________________
બિંદુમાં સિંધુ
[૨૪]. " સંસ્કૃતિન્ના અંકમાં “ધર્મોદય—ધર્માનુભવની સ્મરણયાત્રા” એ મથાળા નીચે કાકાસાહેબનાં લખાણે ક્રમશઃ આવતાં તે જ વખતે તે લખાણ સાંભળી જ. મને તે અનેક દૃષ્ટિએ બહુ રુચેલાં. શ્રી. ઉમાશંકરભાઈ એ એ ૫ાયેલ લેખેને ઘણોખરો સંગ્રહ ક્યારેક મને આપેલ, એ દૃષ્ટિથી કે હું એને સળંગ ફરી સાંભળી જાઉં. મારી પણ તે વખતે ઈચ્છા હતી કે તે લખાણો સળંગ સાંભળી કાંઈક વિચાર આવે તે નેધું, પરંતુ ફરી સળગ સાંભળી જવાને અવસર ન મળ્યો. જ્યારે એ લેખે પુસ્તકાકારે પ્રસિદ્ધ થાય છે ત્યારે ભાઈશ્રી જેઠાલાલ ગાંધીએ મને કહ્યું કે તમને એ લખાણે છપાતી વખતે જ ગમેલાં, તે કાંઈક લખો. મેં એ આખો લેખસંગ્રહ ફરી હમણું જ અખંડપણે સાંભળી લીધે. પ્રથમ વાચનનાં ઝાંખાં સ્મરણે ઉદ્ભવ્યાં, પણ આ વખતના વાચને તે અનેક નવા વિચારો જન્માવ્યા. એની સામાન્ય રીતે ટૂંકી ટૂંકી નેંધ કરી, પણ તે તે જુદી જ દષ્ટિએ. મને આ વખતના શ્રવણુ વખતે વિચાર એ આવ્યો કે હું લખું ભલે ગમે તે, પણ જે વિચાર આવતા જાય તે ટપકાવું તે ખરે જ; એ ટૂંકા ટિપણે પડ્યાં હશે તે ક્યારેક કામ આવશે, નહિ તે ટિપ્પણ પૂરતા વિચારે તે ઘડાશે જ.
હું એ ટપકણેમાંથી આ સ્થળે કાંઈ લખીશ એમ મને નથી લાગતું, પણ કાકાસાહેબનાં એ લખાણે સાંભળવાથી તેમના વિશે પ્રથમ અનેક વાર કરેલે વિચાર આ વખતે જે નવતા પામ્યો છે તેને જ દર્શાવવા ધારું છું. તેમનાં લખાણોના આસ્વાદે કલ્પના અને જિજ્ઞાસાનાં વિવિધ અગમાં જે ખુમારી પેદા કરી છે તેને અનુભવ સ્વસંવેદ્ય છે. તેમ છતાં મારા એ નવતા પામેલ વિચારના નિદર્શનથી અન્ય વાચકે પણ એવી ખુમારી અનુભવવા લલચાશે એ આશાએ થોડુંક લખું છું.
કાકાસાહેબનું નામ એટલું બધું જાણીતું છે કે એ નામ સાંભળતાં જ * “ધર્મોદય': કાકા કાલેલકર, પ્ર. નવજીવન પ્રકાશન મંદિર, ૫, ૧૪૨, કિં. રૂ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org