SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૪ ] છતાં હુ દર્શન અને ચિંતન કાકા કાલેલકર એમ સમજી જવાય છે. ગુજરાતી, મરાઠી અને હિંદી એ ત્રણ ભાષામાં તે તેએ! પહેલેથી આજ સુધી લખતા આવ્યા છે, જોકે તે ભાષાઓ તા ઘણી જાણે છે. જેમ ખીજા કેટલા વિષયા તે જાણે છે એ કહેવું અઘરું છે, તેમ તેની ભાષાસપત્તિ વિશે પણ છે, જાણુ છું ત્યાં સુધી એમનાં લખાણા તે! ઉક્ત ત્રણ ભાષામાં વિપુલ પ્રમાણમાં સુપ્રસિદ્ધ છે. તેથી એ ત્રણ ભાષાના જગતના વાચકા અને સાક્ષરા તો કાકાસાહેબને જાણે પોતપોતાની માતૃભાષાના લેખક હાય તે રીતે જ ઓળખે છે. તેમની માતૃભાષા કે ભણતરની ભાષા તે મરાઠી છે, પણ જેઓ તેમનાં ગુજરાતી અને હિન્દી લખાણો વાંચે છે તે બધા જ નિર્વિવાદપણે સ્વીકારે છે. કે કાકાની ભાષાશક્તિ અને લખાણની હથોટી અદ્ભુત છે, વિરલ છે. એક કાઈ સિદ્ધહસ્ત લેખકની કૃતિઓના અનેક યોગ્ય હાથે અનુવાદ. થાય છે. ઘણીવાર એ અનુવાદે મૂળ જેવા જ મનાય છે, તેમ છતાં લેખક અને અનુવાદક અનેનાં હૃદ્ય સવથા એક તો નથી જ થઈ શકતાં. એક હૃદયમાંથી મૂળ જન્મે છે અને ખીજામાંથી અનુવાદ. છેવટે એમાં બિમ્બપ્રતિબિમ્બનું સામ્ય હેાય છે, પણ અભેદ તો નથી જ હોતા. તેથી ઊલટુ,. જ્યારે કાઈ સિદ્ધહસ્ત લેખક પોતે જ અનેક ભાષાઓમાં લખે છે અને તે ઉપર તેને પૂર્ણ કાબૂ હાય છે ત્યારે તે લેખકનું એક જ હૃદય એ વિવિધ ભાષાઓનાં લખાણામાં ધબકતું હોય છે. અનુવાદ કરતાં મૂળ લેખકની વિવિધ ભાષાઓની કૃતિની ખુમારી ઓર હોય છે. ગાંધીજી ગુજરાતીમાં લખે, હિન્દીમાં લખે અને અંગ્રેજીમાં પણ, પરંતુ એ ત્રણેમાં ગાંધીજીનું જે હૃદય વ્યક્ત થાય તે તેમના કાઈ એક ભાષાના લખાણના ખીજાએ કરેલ સિદ્ધહસ્ત અનુવાદમાં ભાગ્યે જ જોઈ શકાય. આ દૃષ્ટિએ વિચાર કરતાં એવું વિધાન કરવાનું મન થઈ જાય છે કે અનેક ભાષામાં લખનાર સિહસ્ત લેખક અને તલસ્પર્શી વિચારક તે તે ભાષાના સાહિત્યને અને તે તે ભાષાભાષી જગતને, તર ભાષાના સાહિત્યમાંથી અને ઇતર ભાષાભાષી જગતમાંથી, ઘણી કીમતી અને ઉપયોગી ભેટા આપે છે. કાકાસાહેબને વિશે કહેવું હાય તે એમ કહી શકાય કે તેમણે ગુજરાતી ભાષાની સમૃદ્ધિમાં પોતાની માતૃભાષા અને ખીજી માતૃવત્ કરેલી ભાષાની સમૃદ્ધિથી બહુ મોટો વધારો કર્યો છે. ગુજરાતી સાષાને અનેક નવા શબ્દો, નવી કહેવા, નવા રૂઢિપ્રયોગો આપ્યા છે.. સાથે સાથે ગુજરાતી ભાષાના ગાડિયા ગણાતા, તળપદા મનાતા કેટલાય શબ્દો, કેટલીય કહેવતો વગેરેને પોતાના બહુશ્રુતત્વના સ’કારથી સરકારી અક્ષરપ્રિય બનાવ્યાં છે. અને ગુજરાતી ભાષામાં કાઈ પણ જાતનું દારિદ્રય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249247
Book TitleBindu ma Sindhu
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size134 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy