________________ બોધિદુર્લભ ભાવના પ૩ સરસ દષ્ટાન્તો આપતાં કહ્યું છે : લોહકીલકને કારણે, યાન જલધિમાં ફોડે રે ? ગુણકારણ કોણ નવલખો હાર હીરાનો બોડે રે ?' એક લોઢાના ખીલા ખાતર આખું વહાણ કોણ દરિયામાં ડુબાવી દે? ઘેરો જોઈતો હોય તો એટલા માટે નવલખો હાર કોણ તોડી નાખે ? બોધિરપણ ઉવેખીને કોણ વિષયારસ દોડે રે ? કંકર મણિ સમોવડ કરે, ગજ વેચે ખર હોડે રે ?" બોધિરત્નને ઉવેખીને વિષયારસ પાછળ, ભૌતિક સુખ પાછળ કોણ દોડે ? કાંકરો અને મણિ એ બંનેને સરખાં કોઈ ગણે ? ગધેડાના બદલામાં હાથીને કોણ વેચી દે ? વિનયવિજયજી મહારાજ બોધિદુર્લભ ભાવનાના ગેયાષ્ટકમાં અંતે ભલામણ કરતાં કહે છે : एवमतिदुर्लभात् प्राप्य दुर्लभतमबोधिरत्नं सकलगुणनिधानम्। कर गुरुप्राज्यविनयप्रसादोदितं शान्तरससरसपीयूषपानम्।। હેિ જીવ! આ રીતે અત્યંત દુર્લભથી દુર્લભ એવું તથા સકલ ગુણોના ભંડારરૂપ બોધિરત્ન મેળવીને, ઊંચા પ્રકારના વિનયના પ્રસાદથી પ્રાપ્ત થયેલા શાન્ત રસરૂપી સરસ અમૃતનું તું પાન કર! બોધિની દુર્લભતાનું ચિંતન-મનન કરતાં કરતાં, એ ભાવનાનું સેવન કરતાં કરતાં જીવ ધર્મગતિ અણગાર કે શ્રેણિક રાજાની જેમ ઊંચી અધ્યાત્મદશા પ્રાપ્ત કરે છે. આમ, વૈરાગ્યની અને આત્મચિંતનની બાર ભાવનાઓમાં બોધિદુર્લભ ભાવનાનું મહત્ત્વ વિશિષ્ટ પ્રકારનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org