SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પર જિનતત્ત્વ सम्यगाराधयतां स्वहितमिह साध्यतां। बाध्चतामघरगतिआत्मशक्त्या।। હે જીવ!બોધિ અત્યંત દુર્લભ છે એ તું સમજ, સમજ! સમુદ્રના જળમાં ચિંતામણિરત્ન પડી ગયું હોય તો તે મેળવવાનું જેટલું દુર્લભ છે એટલું દુર્લભ બોધિ મેળવવાનું છે. એટલા માટે તું સમ્યગુ આરાધના કરી અને તારું હિત સાધી લે. તું તારી આત્મશક્તિથી નીચી ગતિને, દુર્ગતિને અટકાવી દે બોધિને મેળવવામાં ચાર મોટા અંતરંગ શત્રુઓ તે ચાર સંજ્ઞાઓ છે : (૧) આહાર સંજ્ઞા, (૨) ભયસંજ્ઞા, (૩) મૈથુનસંજ્ઞા અને (૪) પરિગ્રહસંજ્ઞા. માટે જીવે એ સંજ્ઞાઓ ઉપર વિજય મેળવવા માટે ઘણો ભારે પુરુષાર્થ કરવાનો રહે છે. આ બોધિરત્ન મેળવવું અને સાચવવું એ સહેલી વાત નથી. કેટલીયે વાર મળ્યા પછી પાછું એ ખોવાઈ પણ જાય છે. બોધિરત્ન મેળવવા માટે ઘણી બધી તૈયારી કરવી પડે છે અને મેળવ્યા પછી અને સાચવવા માટે ઘણો મોટો પુરુષાર્થ કરવો પડે છે. બોધિપ્રાપ્તિને એટલા માટે જ શાસ્ત્રકારોએ અત્યંત દુર્લભ તરીકે ઓળખાવી છે. “બોધિ દુર્લભ છે” એમ ઉતાવળે ઉપરઉપરથી કહી દેવું એ એક વાત છે અને તેની દુર્લભતાની સાચી આત્મપ્રતીતિ થવી એ બીજી વાત છે. સમગ્ર સંસારના જીવોની ચાલતી સતત ગતિનું અવલોકન કરી તે વિશે આત્મચિંતન કરનારને બોધિની દુર્લભતાની પ્રતીતિ થયા વગર રહેતી નથી. ઉમાસ્વાતિ મહારાજે “પ્રશમરતિમાં કહ્યું છે : ता दुर्लभां भवशतैर्लम्वाऽप्यतिदुर्लभा पुनर्विरतिः । मोहांद्रागात् कापथविलोकनाद् गौरववशाच्च ।। [આવી દુર્લભ બોધિને સેંકડો ભવે મેળવ્યા પછી પણ વિરતિ (ત્યાગસંયમ) મળવી અત્યંત દુર્લભ છે. મોહમાં પડી જવાને કારણે, રાગને વશ થઈ જવાને કારણે, જાતજાતના ખોટા પંથોના અવલોકનને કારણે અને ગૌરવગારવ)ને વશ થવાને કારણે માણસને વિરતિમાં રસરુચિ થતાં નથી.] આવું અત્યંત દુર્લભ એવું બોધિરત્ન પ્રાપ્ત થયું હોય તો તે વેડફી નાખવા જેવું કે ગુમાવી દેવા જેવું નથી. ઉપાધ્યાય શ્રી જયસોમે બોધિદુર્લભ ભાવનાની સઝાયની રચનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249446
Book TitleBodhidurlabh Bhavna
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Religion
File Size343 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy