Page #1
--------------------------------------------------------------------------
________________
બોધિદુર્લભ ભાવના
જૈન ધર્મમાં મોક્ષલક્ષી આત્મસાધના માટે જે વિવિધ પ્રકારના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે તેમાં શુભ ભાવનાઓનું સેવન જીવો માટે ઘણું લાભકારક છે. જગતની સમગ્ર જીવસૃષ્ટિમાં મનુષ્ય સર્વોચ્ચ સ્થાને છે. એના ચિત્તમાં પ્રતિક્ષણ વિચારો, લાગણીઓ, તરંગો, સ્પંદનો, ભાવો વગેરે સતત ઊઠતાં રહે છે. એમાં કેટલાંયે રોજિંદા જીવનક્રમને લગતાં હોય છે. એને માટે એનું વિશેષ મૂલ્ય નથી હોતું. કેટલાંક સ્પંદનો સાવ ક્ષણિક ને ક્ષુલ્લક હોય છે. વ્યક્તિને પોતાને અલ્પ કાળમાં એનું વિસ્મરણ થાય છે. પરંતુ કેટલાંક સ્પંદનો એવાં હોય છે કે જે જાણે એના ચિત્તનો કબજો લઈ લે છે. એ ભૂલવા ઇચ્છે તો ભુલાતાં નથી. થોડી થોડી વારે એનો પ્રવાહ પોતાની મેળે ચાલુ થઈ જાય છે. કેટલાંક શુભ કે અશુભ સ્પંદનો મનુષ્યના ચિત્તને ઘેરી વળે છે. એની અસર એના ચહેરા ઉપર અને વધતી વધતી એના શરીર ઉપર થાય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ કહીએ તો એની પ્રબળ અસર એના આત્મા ઉપર આત્મપ્રદેશો ઉપર થાય છે. આવી પ્રક્રિયામાં ભાવનાનું સ્વરૂપ ૨. છે.
જૈન ધર્મમાં જે વિવિધ પ્રકારની ભાવનાએ બતાવવામાં આવી છે, તેમાંથી બોધિદુર્લભ ભાવનાનું મહત્ત્વ વિશિષ્ટ પ્રકારનું છે.
ભાવનાની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવે છે :
भाव्यतेऽनयेति भावना ।
[જેનાથી આત્મા ભાવિત થાય છે તેને ભાવના કહેવામાં આવે છે.]
આમ, ભાવનાનો સંબંધ આત્મતત્ત્વ સાથે છે. જૈન ધર્મ પ્રમાણે ઇન્દ્રિયોનો સંબંધ દ્રવ્ય મન સાથે છે. મનના બે પ્રકાર છે દ્રવ્ય મન અને ભાવ મન. દ્રવ્ય મનનો સંબંધ ભાવ મન સાથે છે અને ભાવ મનનો સંબંધ આત્મા સાથે છે. આમ, ભાવનાનો આત્મા સાથેનો સંબંધ ભાવ મન દ્વારા છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
બોધિદુર્લભ ભાવના
૪૯૫ આથી જ જૈન ધર્મમાં ભાવ અને ભાવનાનું ઘણું મહત્ત્વ સ્વીકારાયું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, અથવા દાન, શીલ, તપ અને ભાવ વગેરેમાં ભાવને છેલ્લું ચડિયાતું સ્થાન આપવામાં આવ્યું છે. “મનોનુશાસન'માં ભાવનાનાં લક્ષણ નીચે પ્રમાણે જણાવવામાં આવ્યાં છે:
चेतो विशुद्धये मोहक्षयाय स्थैर्यापादनाय।
विशिष्ट संस्कारपादनं भावना। [ચિત્તશુદ્ધિ, મોહક્ષય તથા (અહિંસાદિ વ્રતોમાં) ધૈર્ય આણવા માટે જે વિશિષ્ટ સંસ્કાર જાગ્રત કરવામાં આવે છે તેને “ભાવના' કહેવામાં આવે છે.]
વધ’ સંસ્કૃત શબ્દ છે. (એના ઉપરથી પ્રાકૃત-અર્ધમાગધીમાં બોહિ” શબ્દ આવેલ.) બોધિ શબ્દ બુધુ ધાતુ ઉપરથી આવેલો છે. બુધ એટલે જાણવું. ડાહ્યા માણસો માટે, સારાસાર-વિવેક જાણનાર જ્ઞાની માણસો માટે “બુધ' શબ્દ વપરાય છે.
જૈન ધર્મમાં “બોધિ' શબ્દ વિશિષ્ટ પારિભાષિક અર્થમાં વપરાયો છે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. એટલે “બોધિ' શબ્દ આત્માના જ્ઞાનપ્રકાશ માટે વપરાય છે. વ્યવહાર જગતમાં કીમતીમાં કીમતી પ્રકાશમાન પદાર્થ તે રત્ન છે. એટલે બોધિને રત્નનું રૂપક આપવામાં આવે છે.
બોધિ” શબ્દ સમ્યક્ત્વ માટે વપરાય છે. સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યગુચારિત્રને “સમ્યક્તિ” - સમ્યકત્વ તરીકે ઓળખાવવામાં આવે છે. એટલા માટે બોધિની વ્યાખ્યા આપતાં કહેવાયું છે :
सम्यग्दर्शन ज्ञानचारित्राणामप्रपा प्रापणं बोधिः । સિમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ ન હોય અને તે પ્રાપ્ત થાય તે “બધિ' કહેવાય.]
સમ્યક્ત્વ વિના મોક્ષપ્રાપ્તિ નથી, એટલા માટે જ સમકિત ઉપર અર્થાત્ બોધિ ઉપર જૈન ધર્મમાં ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. જ્યાં સુધી બોધિબીજ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દેહ અને આત્માની ભિન્નતાનાં સ્પષ્ટ દર્શન ન થાય અને ત્યાં સુધી મોક્ષમાર્ગ ઉપર આગળ વધી ન શકાય. એટલા માટે જિનેશ્વર ભગવાનની સ્તુતિ કરતી વખતે પણ બોધિપ્રાપ્તિ માટે પ્રાર્થના કરાય છે :
Page #3
--------------------------------------------------------------------------
________________
४८५
જિનતત્ત્વ
લોગસ સૂત્રમાં કહેવાયું છે :
कित्तिय वंदिय महिया जे ए लोगस्स उत्तमा सिद्धा।
आरुग्ग बोहिलाभं समाहिवरमुत्तमं दितु ।। ઉવસગ્ગહર સ્તોત્રમાં પણ કહેવાયું છે :
ता देव दिज्ज बोहिं भवे भवे पास जिणचंद। “જયવીયરાય સ્તોત્ર'માં પણ કહેવાયું છે :
दुक्खखओ कम्मकखओ समाहिमरणं च बोहिलाभो ।
संपज्जउ मह एहं तुह नाह पणाम करणेणं ।। આમ આ ત્રણે મહત્ત્વનાં સૂત્રોમાં બોહિ-બોધિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. એ બતાવે છે કે બોધિપ્રાપ્તિનું મૂલ્ય કેટલું બધું છે. ભાવનાની શ્રેષ્ઠતા દર્શાવતાં કહેવાયું છે :
दारिद्र्यनाशनं दानं, शीलं दुर्गतिनाशनम् ।
अज्ञाननाशिनी प्रज्ञा, भावना भवनाशिनी।। [દાનથી દરિદ્રતાનો નાશ થાય છે; શીલથી દુર્ગતિનો નાશ થાય છે, પ્રજ્ઞાથી અજ્ઞાનનો નાશ થાય છે, પરંતુ ભાવનાથી તો ભવનો જ નાશ થાય
વળી ભાવનાની ઉત્કૃષ્ટતા દર્શાવતાં કહેવાયું છે :
वित्तेन दीयते दानं, शीलं सत्त्वेन पाल्यते ।
तपोऽपि तप्यते कष्टात् स्वाधीनोत्तम भावना।। દિાન ધનથી અપાય છે, શીલ સત્ત્વથી પળાય છે, તપ કષ્ટથી થાય છે, પરંતુ ઉત્તમ ભાવના તો સ્વાધીન છે.J.
