Book Title: Bindu ma Sindhu
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૮૫૮ ] દર્શન અને ચિંતન ચાત્રા' અને ખીજી ‘ સ્મરણયાત્રા ’ તે એક રીતે કાકાસાહેબની આત્મકથા જ છે. ગાંધી∞એ આત્મકથા આપી જગતને મુગ્ધ કર્યું છે, કાકાસાહેબે આત્મકથા આપી આખાલસ્ત્રીજન ઉપરાંત વિદ્વાનને અને સાક્ષરાને પણ આકર્ષ્યા છે, તૃપ્ત કર્યો છે. ગાંધીજી જે કહેવું હોય તે સીધેસીધું કહી દે. મૂર્તિ વિશે શું વિચારે છે અને શું વિચારતા, એવી કાઈ ખાબત વિશે કહેવું હાય ત્યારે કાકાસાહેબ કાવ્યકલ્પના દ્વારા તે નાનકડી દેખાતી ઘટનાને ખૂબ ફુલાવી, વિકસાવી અનેક મનેારમ તર્ક અને આસપાસના અનુભવેાના રંગ પૂરી રજૂ કરે છે. એટલે ગાંધીજીનું એક વાકથ તે કાકાસાહેબના એક નાનકડા લેખ બને. વિદ્યાના અને સાક્ષરોને · આશ્રોતિ ’એ વાકય સંતોષ નથી આપતું, જ્યારે તે જ અર્થનું ‘ સારત વિનતિતરાં વુરસ્તાર્ ' એ વાકચ આકર્ષે છે. યાત્રા કરવી હોય ત્યારે એક નિયત સ્થાનથી બીજા અતિમ નિયત સ્થાન સુધી પગપાળા જવાનું હેાય છે; તેમાં પડાવા કરવા પડે છે; પ્રત્યેક પડાવે ના નવા અનુભવ અને તાજગી મળતાં જાય છે; ખાસ કરી નદી, માનસસરાવર કે કૈલાસની યાત્રા કરવી હોય ત્યારે તે ઊંચું ને ઊંચું ચડવાનું પ્રાપ્ત થાય છે. આવાં ચડાણામાં ક્ષિતિજપટ ઉત્તરાત્તર વિસ્તરતો જાય છે. કાકાસાહેબે એવી યાત્રાના આનદ માણ્યો છે, એની ખૂન્નીએ જાણી છે. તેથી જ કદાચ તેમણે પોતાનાં સ્મરણાને યાત્રાથી ઓળખાવ્યાં છે. આ પ એક માસિક અને આધ્યાત્મિક ઊંડાણુ અને ચડાણુના પ્રવાસક્રમ હોવાથી યાત્રા જ છે. અધિકાર, સમજણુ અને વિવેકના તારતમ્ય પ્રમાણે ધર્મના અનેક અર્થી મનુષ્યજાતિએ કર્યાં છે; શાસ્ત્રોમાં સધરાયા પણ છે. એક જ પ્રસંગમાંથી અમુક કાળે ધમના જે અર્થ કૃલિત થાય તે જ પ્રસગમાંથી કાળાંતરે સમજણુ, વિવેક અને પ્રજ્ઞાની વૃદ્ધિ સાથે ધર્મનાં ઉત્તરોત્તર સૂક્ષ્મ રૂપા તે જ વ્યક્તિ ક૨ે છે, અનુભવે છે અને એ રીતે ધર્મના વિશાળ રૂપના અનુભવની યાત્રા જાગરૂક વ્યક્તિ એક જ વનમાં કરે છે. પ્રસ્તુત લખાણે કાકાસાહેબની એવી યાત્રાનાં સાક્ષી છે, તેની પ્રતીતિ હરકેાઈ વાચક કરી શકશે. સિધુમાં બિંદુ અને બિંદુમાં સિંધુ એવી પ્રાચીન વાણી છે. પૂર્વાનેદ અથ સમજતાં વાર નથી લાગતી, ઉત્તરાર્ધ વિશે તેમ નથી. પણ ઉત્તરાધના એ રૂપથી નિરૂપિત કરવામાં આવતા ભાવ કે સૂચિત કરવામાં આવતા અર્થ જો આપણી નજર સમક્ષ હાય તો એ રૂપક સમજવું સાવ સહેલું છે. જૈન શાસ્ત્રમાં વર્ણન છે કે કાઈ વ્યક્તિમાં એવી પણ લબ્ધિ શક્તિ હાય છે કે તે એકાદ પદ, એકાદ વાકય કે એકાદ સૂત્રને અવલખી તેના ઉપર વિચાર કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7