Book Title: Bhavyatra Vandana Samvedana Author(s): Munishratnavijay, Jiveshratnavijay Publisher: Munishratnavijay Jiveshratnavijay View full book textPage 5
________________ ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજાના આશીર્વચના વાચક શ્રી વિમલના રામ ભગવાનને રિઝવતા કહે છે કે “અમે ભક્તિ યોગે આણશું મનમંદિર તુમ આજ.” તો વળી મહોપાધ્યાય યશોવિજય ગણીશ્રી કહે છે – “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.' શ્રી આનંદઘનજી મ. કહે છે - ‘ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહું રે કંત’ આવી અનેક રીતે ભક્તહૃદય ધરનારા કવિ મહાપુરુષોએ માત્ર ભગવાનનાં નહી, ભક્તિના પણ વખાણ કર્યા છે. ભીની માટીમાંથી જ તમે કોઈ પણ મનગમતું રમકડું – શિલ્પ નિપજાવી શકો, હૃદયમાં ભક્તિની ભીનાશ હોય તો જ તમે ભગવાનની ઉપાસનાનું બેનમૂન શિલ્પ કંડારી શકો. ચિત્તશુદ્ધી વગર સાધનાના માર્ગે પ્રગતિ શક્ય છે? ના. ભક્તિના જલથી ધોવાય તો જ ચિત્તની દિવાલ ઉજળી બને, એના વગર દિવાલ ઉપર કરેલું ચીતરામણ છાર પર લીપણા જેવું થાય. આ પ્રસ્તુત ગ્રન્થ, શુષ્ક હૃદયવાળા સાધકને ઉપાસનાના માર્ગે પ્રગતિ કરવા માટે ઉત્તમ કોટિનું ભક્તિબળ પૂરું પાડે એટલું સક્ષમ છે. ક્યારેક કોઈ દેરાસરમાં જઈને બેસી જાઓ, બે ચાર પાંચ ભાવયાત્રાઓ કરતાં કરતાં ભક્તિરસમાં ડૂબી જાઓ એ જ શુભકામના. આ. જયસુંદરસૂરિ રત્નત્રયી આરાધના માટે , માટે આ. જયઘોષસૂરિ સાદર સમર્પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 336