________________
૮૫૬ ]
દન અને ચિંતન
જાવવાનું કામ એટલું સહેલું નથી. તેમ છતાં વિશ્વમાં કેટલીક વિભૂતિ એવી મળી આવે છે કે જેના ઉદાહરણથી આવી સૂક્ષ્મ પ્રક્રિયા પણ કાંઈક સહેલાઈથી સમજી શકાય. મને લાગે છે, કાકા આવી એક વિભૂતિ છે અને એ વિભૂતિતત્ત્વનું દર્શન તેમનાં ખીજાં સેકડો લખાણામાં થાય છે તે કરતાં કાંઈક જુદી રીતે અને કાંઈક અકલ્પ્ય રીતે પ્રસ્તુત લખાણામાં થાય છે.
છેક શૈશવકાળમાં બનેલી નાનીમોટી બટનાએ ફ્રાને યાદ રહે છે? પણ આપણે પ્રસ્તુત ધર્મોનુભવનાં લખાણામાં જોઈએ છીએ કે કાકાના શિશુમાનસ ઉપર તે વખતની ઘટનાઓની છાપ એવી સચોટપણે ઊંડી છે કે તે છાપ ઉપર આગલાં વર્ષોમાં અને વિકસતી બુદ્ધિ તેમ જ પ્રજ્ઞાના કાળમાં તે બહુ મુક્તપણે વિચાર કરી શકયા છે. છેક શૈશવકાળ કે જ્યારે તેઓ નિશાળે પણ ખેઠા ન હતા ત્યારે અને પૂરું એટલતાં પણ ભાગ્યે જ જાણતા ત્યારે તેમણે જે જે જોયુ, સાંભળ્યું અને તત્કાલીન શક્તિ પ્રમાણે જે કાલાઘેલા તર્કો અને પ્રશ્નો કર્યાં, અધૂરાં કે સાચાંખાટાં જે અનુમાને તારવ્યાં તે બધાંની છાપા તેમના સ્મૃતિભંડારમાં સધરાતી ગઈ અને ઉત્તરશત્તર તેજ આપા ઉપર તેઓ પાતે જ મનમાં ને મનમાં વિચારનું નવું નવું ભાષ્ય રચતા ગયા. સામાન્ય હકીકતો જે આપણા સહુનાં જીવનમાં અને છે તેવી જ તેમણે પકડી છે. કુટુંબ, સમાજ, શાળા, શિક્ષક, પટાવાળો, પુરાણી, પૂજારી, મંદિર, મૂર્તિ, પૂજાના ધ્યિાકાંડા ઇત્યાદિ બધું જ આપણું સહુને નાની ઉંમરથી એક અથવા ખીજી રીતે પ્રાપ્ત હોય છે. પણ એની બાહ્યકાલીન છાપો ટલાનાં મનમાં ઊડે છે? અને ઊઠતી હાય. તા તે છાપાને યાદ કરી, તેનું પૃથક્કરણ કરી, તેનું મૂળ આપણામાંથી કાણુ શોધે છે? અને એવા મૂળને શોધી, અંગત ગણાતા અનુભવમાંથી સર્વોપયોગી અને સ`કાલીન ધર્માનુભવ કાણુ તારવી શકે છે? આ બધું તદ્દન વિરલ, છતાં આપણે કાકાના જીવનમાં આ બધી પ્રક્રિયા ઘટતી જોઈ એ છીએ. · સ્મરણયાત્રા ' માં તેમણે અમુક વર્ષો સુધીના અનુભવ યાદ કર્યો છે, તેના ઉપર પ્રૌઢ ઉંમરની ટીકાઓ પણ કરી છે. પરંતુ આ ધર્માનુભવની યાત્રામાં તે સાવ શૈશવ અવસ્થાથી માંડી પેાતાનાં સ્મરણાની યાત્રા કરી છે. જ્યારે તે શિશુ હશે, કિશોર હરશે, કુમાર હશે, તરુણુ હરો, પ્રૌઢ હશે, અને અત્યારે પરિપક્વ પ્રૌઢ છે ત્યારે પણ, તે તે સંસ્કારો પરત્વે તેમને અનેક જાતનાં તર્કો, વિચારો અને અનુમાને સૂઝયાં; શાસ્ત્રીય તુલનાએ પણ તેમણે કરી અને છેવટે એ સ્મૃતિીજને અત્યાર લગીના થયેલ વિકાસ એમણે આ યાત્રામાં આલેખ્યા. જો એમની
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org