Book Title: Bodhidurlabh Bhavna
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ४८५ જિનતત્ત્વ લોગસ સૂત્રમાં કહેવાયું છે : कित्तिय वंदिय महिया जे ए लोगस्स उत्तमा सिद्धा। आरुग्ग बोहिलाभं समाहिवरमुत्तमं दितु ।। ઉવસગ્ગહર સ્તોત્રમાં પણ કહેવાયું છે : ता देव दिज्ज बोहिं भवे भवे पास जिणचंद। “જયવીયરાય સ્તોત્ર'માં પણ કહેવાયું છે : दुक्खखओ कम्मकखओ समाहिमरणं च बोहिलाभो । संपज्जउ मह एहं तुह नाह पणाम करणेणं ।। આમ આ ત્રણે મહત્ત્વનાં સૂત્રોમાં બોહિ-બોધિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. એ બતાવે છે કે બોધિપ્રાપ્તિનું મૂલ્ય કેટલું બધું છે. ભાવનાની શ્રેષ્ઠતા દર્શાવતાં કહેવાયું છે : दारिद्र्यनाशनं दानं, शीलं दुर्गतिनाशनम् । अज्ञाननाशिनी प्रज्ञा, भावना भवनाशिनी।। [દાનથી દરિદ્રતાનો નાશ થાય છે; શીલથી દુર્ગતિનો નાશ થાય છે, પ્રજ્ઞાથી અજ્ઞાનનો નાશ થાય છે, પરંતુ ભાવનાથી તો ભવનો જ નાશ થાય વળી ભાવનાની ઉત્કૃષ્ટતા દર્શાવતાં કહેવાયું છે : वित्तेन दीयते दानं, शीलं सत्त्वेन पाल्यते । तपोऽपि तप्यते कष्टात् स्वाधीनोत्तम भावना।। દિાન ધનથી અપાય છે, શીલ સત્ત્વથી પળાય છે, તપ કષ્ટથી થાય છે, પરંતુ ઉત્તમ ભાવના તો સ્વાધીન છે.J. આવી ભાવનાઓનું ભિન્ન ભિન્ન દૃષ્ટિથી વર્ગીકરણ કરવામાં આવે છે. “બૃહત્કલ્પમાં કહ્યું છે કે ભાવનાઓ બે પ્રકારની છે. दुविहाओ भावणाओ-संकिलिट्ठा य, असंकिलिट्ठा य! [ભાવનાઓ બે પ્રકારની છે : સંમ્પિષ્ટ અર્થાત્ અશુભ અને અસંક્લિષ્ટ અર્થાત્ શુભ.] કંદર્પ, કિબિષી, આભિયોગિકી, દાનવી અને સંમોહી એ પાંચ પ્રકારની ભાવના તે અશુભ ભાવના છે. આ ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ બે અશુભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10