Book Title: Bodhidurlabh Bhavna Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ બોધિદુર્લભ ભાવના ૪૯૭ પ્રકારનાં ધ્યાન સાથે સંકળાયેલી ભાવનાઓ અશુભ પ્રકારની ભાવના છે. મૈત્રી, પ્રમોદ, કરણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાને ધર્મધ્યાનની ભાવના અથવા પરા ભાવના તરીકે ઓળખાવવામાં આવે છે અને તે શુભ ભાવનાઓ છે. હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચ મહાવ્રતોની પ્રત્યેકની પાંચ પાંચ શુભ ભાવનાઓનું મહત્ત્વ દર્શાવતાં કહ્યું છે : भावनाभिभावितानि पञ्चमिः पञ्चमिः क्रमात् । महाव्रतानि नो कस्य साधयन्त्यव्ययं पदम्।। ક્રિમાનુસાર પાંચ પાંચ ભાવનાઓ વડે ભાવિત કરાયેલાં મહાવ્રતો કોને અવ્યયપદ (મોક્ષ) નથી સાધી આપતાં ]. આમ, શુભ ભાવનાઓ પણ અનેકવિધ પ્રકારની છે. તેમાં દર્શનવિશુદ્ધિ ભાવના, વિનયસંપન્નતા ભાવના વગેરે પ્રકારની સોળ શુભ ભાવનાઓને કારણ ભાવના તરીકે ઓળખાવવામાં આવે છે. આ શુભ ભાવનાઓ ઉપરાંત જૈન ધર્મમાં અનિત્યાદિ બાર શુભ ભાવનાઓનું મહત્ત્વ સૌથી વિશેષ છે. આત્મચિંતન માટેની એ ભાવનાઓને અધ્યાત્મની ભાવના, વૈરાગ્યની ભાવના, તત્ત્વાનુચિતનની ભાવના અથવા સમત્વની પ્રાપ્તિ માટેની ભાવના તરીકે ઓળખાવવામાં આવે છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં વાચક ઉમાસ્વાતિ કહે છે : अनित्याशरणसंस्तरैकत्वान्यत्वाशुचित्वास्रवसंवर। निर्जरालोकबोधिदुर्लभधर्मस्वाख्यातत्त्वानुचिंतनमनुप्रेक्षाः।। નીચે પ્રમાણે બાર ભાવનાઓ – અનુપ્રેક્ષાઓ બતાવવામાં આવે છે ? (૧) અનિત્ય ભાવના, (૨) અશરણ ભાવના, (૩) સંસાર ભાવના, (૪) એકત્વ ભાવના, (૫) અન્યત્વ ભાવના, (ક) અશુચિ ભાવના, (૭) આસવ ભાવન, (૮) સંવર ભાવના, (૯) નિર્જરા ભાવના, (૧૦) લોક ભાવના, (૧૧) બોધિદુર્લભ ભાવના અને (૧૨) ધર્મ ભાવના. (છેલ્લી ચાર ભાવનાઓના ક્રમમાં કેટલાક ગ્રંથોમાં ફેર જોવા મળે છે. કોઈકમાં બોધિદુર્લભ ભાવના અગિયારમી બતાવવામાં આવી છે, તો કોઈક કોઈકમાં તે બારમી બતાવવામાં આવી છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10