Book Title: Bodhidurlabh Bhavna
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ૫૦૦ लणं वि आयरियत्तणं अहीणपंचिंदियता हु दुल्लहा । विगलिंदियता हु दीसई समयं गोयम, मा पमायए ।। अहीणपंचे दियत्तंपि से लहे उत्तम धम्मसुई हु दुल्लहा । कुतित्थिनिसेवए जणे समयं गोयम, मा पमायए ।। लवणं वि उत्तम सुई सद्दहणा पुणरावि दुल्लहा । मिच्छत्तनिसेवए जणे समयं गोयम, मा पमायए ।। [દુર્લભ એવો મનુષ્યજન્મ મળ્યા પછી પણ આર્ય દેશમાં જન્મ મળવો દુર્લભ છે. ઘણા લોકો મનુષ્ય હોવા છતાં દસ્યુ અને મ્લેચ્છ હોય છે. માટે, ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર. આર્ય દેશમાં જન્મ મળ્યા પછી પણ પાંચે ઇન્દ્રિયોની પૂર્ણતા મળવી દુર્લભ છે. ઘણા જીવો વિકલેન્દ્રિય જોવા મળે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર. પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા મળ્યા પછી પણ ઉત્તમ ધર્મનું શ્રવણ દુર્લભ છે. ઘણા લોકો કુતીર્લિનું સેવન કરનારા હોય છે. માટે હે ગૌતમ ! સમયમાત્રનો પ્રમાદ ન કર. ઉત્તમ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થયા પછી તેમાં શ્રદ્ધા થવી તે ઘણી દુર્લભ વાત છે. ઘણા લોકો મિથ્યાત્વનું સેવન કરનારા હોય છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.] જિનતત્ત્વ ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ના ત્રીજા અધ્યાયમાં પણ આ જ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે : माणुस्सं विग्गहं लद्धं सुई धम्मस्स दुल्लहा । जं सोच्चा पडिज्जति तवं खंतमहिंसयं ।। Jain Education International आहच्चं सवणं लधुं सद्धा सोच्चा णेयाउणं मग्गं बहवे परमदुल्लहा । परिभस्सई ।। [મનુષ્યપણું પ્રાપ્ત થાય પછી પણ ધર્મનું શ્રવણ અત્યંત દુર્લભ છે, કે જે ધર્મશ્રવણ કરીને જીવ તપ, ક્ષમા અને અહિંસાનો સ્વીકાર કરે છે. કાચ ધર્મશ્રવણ પ્રાપ્ત થયા પછી તેમાં શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. મોક્ષમાર્ગ પ્રતિ લઈ જનારા ધર્મનું શ્રવણ કર્યા પછી ઘણા લોક એ માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે.. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10