Book Title: Bindu ma Sindhu
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ બિંદુમાં સિંધુ [ ૮૫૭ મનોભૂમિમાં પડેલ સ્મૃતિબીજનું આવું વિકસિત વિચાર-વૃક્ષ જન્માવવાનું સામર્થ્ય ન હોત તે આ યાત્રા આપણને સુલભ ન થાત. સ્મૃતિ, તર્ક, કલ્પના, સમજણ અને જિજ્ઞાસા–એ બધાંનાં બીજો તેમને જન્મસિદ્ધ કે વારસાગત છે, પણ તે નાનાવિધ સામગ્રી પામી યથાકાળે ખૂબ ફાલ્યાં અને મૂલ્યાં છે, જેની પ્રતીતિ પ્રસ્તુત સંગ્રહ કરાવે છે અને માનસિક કે આધ્યાત્મિક વિકાસમાં પણ ભૌતિક સૃષ્ટિની પેઠે જ કાર્યકારણભાવના પ્રવર્તતા નિયમને ખુલાસો કરે છે, કાકા પોતે “જીવનપરંપરા” મથાળાવાળા લેખમાં પુનર્જન્મના સ્વરૂપ ‘વિશેની અનેક કલ્પનાઓ આપી અત્યારનું પોતાનું વલણ રજૂ કરે છે. એ ગમે તેમ છે, પણ એટલું તે નિર્વિવાદ સત્ય છે કે નાસતો વિશ્વને માવઃ જે અસ્તિત્વમાં આવે છે તેનું અજ્ઞાત અને સૂક્ષ્મ બીજ અવશ્ય હોય જ છે. જે વસ્તુ પ્રસ્તુત યાત્રામાં વિશાળ આકારે દેખા દે છે, તેનાં બીજે તેમનામાં જન્મસિદ્ધ હતાં, અને તેથી જ તે અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ વિકસ્યાં. કાકા કવિ છે, કળાકાર છે, કર્મશિલ્પી છે, નિમણસ્થપતિ છે, તત્વજ્ઞ છે, વિવેચક છે, ભોગી છે, ત્યાગી છે, ગૃહસ્થ છે, સાધક છે—એમ અનેક છેનું ભાન આ યાત્રાનાં લખાણ, તેમનાં બીજાં લખાણોની જેમ જ, કરાવે છે. પરંતુ આ યાત્રાની વિશેષતા મને લાગી છે તે તે એ કે એમણે સાદા અને સાવ સાદા દેખાય તેવા પ્રસંગે માંથી જીવનસ્પર્શી વ્યાપક ધર્મસંસ્કાર તારવ્યો છે અને તે જે રીતે તારવ્યું, જે રીતે પચાવ્યું અને જે રીતે અત્યારે જીવનમાં કામ કરી રહ્યો છે તેનું સુરેખ ચિત્ર આપ્યું છે. આ લખાણોમાં કેટલાક વિષય પર સામાન્ય નિબંધે પણ તેમણે સંધર્યા છે. એ નિબંધનું નવનીત જોકે જીવનગત ઘટનાઓના મંથનમાંથી જ ઉત્પન્ન થયું છે, છતાં તેમાં કોઈ ખાસ ખાસ ઘટનાઓને ઉલેખ ન હોવાથી તે ઘટનાનિરપેક્ષ વિચાર ભાસે છે. હું તે કાકાની ઉપમાઓ, ભાષાવિહાર, નવ નવ કલ્પનાઓ, વિચારનાં ઊંડાણો–એ બધું જોઉં છું ત્યારે એમને નવયુગીન વ્યાસ-વાલ્મીકિ તરીકે જ ઓળખાવવા લલચાઈ જાઉં છું. કાકા “દત્તાત્રેય” છે. તેમણે દત્તાત્રેયથી વધારે નહિ તે ઓછા ગુરુઓ િનહિ કર્યા હોય એવી મારી ધારણું છે. તે ગમે તેમ છે, પણ તેમના અંતિમ ગુરુ કે ઉપાસ્ય ગાંધીજી છે. ગાંધીજી અને કાકા વચ્ચે ઘણું બાબતમાં ધાણું અંતર છે. એ કહેવાની જરૂર ન હોય પણ પ્રસ્તુત “ધનભવની સ્મરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7