Page #1
--------------------------------------------------------------------------
________________
બિંદુમાં સિંધુ
[૨૪]. " સંસ્કૃતિન્ના અંકમાં “ધર્મોદય—ધર્માનુભવની સ્મરણયાત્રા” એ મથાળા નીચે કાકાસાહેબનાં લખાણે ક્રમશઃ આવતાં તે જ વખતે તે લખાણ સાંભળી જ. મને તે અનેક દૃષ્ટિએ બહુ રુચેલાં. શ્રી. ઉમાશંકરભાઈ એ એ ૫ાયેલ લેખેને ઘણોખરો સંગ્રહ ક્યારેક મને આપેલ, એ દૃષ્ટિથી કે હું એને સળંગ ફરી સાંભળી જાઉં. મારી પણ તે વખતે ઈચ્છા હતી કે તે લખાણો સળંગ સાંભળી કાંઈક વિચાર આવે તે નેધું, પરંતુ ફરી સળગ સાંભળી જવાને અવસર ન મળ્યો. જ્યારે એ લેખે પુસ્તકાકારે પ્રસિદ્ધ થાય છે ત્યારે ભાઈશ્રી જેઠાલાલ ગાંધીએ મને કહ્યું કે તમને એ લખાણે છપાતી વખતે જ ગમેલાં, તે કાંઈક લખો. મેં એ આખો લેખસંગ્રહ ફરી હમણું જ અખંડપણે સાંભળી લીધે. પ્રથમ વાચનનાં ઝાંખાં સ્મરણે ઉદ્ભવ્યાં, પણ આ વખતના વાચને તે અનેક નવા વિચારો જન્માવ્યા. એની સામાન્ય રીતે ટૂંકી ટૂંકી નેંધ કરી, પણ તે તે જુદી જ દષ્ટિએ. મને આ વખતના શ્રવણુ વખતે વિચાર એ આવ્યો કે હું લખું ભલે ગમે તે, પણ જે વિચાર આવતા જાય તે ટપકાવું તે ખરે જ; એ ટૂંકા ટિપણે પડ્યાં હશે તે ક્યારેક કામ આવશે, નહિ તે ટિપ્પણ પૂરતા વિચારે તે ઘડાશે જ.
હું એ ટપકણેમાંથી આ સ્થળે કાંઈ લખીશ એમ મને નથી લાગતું, પણ કાકાસાહેબનાં એ લખાણે સાંભળવાથી તેમના વિશે પ્રથમ અનેક વાર કરેલે વિચાર આ વખતે જે નવતા પામ્યો છે તેને જ દર્શાવવા ધારું છું. તેમનાં લખાણોના આસ્વાદે કલ્પના અને જિજ્ઞાસાનાં વિવિધ અગમાં જે ખુમારી પેદા કરી છે તેને અનુભવ સ્વસંવેદ્ય છે. તેમ છતાં મારા એ નવતા પામેલ વિચારના નિદર્શનથી અન્ય વાચકે પણ એવી ખુમારી અનુભવવા લલચાશે એ આશાએ થોડુંક લખું છું.
કાકાસાહેબનું નામ એટલું બધું જાણીતું છે કે એ નામ સાંભળતાં જ * “ધર્મોદય': કાકા કાલેલકર, પ્ર. નવજીવન પ્રકાશન મંદિર, ૫, ૧૪૨, કિં. રૂ૪
Page #2
--------------------------------------------------------------------------
________________
૮૧૪ ]
છતાં હુ
દર્શન અને ચિંતન કાકા કાલેલકર એમ સમજી જવાય છે. ગુજરાતી, મરાઠી અને હિંદી એ ત્રણ ભાષામાં તે તેએ! પહેલેથી આજ સુધી લખતા આવ્યા છે, જોકે તે ભાષાઓ તા ઘણી જાણે છે. જેમ ખીજા કેટલા વિષયા તે જાણે છે એ કહેવું અઘરું છે, તેમ તેની ભાષાસપત્તિ વિશે પણ છે, જાણુ છું ત્યાં સુધી એમનાં લખાણા તે! ઉક્ત ત્રણ ભાષામાં વિપુલ પ્રમાણમાં સુપ્રસિદ્ધ છે. તેથી એ ત્રણ ભાષાના જગતના વાચકા અને સાક્ષરા તો કાકાસાહેબને જાણે પોતપોતાની માતૃભાષાના લેખક હાય તે રીતે જ ઓળખે છે. તેમની માતૃભાષા કે ભણતરની ભાષા તે મરાઠી છે, પણ જેઓ તેમનાં ગુજરાતી અને હિન્દી લખાણો વાંચે છે તે બધા જ નિર્વિવાદપણે સ્વીકારે છે. કે કાકાની ભાષાશક્તિ અને લખાણની હથોટી અદ્ભુત છે, વિરલ છે.
એક કાઈ સિદ્ધહસ્ત લેખકની કૃતિઓના અનેક યોગ્ય હાથે અનુવાદ. થાય છે. ઘણીવાર એ અનુવાદે મૂળ જેવા જ મનાય છે, તેમ છતાં લેખક અને અનુવાદક અનેનાં હૃદ્ય સવથા એક તો નથી જ થઈ શકતાં. એક હૃદયમાંથી મૂળ જન્મે છે અને ખીજામાંથી અનુવાદ. છેવટે એમાં બિમ્બપ્રતિબિમ્બનું સામ્ય હેાય છે, પણ અભેદ તો નથી જ હોતા. તેથી ઊલટુ,. જ્યારે કાઈ સિદ્ધહસ્ત લેખક પોતે જ અનેક ભાષાઓમાં લખે છે અને તે ઉપર તેને પૂર્ણ કાબૂ હાય છે ત્યારે તે લેખકનું એક જ હૃદય એ વિવિધ ભાષાઓનાં લખાણામાં ધબકતું હોય છે. અનુવાદ કરતાં મૂળ લેખકની વિવિધ ભાષાઓની કૃતિની ખુમારી ઓર હોય છે. ગાંધીજી ગુજરાતીમાં લખે, હિન્દીમાં લખે અને અંગ્રેજીમાં પણ, પરંતુ એ ત્રણેમાં ગાંધીજીનું જે હૃદય વ્યક્ત થાય તે તેમના કાઈ એક ભાષાના લખાણના ખીજાએ કરેલ સિદ્ધહસ્ત અનુવાદમાં ભાગ્યે જ જોઈ શકાય. આ દૃષ્ટિએ વિચાર કરતાં એવું વિધાન કરવાનું મન થઈ જાય છે કે અનેક ભાષામાં લખનાર સિહસ્ત લેખક અને તલસ્પર્શી વિચારક તે તે ભાષાના સાહિત્યને અને તે તે ભાષાભાષી જગતને, તર ભાષાના સાહિત્યમાંથી અને ઇતર ભાષાભાષી જગતમાંથી, ઘણી કીમતી અને ઉપયોગી ભેટા આપે છે. કાકાસાહેબને વિશે કહેવું હાય તે એમ કહી શકાય કે તેમણે ગુજરાતી ભાષાની સમૃદ્ધિમાં પોતાની માતૃભાષા અને ખીજી માતૃવત્ કરેલી ભાષાની સમૃદ્ધિથી બહુ મોટો વધારો કર્યો છે. ગુજરાતી
સાષાને અનેક નવા શબ્દો, નવી કહેવા, નવા રૂઢિપ્રયોગો આપ્યા છે.. સાથે સાથે ગુજરાતી ભાષાના ગાડિયા ગણાતા, તળપદા મનાતા કેટલાય શબ્દો, કેટલીય કહેવતો વગેરેને પોતાના બહુશ્રુતત્વના સ’કારથી સરકારી અક્ષરપ્રિય બનાવ્યાં છે. અને ગુજરાતી ભાષામાં કાઈ પણ જાતનું દારિદ્રય
Page #3
--------------------------------------------------------------------------
________________
બિંદુમાં સિંધુ
- ૮૫૧
નથી એવી શ્રદ્ધા અંગ્રેજીભક્તોમાં પ્રકટાવવામાં કાકાસાહેબને પણ નાનાસૂના ફાળા નથી. આ જ ન્યાયે કાકાસાહેબે મરાઠી ભાષાની સમૃદ્ધિમાં પણ કીમતી કાળા આપેલા હૈાવા જોઈએ. (હુ હાવા જોઈ એ ? એટલા માટે લખું છું કે તેમનાં મરાઠી લખાણા મે વિશેષ પ્રમાણમાં નથી સાંભળ્યાં. ) તેનાં હિન્દી લખાણા હું પહેલેથી સાંભળતા આવ્યા છું અને જોતા આવ્યો છું કે તેમણે હિન્દી ભાષાની સમૃદ્ધિમાં કેટલા વધારા કર્યાં છે ! - સખી ખાલી', ‘ સર્વોદય’,· મગલપ્રભાત' જેવાં માસિકેામાં તો તેમને પ્રાણુ ધમકે જ, પણ ખીજા અનેક પત્રપત્રિકાઓમાં અને પુસ્તકામાં તેમનુ હિન્દી લખાણ જે જોતા હશે, તેમ જ તેમનાં હિંદી અને ગુજરાતીમાં પ્રવચના સાંભળતા હશે તે કહી શકશે કે કાકાસાહેબ હિન્દી અને ગુરાતી સાહિત્યને તેમ જ તે ભાષાઓને કેટલું તેજ અપી રહ્યા છે.
ભાષા અને સાહિત્યની સમૃદ્ધિના એક અ એ છે કે તેનુ કલેવર એટલું બધુ વિશાળ તેમ જ ઉન્નત કરવું કે જેથી તેમાં અણખેડાયેલા વિચારા ખેડાવા લાગે, અાપાઁ ખેડાયેલા વિચારા વધારે સારી રીતે ખેડાય અને એકંદરે વિષયાની વિવિધતા અને વિચારની સૂક્ષ્મતાનું ધારણ ઊંચે આવે. કાકાસાહેબે ગુજરાતી, હિન્દી અને મરાડી એ ત્રણે ભાષાની અને સાહિત્યની સમૃદ્ધિ આ દૃષ્ટિએ પણ વધારી છે. કાકાસાહેબે આ રીતે પણ સંકુચિત ભાષાવાદ અને પ્રાંતીયતાવાÒ પેાતાના વર્તન-વ્યવહારથી જ ફટકા માર્યાં છે. તેમને હરકાઈ પાતાના પ્રાંતીય તરીકે જ ઓળખે છે. આ કાંઈ નાનીસૂની સિદ્ધિ નથી.
ગોટલી કેટલી નાની અને તેમાંથી ઊગતુ, ફાલતુ ફૂલતુ ભાનુ ઝાડ કેટલું માટુ ! આ એ વચ્ચેનું અંતર જોનાર જો સ્થૂળદષ્ટિ હોય તો એ કેવી રીતે સમજી શકે કે ગોટલીમાં જ ઍવડા માટા અને વિશાળ આંખે છુપાયેલા હતા ? પણુ સ્થૂળદષ્ટિને માટે જે વસ્તુ દુંમ તે જ સમદષ્ટિને માટે સુગમ હોય છે. ગોટલી ચાગ્ય ભૂમિમાં કાહી, હવા—પાણી—પ્રકાશનું બળ પામી, ગા કાઢે છે. તેમાંથી મોટું થડ અને શાખા, પ્રશાખા, પ્રતિશાખા, પત્ર, મંજરીને મેટા કાલ વિસ્તરે છે. એ જ ફાલમાંથી રસના તક અને તંત્ર–મેાહક મધુર આશ્રળ પાકે છે.
આ રાજ્તી દૃશ્યમાન જૈતિક અને વાનસ્પતિક પ્રક્રિયા ક્ર સૃષ્ટિ છે, જેને સમજતાં અને સમજાવતાં બહુ મહેનત નથી પડતી. પણ આ જ દાખલાને અનુસરતી માનસિક તેમ જ આધ્યાત્મિક પ્રક્રિયા કે સૃષ્ટિને સમજવા—સમ
Page #4
--------------------------------------------------------------------------
________________
૮૫૬ ]
દન અને ચિંતન
જાવવાનું કામ એટલું સહેલું નથી. તેમ છતાં વિશ્વમાં કેટલીક વિભૂતિ એવી મળી આવે છે કે જેના ઉદાહરણથી આવી સૂક્ષ્મ પ્રક્રિયા પણ કાંઈક સહેલાઈથી સમજી શકાય. મને લાગે છે, કાકા આવી એક વિભૂતિ છે અને એ વિભૂતિતત્ત્વનું દર્શન તેમનાં ખીજાં સેકડો લખાણામાં થાય છે તે કરતાં કાંઈક જુદી રીતે અને કાંઈક અકલ્પ્ય રીતે પ્રસ્તુત લખાણામાં થાય છે.
છેક શૈશવકાળમાં બનેલી નાનીમોટી બટનાએ ફ્રાને યાદ રહે છે? પણ આપણે પ્રસ્તુત ધર્મોનુભવનાં લખાણામાં જોઈએ છીએ કે કાકાના શિશુમાનસ ઉપર તે વખતની ઘટનાઓની છાપ એવી સચોટપણે ઊંડી છે કે તે છાપ ઉપર આગલાં વર્ષોમાં અને વિકસતી બુદ્ધિ તેમ જ પ્રજ્ઞાના કાળમાં તે બહુ મુક્તપણે વિચાર કરી શકયા છે. છેક શૈશવકાળ કે જ્યારે તેઓ નિશાળે પણ ખેઠા ન હતા ત્યારે અને પૂરું એટલતાં પણ ભાગ્યે જ જાણતા ત્યારે તેમણે જે જે જોયુ, સાંભળ્યું અને તત્કાલીન શક્તિ પ્રમાણે જે કાલાઘેલા તર્કો અને પ્રશ્નો કર્યાં, અધૂરાં કે સાચાંખાટાં જે અનુમાને તારવ્યાં તે બધાંની છાપા તેમના સ્મૃતિભંડારમાં સધરાતી ગઈ અને ઉત્તરશત્તર તેજ આપા ઉપર તેઓ પાતે જ મનમાં ને મનમાં વિચારનું નવું નવું ભાષ્ય રચતા ગયા. સામાન્ય હકીકતો જે આપણા સહુનાં જીવનમાં અને છે તેવી જ તેમણે પકડી છે. કુટુંબ, સમાજ, શાળા, શિક્ષક, પટાવાળો, પુરાણી, પૂજારી, મંદિર, મૂર્તિ, પૂજાના ધ્યિાકાંડા ઇત્યાદિ બધું જ આપણું સહુને નાની ઉંમરથી એક અથવા ખીજી રીતે પ્રાપ્ત હોય છે. પણ એની બાહ્યકાલીન છાપો ટલાનાં મનમાં ઊડે છે? અને ઊઠતી હાય. તા તે છાપાને યાદ કરી, તેનું પૃથક્કરણ કરી, તેનું મૂળ આપણામાંથી કાણુ શોધે છે? અને એવા મૂળને શોધી, અંગત ગણાતા અનુભવમાંથી સર્વોપયોગી અને સ`કાલીન ધર્માનુભવ કાણુ તારવી શકે છે? આ બધું તદ્દન વિરલ, છતાં આપણે કાકાના જીવનમાં આ બધી પ્રક્રિયા ઘટતી જોઈ એ છીએ. · સ્મરણયાત્રા ' માં તેમણે અમુક વર્ષો સુધીના અનુભવ યાદ કર્યો છે, તેના ઉપર પ્રૌઢ ઉંમરની ટીકાઓ પણ કરી છે. પરંતુ આ ધર્માનુભવની યાત્રામાં તે સાવ શૈશવ અવસ્થાથી માંડી પેાતાનાં સ્મરણાની યાત્રા કરી છે. જ્યારે તે શિશુ હશે, કિશોર હરશે, કુમાર હશે, તરુણુ હરો, પ્રૌઢ હશે, અને અત્યારે પરિપક્વ પ્રૌઢ છે ત્યારે પણ, તે તે સંસ્કારો પરત્વે તેમને અનેક જાતનાં તર્કો, વિચારો અને અનુમાને સૂઝયાં; શાસ્ત્રીય તુલનાએ પણ તેમણે કરી અને છેવટે એ સ્મૃતિીજને અત્યાર લગીના થયેલ વિકાસ એમણે આ યાત્રામાં આલેખ્યા. જો એમની
'
Page #5
--------------------------------------------------------------------------
________________
બિંદુમાં સિંધુ
[ ૮૫૭ મનોભૂમિમાં પડેલ સ્મૃતિબીજનું આવું વિકસિત વિચાર-વૃક્ષ જન્માવવાનું સામર્થ્ય ન હોત તે આ યાત્રા આપણને સુલભ ન થાત.
સ્મૃતિ, તર્ક, કલ્પના, સમજણ અને જિજ્ઞાસા–એ બધાંનાં બીજો તેમને જન્મસિદ્ધ કે વારસાગત છે, પણ તે નાનાવિધ સામગ્રી પામી યથાકાળે ખૂબ ફાલ્યાં અને મૂલ્યાં છે, જેની પ્રતીતિ પ્રસ્તુત સંગ્રહ કરાવે છે અને માનસિક કે આધ્યાત્મિક વિકાસમાં પણ ભૌતિક સૃષ્ટિની પેઠે જ કાર્યકારણભાવના પ્રવર્તતા નિયમને ખુલાસો કરે છે,
કાકા પોતે “જીવનપરંપરા” મથાળાવાળા લેખમાં પુનર્જન્મના સ્વરૂપ ‘વિશેની અનેક કલ્પનાઓ આપી અત્યારનું પોતાનું વલણ રજૂ કરે છે. એ ગમે તેમ છે, પણ એટલું તે નિર્વિવાદ સત્ય છે કે નાસતો વિશ્વને માવઃ જે
અસ્તિત્વમાં આવે છે તેનું અજ્ઞાત અને સૂક્ષ્મ બીજ અવશ્ય હોય જ છે. જે વસ્તુ પ્રસ્તુત યાત્રામાં વિશાળ આકારે દેખા દે છે, તેનાં બીજે તેમનામાં જન્મસિદ્ધ હતાં, અને તેથી જ તે અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ વિકસ્યાં.
કાકા કવિ છે, કળાકાર છે, કર્મશિલ્પી છે, નિમણસ્થપતિ છે, તત્વજ્ઞ છે, વિવેચક છે, ભોગી છે, ત્યાગી છે, ગૃહસ્થ છે, સાધક છે—એમ અનેક છેનું ભાન આ યાત્રાનાં લખાણ, તેમનાં બીજાં લખાણોની જેમ જ, કરાવે છે. પરંતુ આ યાત્રાની વિશેષતા મને લાગી છે તે તે એ કે એમણે સાદા અને સાવ સાદા દેખાય તેવા પ્રસંગે માંથી જીવનસ્પર્શી વ્યાપક ધર્મસંસ્કાર તારવ્યો છે અને તે જે રીતે તારવ્યું, જે રીતે પચાવ્યું અને જે રીતે અત્યારે જીવનમાં કામ કરી રહ્યો છે તેનું સુરેખ ચિત્ર આપ્યું છે. આ લખાણોમાં કેટલાક વિષય પર સામાન્ય નિબંધે પણ તેમણે સંધર્યા છે. એ નિબંધનું નવનીત જોકે જીવનગત ઘટનાઓના મંથનમાંથી જ ઉત્પન્ન થયું
છે, છતાં તેમાં કોઈ ખાસ ખાસ ઘટનાઓને ઉલેખ ન હોવાથી તે ઘટનાનિરપેક્ષ વિચાર ભાસે છે. હું તે કાકાની ઉપમાઓ, ભાષાવિહાર, નવ નવ કલ્પનાઓ, વિચારનાં ઊંડાણો–એ બધું જોઉં છું ત્યારે એમને નવયુગીન વ્યાસ-વાલ્મીકિ તરીકે જ ઓળખાવવા લલચાઈ જાઉં છું.
કાકા “દત્તાત્રેય” છે. તેમણે દત્તાત્રેયથી વધારે નહિ તે ઓછા ગુરુઓ િનહિ કર્યા હોય એવી મારી ધારણું છે. તે ગમે તેમ છે, પણ તેમના
અંતિમ ગુરુ કે ઉપાસ્ય ગાંધીજી છે. ગાંધીજી અને કાકા વચ્ચે ઘણું બાબતમાં ધાણું અંતર છે. એ કહેવાની જરૂર ન હોય પણ પ્રસ્તુત “ધનભવની સ્મરણ
Page #6
--------------------------------------------------------------------------
________________
૮૫૮ ]
દર્શન અને ચિંતન
ચાત્રા' અને ખીજી ‘ સ્મરણયાત્રા ’ તે એક રીતે કાકાસાહેબની આત્મકથા જ છે. ગાંધી∞એ આત્મકથા આપી જગતને મુગ્ધ કર્યું છે, કાકાસાહેબે આત્મકથા આપી આખાલસ્ત્રીજન ઉપરાંત વિદ્વાનને અને સાક્ષરાને પણ આકર્ષ્યા છે, તૃપ્ત કર્યો છે. ગાંધીજી જે કહેવું હોય તે સીધેસીધું કહી દે. મૂર્તિ વિશે શું વિચારે છે અને શું વિચારતા, એવી કાઈ ખાબત વિશે કહેવું હાય ત્યારે કાકાસાહેબ કાવ્યકલ્પના દ્વારા તે નાનકડી દેખાતી ઘટનાને ખૂબ ફુલાવી, વિકસાવી અનેક મનેારમ તર્ક અને આસપાસના અનુભવેાના રંગ પૂરી રજૂ કરે છે. એટલે ગાંધીજીનું એક વાકથ તે કાકાસાહેબના એક નાનકડા લેખ બને. વિદ્યાના અને સાક્ષરોને · આશ્રોતિ ’એ વાકય સંતોષ નથી આપતું, જ્યારે તે જ અર્થનું ‘ સારત વિનતિતરાં વુરસ્તાર્ ' એ વાકચ આકર્ષે છે.
યાત્રા કરવી હોય ત્યારે એક નિયત સ્થાનથી બીજા અતિમ નિયત સ્થાન સુધી પગપાળા જવાનું હેાય છે; તેમાં પડાવા કરવા પડે છે; પ્રત્યેક પડાવે ના નવા અનુભવ અને તાજગી મળતાં જાય છે; ખાસ કરી નદી, માનસસરાવર કે કૈલાસની યાત્રા કરવી હોય ત્યારે તે ઊંચું ને ઊંચું ચડવાનું પ્રાપ્ત થાય છે. આવાં ચડાણામાં ક્ષિતિજપટ ઉત્તરાત્તર વિસ્તરતો જાય છે. કાકાસાહેબે એવી યાત્રાના આનદ માણ્યો છે, એની ખૂન્નીએ જાણી છે. તેથી જ કદાચ તેમણે પોતાનાં સ્મરણાને યાત્રાથી ઓળખાવ્યાં છે. આ પ એક માસિક અને આધ્યાત્મિક ઊંડાણુ અને ચડાણુના પ્રવાસક્રમ હોવાથી યાત્રા જ છે. અધિકાર, સમજણુ અને વિવેકના તારતમ્ય પ્રમાણે ધર્મના અનેક અર્થી મનુષ્યજાતિએ કર્યાં છે; શાસ્ત્રોમાં સધરાયા પણ છે. એક જ પ્રસંગમાંથી અમુક કાળે ધમના જે અર્થ કૃલિત થાય તે જ પ્રસગમાંથી કાળાંતરે સમજણુ, વિવેક અને પ્રજ્ઞાની વૃદ્ધિ સાથે ધર્મનાં ઉત્તરોત્તર સૂક્ષ્મ રૂપા તે જ વ્યક્તિ ક૨ે છે, અનુભવે છે અને એ રીતે ધર્મના વિશાળ રૂપના અનુભવની યાત્રા જાગરૂક વ્યક્તિ એક જ વનમાં કરે છે. પ્રસ્તુત લખાણે કાકાસાહેબની એવી યાત્રાનાં સાક્ષી છે, તેની પ્રતીતિ હરકેાઈ વાચક કરી શકશે.
સિધુમાં બિંદુ અને બિંદુમાં સિંધુ એવી પ્રાચીન વાણી છે. પૂર્વાનેદ અથ સમજતાં વાર નથી લાગતી, ઉત્તરાર્ધ વિશે તેમ નથી. પણ ઉત્તરાધના એ રૂપથી નિરૂપિત કરવામાં આવતા ભાવ કે સૂચિત કરવામાં આવતા અર્થ જો આપણી નજર સમક્ષ હાય તો એ રૂપક સમજવું સાવ સહેલું છે. જૈન શાસ્ત્રમાં વર્ણન છે કે કાઈ વ્યક્તિમાં એવી પણ લબ્ધિ શક્તિ હાય છે કે તે એકાદ પદ, એકાદ વાકય કે એકાદ સૂત્રને અવલખી તેના ઉપર વિચાર કરે
Page #7
--------------------------------------------------------------------------
________________ બિંદમાં સિંધુ [859 છે અને નિજ–પ્રજ્ઞાને ઉપગ કરે છે ત્યારે તે એકાદ સૂત્ર તેને ચૌદ વિદ્યા જેટલું વિશાળ જ્ઞાનસામર્થ્ય આપે છે. આ વર્ણન ઝટ ઝટ બધાને ગળે ન પણ ઊતરે, તો પણ એની એક નાની અને આધુનિક આવૃત્તિ કાકાસાહેબનાં આ લખાણે પૂરી પાડે છે. તેથી જ તે એના શૈશવકાલીન સાવ ઉપેક્ષ્ય ગણાય એવા નજીવા સંસ્કારબિંદુમાંથી વિચાર, પરીક્ષણ અને પરિપકવ પ્રજ્ઞાને સિંધુ છલકાય છે. કેટલાક અભ્યાસીઓએ ગુજરાતી સાહિત્યના ધુરંધર લેખકે જેવા કે નરસિંહરાવ, રમણલાલ આદિને કેન્દ્રમાં રાખી પીએચ. ડી. ની ડિગ્રી મેળવી છે; બીજા કેટલાક અત્યારે પણ એવા લેખકોને કેન્દ્રમાં રાખી એવી ડિગ્રીની તૈયારી કરી રહ્યાનું જાણમાં છે. તેથી સૂચન કરવાનું મન થાય છે કે જે કોઈ અભ્યાસી કાકાસાહેબના ગુજરાતી સમગ્ર સાહિત્યને અથવા એકાદ કૃતિને અથવા તેમના અનેક વિષયે પૈકી એકાદ વિષયને કેન્દ્રમાં રાખી એવી ડિગ્રી માટે પ્રયત્ન કરશે તે, હું માનું છું કે, તે પિતાની યેગ્યતાને અનેકમુખી વિકસાવશે, એટલું જ નહિ, પણ ગુજરાતી સાહિત્યની સાચી ઉપાસના કરવા ઉપરાંત પરપ્રાન્તીય વ્યક્તિએ ગુજરાતી સાહિત્યને કેટલું ઉન્નત કર્યું છે એને અજોડ દાખલે ઉપસ્થિત કરશે. - સંસ્કૃતિ, ઓગસ્ટ 1952