરિક રીતે વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કર્યો અને વિ. સં. 2034 માં દિનાંક 28-3-1977 ના દિવસે શાંતિપૂર્વક સ્વર્ગારોહણ કર્યું. માનું જીવન જૈન સંસ્કૃતિનું પ્રતીક છે. તેમણે રાજભોગોથી દૂર થઈ “મહાભિનિષ્ક્રમણ’ કર્યું હતું. વૈભવની ઉપેક્ષા કરીને ત્યાગનો કટકોથી ભરપૂર રસ્તો સ્વેચ્છાએ અપનાવ્યો હતો. તે અહિંસા અને સત્યની સાધનામાં સદા સંલગ્ન રહ્યાં હતાં. એક સહૃદય શાસિકા તથા સંચાલિકાની સાથે સાથે મા તપસ્વિની હતાં. જ્ઞાન અને સાધનામાં રત, યશની આકાંક્ષાથી રહિત, પરોપકારમાં લીન એવાં મા એક મૂકસેવિકા હતાં. યુગના સંદેશનું વહન કરતી આ મહાન સાધનામયી નારીના જીવનમાંથી આપણી બહેનો ઉત્તમ પ્રેરણા ગ્રહણ કરે.