આવી ભાવનાઓનું ભિન્ન ભિન્ન દૃષ્ટિથી વર્ગીકરણ કરવામાં આવે છે. “બૃહત્કલ્પમાં કહ્યું છે કે ભાવનાઓ બે પ્રકારની છે.
दुविहाओ भावणाओ-संकिलिट्ठा य, असंकिलिट्ठा य! [ભાવનાઓ બે પ્રકારની છે : સંમ્પિષ્ટ અર્થાત્ અશુભ અને અસંક્લિષ્ટ અર્થાત્ શુભ.]
કંદર્પ, કિબિષી, આભિયોગિકી, દાનવી અને સંમોહી એ પાંચ પ્રકારની ભાવના તે અશુભ ભાવના છે. આ ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ બે અશુભ
Page #4
--------------------------------------------------------------------------
________________
બોધિદુર્લભ ભાવના
૪૯૭
પ્રકારનાં ધ્યાન સાથે સંકળાયેલી ભાવનાઓ અશુભ પ્રકારની ભાવના છે.
મૈત્રી, પ્રમોદ, કરણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાને ધર્મધ્યાનની ભાવના અથવા પરા ભાવના તરીકે ઓળખાવવામાં આવે છે અને તે શુભ ભાવનાઓ છે.
હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચ મહાવ્રતોની પ્રત્યેકની પાંચ પાંચ શુભ ભાવનાઓનું મહત્ત્વ દર્શાવતાં કહ્યું છે :
भावनाभिभावितानि पञ्चमिः पञ्चमिः क्रमात् ।
महाव्रतानि नो कस्य साधयन्त्यव्ययं पदम्।। ક્રિમાનુસાર પાંચ પાંચ ભાવનાઓ વડે ભાવિત કરાયેલાં મહાવ્રતો કોને અવ્યયપદ (મોક્ષ) નથી સાધી આપતાં ].
આમ, શુભ ભાવનાઓ પણ અનેકવિધ પ્રકારની છે. તેમાં દર્શનવિશુદ્ધિ ભાવના, વિનયસંપન્નતા ભાવના વગેરે પ્રકારની સોળ શુભ ભાવનાઓને કારણ ભાવના તરીકે ઓળખાવવામાં આવે છે.
આ શુભ ભાવનાઓ ઉપરાંત જૈન ધર્મમાં અનિત્યાદિ બાર શુભ ભાવનાઓનું મહત્ત્વ સૌથી વિશેષ છે. આત્મચિંતન માટેની એ ભાવનાઓને અધ્યાત્મની ભાવના, વૈરાગ્યની ભાવના, તત્ત્વાનુચિતનની ભાવના અથવા સમત્વની પ્રાપ્તિ માટેની ભાવના તરીકે ઓળખાવવામાં આવે છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં વાચક ઉમાસ્વાતિ કહે છે :
अनित्याशरणसंस्तरैकत्वान्यत्वाशुचित्वास्रवसंवर।
निर्जरालोकबोधिदुर्लभधर्मस्वाख्यातत्त्वानुचिंतनमनुप्रेक्षाः।। નીચે પ્રમાણે બાર ભાવનાઓ – અનુપ્રેક્ષાઓ બતાવવામાં આવે છે ?
(૧) અનિત્ય ભાવના, (૨) અશરણ ભાવના, (૩) સંસાર ભાવના, (૪) એકત્વ ભાવના, (૫) અન્યત્વ ભાવના, (ક) અશુચિ ભાવના, (૭) આસવ ભાવન, (૮) સંવર ભાવના, (૯) નિર્જરા ભાવના, (૧૦) લોક ભાવના, (૧૧) બોધિદુર્લભ ભાવના અને (૧૨) ધર્મ ભાવના.
(છેલ્લી ચાર ભાવનાઓના ક્રમમાં કેટલાક ગ્રંથોમાં ફેર જોવા મળે છે. કોઈકમાં બોધિદુર્લભ ભાવના અગિયારમી બતાવવામાં આવી છે, તો કોઈક કોઈકમાં તે બારમી બતાવવામાં આવી છે.)
Page #5
--------------------------------------------------------------------------
________________
૪૯૮ ”
જિનતત્ત્વ
મન અને પાંચ ઇન્દ્રિયો એ જેમ મનુષ્યજન્મની મોટામાં મોટી સિદ્ધિઉપલબ્ધિ છે તેમ એ જ મન અને પાંચ ઇન્દ્રિયો કેટલાયે જીવો માટે મનુષ્યજન્મની મોટામાં મોટી ક્ષતિરૂપ નીવડવા સંભવ છે. મનુષ્યને દુર્ગતિની ખીણમાં ગબડાવી દેવાની શક્તિ પણ તેમાં રહેલી છે. માણસ જો પોતાની આ પાંચ ઇન્દ્રિયોને સંયમમાં રાખી શકે, ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી શકે તો કે, માન, માયા અને લોભ એ ચાર કષાયો ઉપર વિજય મેળવી શકે. કષાયો શાંત થતાં ચિત્ત પણ શાંત થાય છે. ચિત્ત ઉપર વિજય મળતાં મન:શુદ્ધિ થાય છે. મન:શુદ્ધિ થતાં રાગ અને દ્વેષ પાતળા પડવા લાગે છે. એથી નિર્મમત્વ આવવા લાગે છે. નિર્મમત્વ માટે અનિત્યાદિ ભાવનાઓનું સેવન આવશ્યક છે. નિર્મમત્વ આવતાં સમતા-સમત્વ આવવા લાગે છે. માટે જ કહ્યું છે :
साम्यं स्यान्निर्ममत्वेन तत्कृते भावना श्रयेत्। આમ, સમતાનું બીજ ભાવનાઓમાં રહેલું છે. “શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર' (૧૫૫)માં કહ્યું છે :
भावनावेग सुद्धप्पा जले नावा व आहिया।
नावा व तीरसंपन्ना सव्वदुक्खा विमुच्चइ ।। [ભાવનાયોગથી શુદ્ધ થયેલો આત્મા જલમાં નાવની જેમ તરે છે. જેમ નાવ કિનારે પહોંચે છે, તેવી રીતે શુદ્ધાત્મા સર્વ દુઃખોમાંથી મુક્ત થઈને લક્ષ્યસ્થાને પહોંચે છે. “અધ્યાત્મકલ્પદ્રુમમાં મુનિસુંદરસૂરિએ કહ્યું છે :
चित्त बालक ! मा त्यातीरजस्त्रं भावनौषधिः ।
यत्त्वां दुर्ध्यानभूता न च्छलयन्ति छलान्विष ।। હિં ચિત્તરૂપી બાળક ! તું ભાવના રૂપી ઔષધિનો ક્યારેય ત્યાગ કરતો નહી, જેથી છળને શોધનારા દુર્ગાનરૂપી ભૂતોપિશાચો તને છેતરી શકે નહિ.
ભાવનાઓનું કેવું ફળ હોય છે તે દર્શાવતાં “ઉત્તરાધ્યયનસૂત્ર' (૧૯ ૫૦)માં ભગવાન મહાવીરે કહ્યું છે :
भावसच्चेण भावविसोहिं जणयई। भावविसोतेहिएवमाणो अरिहंतपन्नतस्स धम्मस्स आराहणयाए अबुढेइ । अबुढेइत्ता परलोग धम्मस्स आराहए भवई।
[ભાવસત્યથી જીવ ભાવની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. વિશુદ્ધ ભાવનાવાળો
Page #6
--------------------------------------------------------------------------
________________
ઓધિદુર્લભ ભાવના
જીવ અરિહંતપ્રણીત ધર્મની આરાધનામાં તત્પર થઈને પારલૌકિક ધર્મનો આરાધક બને છે.]
સંસારમાં પરિભ્રમણ કરતા જીવોનું જ્યારે અવલોકન કરીએ છીએ અને તેમના વિકાસક્રમની ગતિનો વિચાર કરીએ છીએ ત્યારે સમજાય છે કે કેટલો બધો કાળ જ્યારે પસાર થઈ જાય ત્યારે જીવ વિકાસનું એકાદ પગથિયું ઉપર ચડે છે. વળી, કેટલાયે જીવો થોડે ઉપર ચડી પાછા નીચે પડતા હોય છે. જૈન દર્શન પ્રમાણે જીવ સૂક્ષ્મ નિગોદ(અવ્યવહારરાશિ)માંથી નીકળીને વ્યવહારરાશિમાં આવે છે. ત્યાર પછી એકેન્દ્રિયપણું, બેન્દ્રિયપણું, તેઇન્દ્રિપણું, ચઉરિન્દ્રિયપણું એમ પ્રાપ્ત કરતાં કરતાં સંક્ષીપંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે. એમ કરતાં કેટલી બધી મુશ્કેલીથી જીવ મનુષ્યપણું પ્રાપ્ત કરે છે ! આમ ઉત્તરોત્તર એક એક તબક્કામાંથી પસાર થઈ ઉપર ચડવું એ જ ઘણું દુર્લભ છે અને તેમાં મનુષ્યપણું પ્રાપ્ત કરવું એ તો એથી પણ વધુ દુર્લભ છે. વળી, મનુષ્યપણું પ્રાપ્ત થયું એટલે બધું જ આવી ગયું એવું નથી.
મનુષ્યપણામાં રાજ્ય મળવું કે ચક્રવર્તીપદ મેળવવું એટલું દુર્લભ નથી જેટલું બોધિબીજ મેળવવું દુર્લભ છે.
મનુષ્યપણું મળ્યા પછી આર્યદેશમાં જન્મ, સંસ્કારી કુટુંબમાં જન્મ, ધર્મજિજ્ઞાસા, ધર્મશ્રવણનો યોગ, ધર્મબોધ થવો, ધર્મમાં ઉદ્યમ કરવાના સંયોગ સાંપડવા ઇત્યાદિ ઉત્તરોત્તર દુર્લભ થતાં જાય છે.
એટલા માટે જ કહેવાયું છે :
૪૯૯
चतारि परमंगाणि दुल्लहाणीह जंतुणो । माणुसतं सुई सद्धा संजमम्मि च वीरिअं । ।
[જીવોને માટે ચાર મુખ્ય બાબતો અત્યંત દુર્લભ છે : (૧) મનુષ્યપણું, (૨) શ્રુતિ (ધર્મશ્રવણ), (૩) ધર્મમાં શ્રદ્ધા અને (૪) સંયમમાં વીર્ય (ત્યાગવૈરાગ્ય માટેનો પુરુષાર્થ).]
‘ઉત્તરાધ્યયન’ના “દુમપત્તય” નામના દસમા અધ્યયનમાં ઉત્તરોત્તર એક પછી એક વસ્તુઓ પ્રાપ્ત થવી કેટલી દુર્લભ છે તે દર્શાવતાં ભગવાન મહાવીરે કહ્યું છે :
लणं वि माणुसत्तणं आयरियत्तं पुणरावि दुल्लहं । बहवे दसुया मिलक्खुया समयं गोयम, मा पमायए ।।
Page #7
--------------------------------------------------------------------------
________________
૫૦૦
लणं वि आयरियत्तणं अहीणपंचिंदियता हु दुल्लहा । विगलिंदियता हु दीसई समयं गोयम, मा पमायए ।। अहीणपंचे दियत्तंपि से लहे उत्तम धम्मसुई हु दुल्लहा । कुतित्थिनिसेवए जणे समयं गोयम, मा पमायए ।। लवणं वि उत्तम सुई सद्दहणा पुणरावि दुल्लहा । मिच्छत्तनिसेवए जणे समयं गोयम, मा पमायए ।।
[દુર્લભ એવો મનુષ્યજન્મ મળ્યા પછી પણ આર્ય દેશમાં જન્મ મળવો દુર્લભ છે. ઘણા લોકો મનુષ્ય હોવા છતાં દસ્યુ અને મ્લેચ્છ હોય છે. માટે, ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.
આર્ય દેશમાં જન્મ મળ્યા પછી પણ પાંચે ઇન્દ્રિયોની પૂર્ણતા મળવી દુર્લભ છે. ઘણા જીવો વિકલેન્દ્રિય જોવા મળે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.
પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા મળ્યા પછી પણ ઉત્તમ ધર્મનું શ્રવણ દુર્લભ છે. ઘણા લોકો કુતીર્લિનું સેવન કરનારા હોય છે. માટે હે ગૌતમ ! સમયમાત્રનો
પ્રમાદ ન કર.
ઉત્તમ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થયા પછી તેમાં શ્રદ્ધા થવી તે ઘણી દુર્લભ વાત છે. ઘણા લોકો મિથ્યાત્વનું સેવન કરનારા હોય છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.]
જિનતત્ત્વ
‘ઉત્તરાધ્યયનસૂત્ર’ના ત્રીજા અધ્યાયમાં પણ આ જ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે :
माणुस्सं विग्गहं लद्धं सुई धम्मस्स दुल्लहा । जं सोच्चा पडिज्जति तवं खंतमहिंसयं ।।
आहच्चं सवणं लधुं सद्धा सोच्चा णेयाउणं मग्गं बहवे
परमदुल्लहा । परिभस्सई ।।
[મનુષ્યપણું પ્રાપ્ત થાય પછી પણ ધર્મનું શ્રવણ અત્યંત દુર્લભ છે, કે જે ધર્મશ્રવણ કરીને જીવ તપ, ક્ષમા અને અહિંસાનો સ્વીકાર કરે છે. કાચ ધર્મશ્રવણ પ્રાપ્ત થયા પછી તેમાં શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. મોક્ષમાર્ગ પ્રતિ લઈ જનારા ધર્મનું શ્રવણ કર્યા પછી ઘણા લોક એ માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે..
Page #8
--------------------------------------------------------------------------
________________
બોધિદુર્લભ ભાવના
૫૦૧ ઉમાસ્વાતિ મહારાજ “પ્રશમરતિ માં મનુષ્યજન્મથી માંડીને બોધિપ્રાપ્તિ સુધીની દુર્લભતાઓ અનુક્રમે કેવી કેવી છે તે બતાવતાં કહે છે :
मानुष्य कर्म भूम्यार्यदेश कुल कल्पताऽऽयुरुपलब्धौ।
श्रद्धाकथक श्रवणेषु सत्स्वपि सुदुर्लभा बोधिः ।। [મનુષ્યપણું, કર્મભૂમિ, આર્યદેશ, સારું કુળ, નીરોગીપણું, દીર્ઘ આયુષ્ય - એ સર્વ પ્રાપ્ત થવા છતાં ધર્મ કહેનાર ઉપર શ્રદ્ધા રાખવી અને “બોધિ” (સમકિત) પામવું એ ઘણી દુર્લભ વાત છે.]
હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં જીવને એકેન્દ્રિયપણામાંથી શરૂ કરીને બોધિપ્રાપ્તિ સુધીની દુર્લભતાઓ કઈ કઈ હોય છે તે સમજાવતાં કહ્યું છે :
अकामनिर्जरारूपात् पुण्याज्जन्तोः प्रजायते । स्थावरत्वात्त्रसत्वं वा तिर्यकत्वं वा कथंचन ।। मानुष्यमार्यदेशश्च जातिः सर्वाक्षपाटवम् । आयुश्च प्राप्यते तत्र कथञ्चित्कर्मलाघवात् ।। प्राप्तेषु पुण्यतः श्रद्धाकथकाश्रवणेष्वपि । तत्त्वनिश्चयरूपं तद्बोधिरत्नं सुदुर्लभम् ।। विषयेभ्यो विरक्तानां साम्यवासितचेतसाम्।
तपशाम्येत कषायाग्निबोधिदीपः समुन्मिषेत्।। [અકામ નિર્જરારૂપ પુણ્યથી જીવને સ્થાવરપણામાંથી ત્રસપણું અથવા તિર્યપણે કોઈક રીતે પ્રાપ્ત થાય છે. મનુષ્યપણું, આર્યદેશ, ઉત્તમ જાતિ, સર્વ ઇન્દ્રિયોની પૂર્ણતા, દીર્ઘ આયુષ્ય કંઈક હળવાં કર્મથી પ્રાપ્ત થાય છે. પુણ્યના ઉદયથી શ્રદ્ધા, સર, ધર્મશ્રવણ પ્રાપ્ત થવા છતાં તત્ત્વનિશ્ચયરૂપ બોધિરત્નની પ્રાપ્તિ દુર્લભ છે.
વિષયોથી વિરક્ત થયેલાં અને સમત્વથી વાસિત થયેલાં ચિત્તવાળા સાધુપુરુષનો કયારૂપી અગ્નિ શાન્ત થઈ જાય છે. તથા બોધિ (સમ્યત્વ) રૂપી દીપક પ્રગટ થાય છે. શાન્તસુધારસ'ના ગેયાષ્ટકમાં વિનયવિજયજી મહારાજ લખે છે :
बुध्यतां बुध्यतां बोधिरतिदुर्लभा । ગર્ભાધનપતિત સુરરત્નયુવાનો
Page #9
--------------------------------------------------------------------------
________________
પર
જિનતત્ત્વ
सम्यगाराधयतां स्वहितमिह साध्यतां।
बाध्चतामघरगतिआत्मशक्त्या।। હે જીવ!બોધિ અત્યંત દુર્લભ છે એ તું સમજ, સમજ! સમુદ્રના જળમાં ચિંતામણિરત્ન પડી ગયું હોય તો તે મેળવવાનું જેટલું દુર્લભ છે એટલું દુર્લભ બોધિ મેળવવાનું છે. એટલા માટે તું સમ્યગુ આરાધના કરી અને તારું હિત સાધી લે. તું તારી આત્મશક્તિથી નીચી ગતિને, દુર્ગતિને અટકાવી દે
બોધિને મેળવવામાં ચાર મોટા અંતરંગ શત્રુઓ તે ચાર સંજ્ઞાઓ છે : (૧) આહાર સંજ્ઞા, (૨) ભયસંજ્ઞા, (૩) મૈથુનસંજ્ઞા અને (૪) પરિગ્રહસંજ્ઞા. માટે જીવે એ સંજ્ઞાઓ ઉપર વિજય મેળવવા માટે ઘણો ભારે પુરુષાર્થ કરવાનો રહે છે.
આ બોધિરત્ન મેળવવું અને સાચવવું એ સહેલી વાત નથી. કેટલીયે વાર મળ્યા પછી પાછું એ ખોવાઈ પણ જાય છે.
બોધિરત્ન મેળવવા માટે ઘણી બધી તૈયારી કરવી પડે છે અને મેળવ્યા પછી અને સાચવવા માટે ઘણો મોટો પુરુષાર્થ કરવો પડે છે. બોધિપ્રાપ્તિને એટલા માટે જ શાસ્ત્રકારોએ અત્યંત દુર્લભ તરીકે ઓળખાવી છે. “બોધિ દુર્લભ છે” એમ ઉતાવળે ઉપરઉપરથી કહી દેવું એ એક વાત છે અને તેની દુર્લભતાની સાચી આત્મપ્રતીતિ થવી એ બીજી વાત છે. સમગ્ર સંસારના જીવોની ચાલતી સતત ગતિનું અવલોકન કરી તે વિશે આત્મચિંતન કરનારને બોધિની દુર્લભતાની પ્રતીતિ થયા વગર રહેતી નથી. ઉમાસ્વાતિ મહારાજે “પ્રશમરતિમાં કહ્યું છે :
ता दुर्लभां भवशतैर्लम्वाऽप्यतिदुर्लभा पुनर्विरतिः ।
मोहांद्रागात् कापथविलोकनाद् गौरववशाच्च ।। [આવી દુર્લભ બોધિને સેંકડો ભવે મેળવ્યા પછી પણ વિરતિ (ત્યાગસંયમ) મળવી અત્યંત દુર્લભ છે. મોહમાં પડી જવાને કારણે, રાગને વશ થઈ જવાને કારણે, જાતજાતના ખોટા પંથોના અવલોકનને કારણે અને ગૌરવગારવ)ને વશ થવાને કારણે માણસને વિરતિમાં રસરુચિ થતાં નથી.]
આવું અત્યંત દુર્લભ એવું બોધિરત્ન પ્રાપ્ત થયું હોય તો તે વેડફી નાખવા જેવું કે ગુમાવી દેવા જેવું નથી.
ઉપાધ્યાય શ્રી જયસોમે બોધિદુર્લભ ભાવનાની સઝાયની રચનામાં
Page #10
--------------------------------------------------------------------------
________________ બોધિદુર્લભ ભાવના પ૩ સરસ દષ્ટાન્તો આપતાં કહ્યું છે : લોહકીલકને કારણે, યાન જલધિમાં ફોડે રે ? ગુણકારણ કોણ નવલખો હાર હીરાનો બોડે રે ?' એક લોઢાના ખીલા ખાતર આખું વહાણ કોણ દરિયામાં ડુબાવી દે? ઘેરો જોઈતો હોય તો એટલા માટે નવલખો હાર કોણ તોડી નાખે ? બોધિરપણ ઉવેખીને કોણ વિષયારસ દોડે રે ? કંકર મણિ સમોવડ કરે, ગજ વેચે ખર હોડે રે ?" બોધિરત્નને ઉવેખીને વિષયારસ પાછળ, ભૌતિક સુખ પાછળ કોણ દોડે ? કાંકરો અને મણિ એ બંનેને સરખાં કોઈ ગણે ? ગધેડાના બદલામાં હાથીને કોણ વેચી દે ? વિનયવિજયજી મહારાજ બોધિદુર્લભ ભાવનાના ગેયાષ્ટકમાં અંતે ભલામણ કરતાં કહે છે : एवमतिदुर्लभात् प्राप्य दुर्लभतमबोधिरत्नं सकलगुणनिधानम्। कर गुरुप्राज्यविनयप्रसादोदितं शान्तरससरसपीयूषपानम्।। હેિ જીવ! આ રીતે અત્યંત દુર્લભથી દુર્લભ એવું તથા સકલ ગુણોના ભંડારરૂપ બોધિરત્ન મેળવીને, ઊંચા પ્રકારના વિનયના પ્રસાદથી પ્રાપ્ત થયેલા શાન્ત રસરૂપી સરસ અમૃતનું તું પાન કર! બોધિની દુર્લભતાનું ચિંતન-મનન કરતાં કરતાં, એ ભાવનાનું સેવન કરતાં કરતાં જીવ ધર્મગતિ અણગાર કે શ્રેણિક રાજાની જેમ ઊંચી અધ્યાત્મદશા પ્રાપ્ત કરે છે. આમ, વૈરાગ્યની અને આત્મચિંતનની બાર ભાવનાઓમાં બોધિદુર્લભ ભાવનાનું મહત્ત્વ વિશિષ્ટ પ્રકારનું છે.