SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫. બ્રહ્માચારિણી પં. ચંદાબાઈ ભૂમિકા:રાજા રામમોહનરાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહર્ષિ દયાનંદ સરસ્વતી, શ્રીમદ્ રાજચન્દ્ર અને શ્રી રામકૃષ્ણ પરમહંસ વગેરે મહાન વિભૂતિઓ જ્યારે આપણા દેશના અજ્ઞાન–અંધકારને દૂર કરવા પ્રયત્ન કરી રહી હતી તે સમયની આ વાત છે. વિશેષ કરીને નારીસમાજ તે સમયે અજ્ઞાન, કુરિવાજો તથા સામાજિક અન્યાચારોથી અભિભૂત હતો. દીકરીઓ મા-બાપ માટે બોજ સમાન હતી. ઘરમાં કન્યાના જન્મને શનિની સાડાસાતની પનોતીથી પણ વિશેષ ભયંકર ગણવામાં આવતો હતો, તે કાળમાં નારીજગતને જાગૃત કરનાર એક મહાન નારીનો જન્મ થયો. તે વિભૂતિએ સ્ત્રીઓને સ્વાધિકારથી, સ્વબળથી પોતાના પગ પર ઊભા રહેતાં શીખવ્યું. તેમના અધિકારો માટે જાગુન બનાવીને નીડરતાના પાઠ ભણાવ્યા. પોતાના પ્રત્યક્ષ જીવન દ્વારા ભારતીય નારી સમક્ષ સાચી વીરતા અને સાચા ભાગનું સ્વરૂપ બતાવી આપ્યું. આત્મબળ અને પ્રેરણાનાં પીયૂષનું પાન કરાવીને સ્ત્રીઓના સ્વાભિમાનને જાગૃત કર્યું. તેઓ આત્મસાધનામાં સંન્યાસી, લોકવ્યવહારમાં કાર્યદક્ષ, વિશ્વ અને વિશ્વાત્માના સમન્વયકાર, જીવનમાં ધાર્મિક અને વ્યવહારમાં દેશસેવક હતાં. તત્કાળ જિવાતા જીવનના સિદ્ધાંતોમાં ૧૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249025
Book TitleBramhacharini Chandabai
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Story
File Size304 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy